આપણે ત્યાં સોનાને સૌથી સેફેસ્ટ ઈન્વેસ્ટમેન્ટ માનવામાં આવે છે. સંકટ સમયની સાંકળ કહેવામાં આવે છે. એક તરફ કોરોનાની મહામારીથી લોકડાઉનને કારણે ગયા વર્ષે એપ્રીલનાં પ્રમાણમાં સોનામાં 200 ગણી આયાત વધી છે. ભારતમાં સોનામાં રોકાણને સૌથી વધુ સીકયોર રોકાણ માનવામાં આવે છે. જે લાંબા ગાળે સારૂ રીટર્ન આપે છે. હાલ કોરોનાની મહામારી ચાલે છે. છતા ભારતમાં સોનાની આયાતમાં 200 ગણો વધારો જોવા મળ્યો છે. ગત એપ્રીલ 2020ની સરખામણીએ 200 ગણો વધારો જોવા મળેલ.

21 કરોડથી લઈ 42સો કરોડ રૂપીયા સુધીની આયાતમાં ઉછાળો જોવા મળ્યો હતો એપ્રીલ મહિનામાં જ ભારતમાં સોનાની 420 સો કરોડ રૂપીયાની આયાત થવા પામી છે. ફ્રેડરેશન ઓફ ઈન્ડીયન ઓફ ઈન્ડિયન એકસ્પોર્ટ ઓર્ગેનાઈઝેશનના પ્રમુખ શરદકુમાર શરાફે જણાવ્યું હતુ કે હજુ આયાત પરની ડયુટી ઘટાડવાની જરૂર છે. જેનાથી ઘરેલું વેપાર ઉદ્યોગને વધુ બળ મળી શકે. કોરોનાની કટોકટક્ષની મંદીથી ઉભરવા માટે આંતરરાષ્ટ્રીય વેપારને પ્રોત્સાહન આપવાની જરૂર છે.

સોનાની આયાતમાં 200 ગણો વધારો થયો એ અર્થતંત્રની મજબુત સ્થિતિના સંકેતો છે.

ભારતના અર્થતંત્રને પાંચ ટ્રિલીયન અમેરિકન ડોલરનું કદ આપવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લક્ષ્યને સાર્થક કરવા માટે નિકાસ ક્ષેત્રને મજબૂત કરી ઘરેલુ ઉત્પાદનના અવેજી ઉપયોગ અને આયાત ઘટાડવા પર ભારણ મૂકવામાં આવ્યું છે. એપ્રીલ મહિનામાં ભારતના નિકાસ ક્ષેત્રમાં ધરખમ વધારો જોવા મળ્યો હતો. 30.63 મીલીયન ડોલરની નિકાસ સાથે નિકાસનું કદ ત્રણ ગણુ મોટુ થયું હતુ લોકડાઉન અને આર્થિક મંદીની કસર પૂરી પાડી જેમ્સ એન્ડ જવેલરી એન્જીનીયરીંગ અને ઘરેલુ ઉત્પાદનોની નિકાસમાં ત્રણ ગણો તોતીંગ વધારો અર્થતંત્રની મંદીને દૂર કરવા ટોનીક બુસ્ટર ડોઝ બની રહ્યું હતુ જોકે સોનાની આયાતમાં 100 ટકાનો વધારો આર્થિક સધ્ધરતાનો પ્રર્યાય બની હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.