એસબીઆઇ અને સહકારી બેંકના ગ્રાહકો માટે મહત્વપૂર્ણ સુચના

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાથી જોડાયેલી પાંચ સહકારી બેંકો અને ભારતીય મહિલા બેંક એસબીઆઇ સાથે એપ્રીલ ૧,૨૦૧૭ થી જોડાઇ ગયેલી છે. આ વિલીનીકરણમાં સ્ટેટ બેંક ઓફ બિકાનેર અને જયપુર સ્ટેટ બેંક મિસોર, સ્ટેટ બેંક ટ્રાવાન્કોર, સ્ટેટ બેંક પટીયાલા, સ્ટેટ બેંક હૈદરાબાદ, અને બીએમબી હાલ એસબીઆઇ સાથે જોડાઇ વિશ્ર્વની ટોપ ૬૦ વધુ મિલ્કતો ધરવાતી બેંકોની યાદીમાં સ્થાન મેળવી ચૂકીછે.

માટે બેંકોની નવી ચેકબુક કઢાવી લેવા એસ.બી.આઇ. ની ગ્રાહકોને વિનંતી કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ બેંકોએ નવી ચેક બુકો કાઢવવાની અવધી વધારી દીધી છે. માટે ૩૧ ડિસેમ્બર ૨૦૧૭ સુધીમાં ખાતા ધારકોએ નવી ચેક બુક લઇ લેવાની રહેશે. ત્યાર સુધી જ જુની ચેક બુકો માન્ય ગણાશે. નવી ચેક બુક ખાતા ધારકો નજીકની શાખાએથી તેમજ મોબાઇલ બેકીંગના માઘ્યમથી મેળવી શકે છે.

એસ.બી.આઇ. ખાતેદારો માટે અમુક નિયમોની યાદી મોબાઇલ બેકીંગના મારફતે સુવિધા મેળવવા માટેની વેબસાઇટ www.onlinesbi.comકે જો તમે એસબીબીજે/ એસબીએમ / એસબીટી / એસબીપી / એસબીએચના ખાતેદારો હોય તો એસબીઆઇ માટે તેમણે રજીસ્ટર કરાવવાની આવશ્યકતા નથી. તમે તમારા જુના યુઝરનેમ અને લોગઇન પાસવર્ડથી સત્તાવાર વેબસાઇટ પર સેવાનો લાભ મેળવી શકો છે. પરંતુ જો પાર્સવર્ડ કે યુઝરનેમ લોગઇન કરવાનો ઇન્કાર કરે તો ફરીયાદ કરવા વિનંતી

સહકારી બેંકો માટે નેટ બેકીંગ એસબીઆઇ જેવું જ છે. વિલીનીકરણ બાદ ગ્રાહકો બધી જ સુવિધાઓનો લાભ મેળવી શકશે. તમારા મોબાઇલ નંબરની એક વખત નોંધણી કરાવ્યા બાદ ફરી આવશ્યકતા નથી. પરંતુ નેટ બેકીંગ માટે ખાતેદારો પાસે માન્ય ઇમેઇલ આઇડી હોવું જરુરી છે. વિલીનીકરણ બાદ બિલની નોંધણી એસબીઆર દ્વારા કરવામાં આવશે. બધા જ નાણાકીય વ્યવહાર આઇએમપીએસ દ્વારા કરવામાં આવશે.

નેટ બેકીંગનું પાસવર્ડ બદલાવવા માટે ગ્રાહકોએ એસબીઆઇ બેંકે જવાનું રહેશે. આ સહીત પી.એફ.ની એપ્લીકેશન માટે પણ તેમને એસબીઆઇની બ્રાન્ચનો સંપર્ક કરવાનો રહેશે. ફીકસ અને રીકરીંગ ડીપોસીટની પ્રક્રિયા એસબીઆઇની યોજના મુજબ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.