બંધુનગરમાં હિંમત ગ્લેઝડ ટાઇલ્સ દ્વારા પ્રદુષિત પાણી છોડતા કલેક્ટરને ફરિયાદ

મોરબી સિરામિક ફેક્ટરીઓ દ્વારા અત્યંત ઝેરી એવો કોલગેસ પ્લાન્ટનો કદળો જાહેરમાં છોડવામાં આવે તો પાંચ લાખનો દંડ અને ફેક્ટરી બંધ કરવા સુધીના પગલાં ભરવાની જાહેરાત કરનાર સિરામિક એસોસિએશન માટે પડકાર જનક કિસ્સો સામે આવ્યો છે. જો સિરામિક એસોસિએશનમાં હિંમત હોયતો બંધુનગરમાં જાહેરમાં કોલગેસ પ્લાન્ટનો કદળો નિકાલ કરનાર હિંમત ગ્લેઝડ ટાઇલ્સ સામે પગલાં ભરી બતાવે ! બંધુનગર ગ્રામ પંચાયત દ્વારા પુરાવા સાથે જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરવામાં આવી છે ત્યારે સિરામિક એસોસિએશન પણ જાહેરાત કર્યા મુજબ પગલાં ભરવનો સમય આવ્યો છે.

IMG 20170728 WA0066મોરબીના સિરામિક એકમોમાં ગેરકાયદેસર રીતે વપરાતા કોલગેસ પ્લાન્ટના પ્રદુષિત પાણી માનવ જિંદગી માટે જોખમી હોવા છતાં સિરામિક યુનિટો દ્વારા આવ ઝેરી પાણી જાહેરમાં છોડવામાં આવી રહ્યા છે,ગઈકાલે રાત્રે મોરબીના બંધુનગરમાં હિંમત ગ્લેઝડ ટાઇલ્સ દ્વારા આવું ઝેરી પાણી છોડવામાં આવતા ગ્રામ પંચાયતના સરપંચે જિલ્લા કલેક્ટરને પુરાવા સાથે રજૂઆત કરતા ખળભળાટ મચી જાવા પામ્યો છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના અનેક સિરામિક કારખાનાઓમાં ગેરકાયદેસર રીતે કોલગેસ પ્લાન્ટનો ઉપયોગ કરવામાં આવે છે અને માનવ તથા પશુધન માટે જોખમી એવો કોલગેસનો કદળો જાહેરમાં નિકાલ કરવા અનેક નુસખા અપનાવામાં આવે છે પરન્તુ હવે તો સિરામિક યુનિટો દ્વારા માનવ જિંદગી જોખમાય તે રીતે જાહેરમાં વરસાદી પાણીની સાથે ઝેરી કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે.

ગઈકાલે મોરબી નજીકના બંધુનગરમાં હિંમત ગ્લેઝડ ટાઇલ્સ દ્વારા કોલગેસ પ્લાન્ટનો કદળો જાહેરમાં છોડવામાં આવતા આ ઝેરી કેમિકલ યુક્ત પાણી ગામમાં અને આજુબાજુના ખેડૂતોના ખેતરમાં ઘુસી જતા બંધુનગર ગ્રામપંચાયતના સરપંચ એ.એચ.પટેલે જિલ્લા કલેક્ટર આઈ.કે.પટેલને પુરાવા સાથે લેખિત ફરિયાદ આપી છે.

IMG 20170728 WA0068બંધુનગર ગ્રામપંચાયતના સરપંચ એ.એચ.પટેલના જણાવ્યા મુજબ ગામની આજુબાજુમાં આવા ચાર થી પાંચ સિરામિકના કારખાના આવેલા છે અને મોટાભાગના કારખાનામાં આવા ગેરકાયદેસર કોલગેસ પ્લાન્ટ ચલાવવામાં આવી રહ્યા છે.પંચાયત દ્વારા અનેક વખત મૌખિક સૂચના આપી નોટિસ ફટકારવા છતાં કારખાનેદારો દ્વારા અવાર નવાર ઝેરી પાણી છોડવામાં આવતા ખેડૂતોના ઉભા પાકને નુકશાન થઈએ રહ્યું છે.

આવા સંજોગમાં પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પણ કારખાનેદારોથી દબાઈ ગયું હોય તેમ ફક્ત ને ફક્ત નમૂના લઇ નોટિસ આપી સંતોષ માની લેતું હોય જિલ્લા કલેક્ટરશ્રીને કડક પગલાં ભરવા માંગણી ઉઠાવવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.