પૂલવામા આતંકી હુમલામાં ભોગ બનનારને કોંગ્રેસની શ્રધ્ધાંજલી
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોક ડાંગરની અખબારી યાદી જણાવે છે કે ગત તા.૧૪ના રોજ કાયરતા પૂર્વક જે સૌથી મોટી આત્મઘાતી હુમલો કર્યો છે તેમાં દેશના ૪૪ જવાનોએ શહીદી વહોરી છે તે તમામને કોંગ્રેસ પક્ષ સલામી આપે છે.જે રીતે સર્જીકલ સ્ટ્રાઈક, ઓપરેશન ઓલ આઉટ, રાષ્ટ્રપતિ શાસન છતા જે રીતે દેશ ઉપર હુમલા થઈ રહ્યા છે. તે નપુંસકતાની માનસીકતા દેખાઈ આવે છે. ગુરદાસપુર, પઠાનકોટ, ઉરી અને સંસદ ઉપર જે હુમલા થતા છે.તે માત્રને માત્ર ભાજપના શાસનમાં જ થયા છે. જેના પર વળતો પ્રહાર કરવાની બદલે વગર આમંત્રણે પાકિસ્તાનમાં બિરીયાની ખાવા પહોચી જતા દેશના વડાપ્રધાન પાસે શું અપેક્ષા રાખવી જોઈએ, ગુપ્તચર એજન્સીઓ દ્વારા આ હુમલા અંગેની અગાઉ જ જાણ કરવામાં આવેલ હતી તો તેમ છતા સરકાર કુંભકર્ણની નિંદ્રામાં સુતેલી સરકાર કયારે આ લોહીના ટીપેટીપાનો હિસાબ લેશે અને તેના બદલો લેવામાં કયાં પગલા ભરશે તેવો આક્રોશ કરતા ડાંગરે વધુમાં જણાવ્યું છે કે દેશભરમાં આજે આક્રોશ ફેલાયો છે. ચોમેરથી આતંકવાદ સામે ધુતકાર વાર્ષિ રહ્યો છે. અને આતંકવાદનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે હવે મન કી બાત નહી ત્યારે હવે દેશવાસીનાં દિલની વાત કરવાનો સમય આવી ચૂકયો છે. અને શહીદ થયેલા જવાનોના લોહીના ટીપા અને પરિવારના આંસુનો બદલો લેવાનો સમય આવ્યો છે. ત્યારે રાજકારણ કોરાણે મૂકી પાકિસ્તાનને વિશ્વના નકશામાંથી ગાયબ કરવાનો આ મોકો છે. તે મોકો હાથમાંથી ન જાય અને શહાદતોની શહીદી એળેના જાય તેવું અશોક ડાંગરની અખબારી યાદીના અંતમાં જણાવ્યું છે.
કોંગ્રેસ દ્વારા સાંજે કેન્ડલ માર્ચ
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોક ડાંગર જણાવ્યું છે કે આજે સાંજે ૬.૩૦ કલાકે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહીદોને શ્રધ્ધાંજલી અર્પવા કેન્ડલ માર્ચ રાખવામાં આવેલ છે. જેમાં કોંગ્રેસ પક્ષના તમામ પ્રદેશ આગેવાનો, હોદેદારો, કોર્પોરેટરો, વોર્ડ પ્રમુખો, આગેવાનો, સેવાદળ મહિલા કોંગ્રેસ યુથ કોંગ્રેસ, એન.એસ.યુ.આઈ. ફરિયાદ સેલ, માઈનોરીટી સેલ, ઓ.બી.સી.ડીપાર્ટમેન્ટ, એસ.સી.એલ. સોશીયલ મીડીયા વિભાગ, માલધારી સેલ વિચાર વિભાગ સેલ લોક સરકાર વિભાગ, લીગલ સેલ, કોંગ્રેસના કાર્યકરો અને રાજકોટની જનતા, તમામ શાળા કોલેજોનાં વિદ્યાર્થીઓ જોડાય તેવી અપીલ અશોક ડાંગર દ્વારા કરવામાં આવેલ છે.