ઘણા સમયથી રસગુલ્લાને લઈને ઓડિશા અને પશ્ચિમ બંગાળ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે આ વિવાદ પર પૂર્ણવિરામ લાગી ગયો છે. મંગળવારે આવેલા એક ફેસલામાં રસગુલ્લાની સત્તાવાર ઓળખ પશ્ચિમ બંગાળના નામે થઈ છે.
બંગાળને હવે રસગુલ્લા માટે ભૌગોલિક ઓળખ ટેગ મળી ગયો છે. આ બાબતે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી. મમતાએ ટ્વીટ કરીને કહ્યું કે, બધા માટે ખુશીની ખબર છે અને ગર્વ મહેસૂસ કરી રહ્યા છીએ કે બંગાળને રસગુલ્લાની ભૌગોલિક ઓળખનો ટેગ મળી ગયો.
રસગુલ્લા પશ્ચિમ બંગાળની ઘણી જાણીતી મિઠાઈ છે. પરંતુ તેનું સર્જન ક્યાંથી થયું હતું તેના પર ઓડિશા અને પશ્ચિમ બંગાળ વચ્ચે વિવાદ ચાલતો હતો. પશ્વિમ બંગાળે દાવો કર્યો હતો કે, તેમના રાજ્યમાં 1868થી પહેલા જાણીતા મિઠાઈના વેપારી નવીનચંદ્ર દાસે રસગુલ્લા બનાવ્યા હતો, પરંતુ ઓડિશાએ તેના માટે ટેગ માગ્યો હતો.