ચીનાઓની જીવતા જંતુ ખાવાની આદત વિશ્વ આખાને જોખમમાં મુકી રહી છે
કોવિડ-૧૯ વાયરસના ઉદ્ભવ થવા મુદ્દે વિશ્વ સ્વાસ્થય સંગઠનની ટીમનો રિપોર્ટ
વર્ષ ડિસેમ્બર, ૨૦૧૯ પહેલાં કોરોના વાયરસ ફેલાયો હોવાની કોઈ સાબિતી મળી નથી: ડબલ્યુએચઓ
વુહાન પ્રાંતના હુન્નારના માર્કેટમાંથી ડિસેમ્બર, ૨૦૧૯માં કોવિડ-૧૯નો પ્રસાર થયો
કોરોના વાયરસે ફેલાવેલી વૈશ્ર્વિક મહામારીથી વિશ્વ આખું હચમચી ગયું છે. કોરોનાને લીધે આર્થિક, સામાજીક અને વ્યકિતગત એમ તમામ ક્ષેત્રે નકારાત્મક અસરો ઉપજી છે તેનાથી કોઇ અજાણ નથી. સેંડકો લોકોનો આ કોરોના વાયરસે જીવ લીધો છે. પરંતુ આ જીવલેણ વાયરસ ઉદભવ્યો કયાંથી અને કયા કારણોસર?? આ પ્રશ્ર્નના જવાબમાં મોટાભાગના દેશો ચીન સામે આંગળી ચીંધતા હતા. આ બાબતની ખરાઇ કરી કોવિડ-૧૯ના ઉદભવના કારણે જાણવા વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠનની ટીમે ચીના વુહાન પ્રાંતમાં ધામા નાખ્યા હતા. છેલ્લા દોઢેક મહિનાની છાનભીન બાદ ડબલ્યુએચઓની ટીમે પોતાનો રીપોર્ટ પ્રસ્તુત કર્યો છે. જેમાં એ ઘટસ્ફોટ થયો છે કે કોરોના વાયરસએ કોઇ લેબમાં કૃત્રિમ રીતે બન્યો હોય તેની કોઇ સાબિતી મળી નથી. કોરોના ચામાચીડિયામાંથી પ્રાણીઓમાં ફેલાયો અને તેમાંથી માનવશરીરમાં પ્રવેશ્યો ત્યારબાદ માણસથી માણસમાં ફેલાતા સંક્રમણ વધુ ઝડપી અને ગંભીર બન્યું.
ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસ ઉદભવ્યો ત્યારથી ચીની લોકોની ખાવા-પીવાની માંસાહારી આદત ચર્ચામાં રહી છે. જીવતા નાગ, ઉંદરડા અને દેડકા સહિતના પ્રાણીઓ આરોગાતા વિશ્ર્વ આખું જોખમમાં મુકાયું છે. વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠનની ટીમે પણ આ મુદ્દે ઘ્યાન દોર્યુ છે. વુહાન પ્રાંતના હુન્નાર માર્કેટમાંથી ડિસેમ્બર-૨૦૧૯માં કોવિડ-૧૯ માં ફેલાયો થયો હોવાનું રીપોર્ટમાં જણાવ્યું છે અને પહેલા કોરોના ફેલાયો હોવાની કોઇ સાબિતી મળી નથી.
ઠઇંઘ ના વિશેષજ્ઞ પીટરબેન એમ્બરેકે કહ્યું કે, ચીનની વુહાન લેબમાંથી કોરોના વાયરસનો ઉદભવ થયો હોવાના દાવાને સાબિતી મળી નથી.અઈંઉજ હેલ્થકેર ફાઉનડેશનના નિષ્ણાંતોએ કહ્યું કે, જો કે, કોરોના વાયરસના ઉદગમ પાછળના કારણો મુદ્દે હજુ તપાસ જારી છે.