વિદેશી દારૂમાં નાની માછલીઓ ઝડપાઈ જાય છે મગરમચ્છો ક્યારે ?
દારૂના કટીંગમાં ઝડપાયેલા નાના કેરીયરો પાસેથી બુટલેગરની માહિતી ઓકાવવામાં તંત્ર વામણું કેમ ?
ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂબંધી છે પરંતુ પાછલા બારણે જેટલો દારૂ રાજ્યના મોટા-મોટા શહેરોમાં વેંચાય છે તેટલો દારૂ કદાચ જે રાજ્યમાં દારૂ પર છુટ છે ત્યાં પણ વેંચાતો નહીં હોય. રાજ્યભરમાં પોલીસે પકડેલા વિદેશી દારૂના આંકડા જ્યારે વિધાનસભામાં જાહેર કરવામાં આવે છે ત્યારે હરકોઈની આંખ ચાર થઈ જાય તેવા મસમોટા આંકડા દારૂ પકડયાના હોય છે. આ આંકડા માત્ર જો દારૂ પકડયાના જ હોય તો આના સીવાય ન પકડાયેલો વિદેશી દારૂ ગુજરાતમાં કેટલો બુટલેગરો દ્વારા ઘુસાડવામાં આવતો હશે તે વિચારવું પણ લોકો માટે અઘરુ થઈ જાય છે. લાખો કે કરોડોનો માલ પોલીસ ચોપડે પકડાયેલા આંકડા નોંધાયેલા હોય છે તેનાથી ચાર ગણી રકમનો વિદેશી દારૂ ગેરકાયદેસર રીતે બુટલેગરો દ્વારા ઘુસાડવાનું મસમોટુ નેટવર્ક ચાલતું હોવાની ચર્ચા પણ જાગી છે.
રાજકોટ શહેર અને સૌરાષ્ટ્રમાં જ છેલ્લા બે-ચાર મહિનામાં જ પોલીસે વિદેશી દારૂના ટેન્કરો, આઈસરો ઝડપી લઈ કરોડોની રકમનો વિદેશી દારૂ કબજે કર્યો છે. કેટલાક કિસ્સામાં તો પોલીસને એક-દોકલ ડ્રાઈવર કલીનર (નાના કેરીયરો) હા લાગ્યા છે પરંતુ મોટા મગરમચ્છો (બુટલેગરો) આજ દિન સુધી પોલીસ પકડની બહાર છે. ઝડપાયેલા આરોપીઓની પોલીસ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરે છે અને કોર્ટ તેને રિમાન્ડની મંજૂરી પણ આપે છે. ઝડપાયેલા નાના કેરીયરો પાસેી બુટલેગરોની માહિતી ઓકવવામાં તંત્ર વામણું કેમ સાબીત થાય છે ?
રાજકોટ શહેરમાં જ છેલ્લા ત્રણેક મહિનામાં પોલીસની મહત્વની બ્રાંચ દ્વારા અલગ અલગ દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં થોડા સમય પહેલા રાજકોટ-અમદાવાદ હાઈવે પર માલીયાસણ ગામ પાસે વિદેશી દારૂ ભરેલો ટ્રક કે જેમાં બુટલેગરો દ્વારા ભુસ્સાની બોરીઓની આડમાં વિદેશી દારૂ છુપાવીને લાવી રાજકોટમાં ઘુસાડતા હતા તે દરમિયાન પોલીસે ઝડપી લીધો હતો અને તે પહેલા મોરબી રોડ પરી મહત્વની બ્રાંચે વિદેશી દારૂ ભરેલો ટ્રક પકડી પાડયો હતો. ત્યારબાદ બ્રાંચ દ્વારા ચોકકસ બાતમીના આધારે રતનપર ગામની સીમમાં આવેલ દરબારની વાડી પાસે ટ્રેકટરમાં પાણીની ટેન્કમાં છુપાવેલો વિદેશી દારૂ પણ પોલીસે ઝડપી પાડયો હતો. તાજેતરમાં જ પોલીસના નજીકના કહેવાતા માનીતા બુટલેગર ફિરોઝ ઉર્ફે ફિરીયાનો વિદેશી દારૂનો મોટો જથો કુચીયાદળ ગામ પાસે આવેલ એક મિલના ગોડાઉનમાંથી પોલીસે ઝડપી લઈ પાંચ શખ્સોની ધરપકડ કરી હતી.
વિદેશી દારૂ પકડવાના કિસ્સામાં પોલીસ માહિર હોય તેવું લાગી રહ્યું છે પરંતુ ઝડપાયેલા લોકો પાસેી કશું તપાસમાં બહાર લાવી શકયું ન હોય તેવું લાગી રહ્યું છે કે પછી નાની-નાની માછલીઓને પકડીને પોલીસ સંતોષ માણી રહી છે કે પછી મોટા મગરમચ્છો (બુટલેગરો)ને પકડવામાં તંત્ર વામણું સાબીત કેમ થાય છે?
વિદેશી દારૂ સાથે ઝડપાયેલા એકલ-દોકલ કે ટપોરી ટાઈમ બુટલેગરોને પોલીસે ઝડપી લીધા હોય અને રિમાન્ડ પણ માંગી તેને રિમાન્ડ પર લઈ મુખ્ય સુત્રધાર (પંજાબ, હરિયાણા સહિત અન્ય રાજયોમાંથી વિદેશી દારૂ મોકલનાર મગરમચ્છા) પહોંચી શકતી ની અને તેનું નામ તપાસમાં ખોલાવ્યું હોવા છતાં તે પોલીસ પકડી છટકી જાય છે. કેટલાક કિસ્સામાં તો શહેરના કેટલાક મોટા ગજાના બુટલેગરો પોલીસને દારૂ ભરેલા ટેન્કરો શહેરમાં આવવાના હોવાની ચોકકસ બાતમીના આપતા હોવાની પણ ચર્ચા જાગી છે તો કેટલાક કિસ્સામાં મોટાગજાના બુટલેગરો માલ મંગાવ્યા બાદ પોલીસ ઝડપી લે ત્યારે પોતાનું નામ ન આવે તે માટે મોટી રકમનું શેટીંગ કરી પોતાના માણસના નામે પોલીસ ચોપડે નામ ખોલાવી આબાદ રીતે નીકળી જતા હોય છે. આવા કિસ્સામાં પોલીસ જ પોલીસની દુશ્મન હોય તેમ ઉપલા અધિકારીઓ સનિક પોલીસને સસ્પેન્ડ કરી આકરા પગલા ભરી કાર્યવાહી કરે છે તો કેટલાક કિસ્સામાં ઉચ્ચ અધિકારી સો સારો ધરોબો અને લાગવગ કામે લગાડી કેટલાક સનિક પોલીસ પર થતી કાર્યવાહી અટકાવવા ચક્રોગતિમાન કરતા હોય તેવી ચર્ચાઓ જાગી છે.