ફિલ્મ ક્ષેત્ર એવું ફલક છે. જ્યાં આવતી દરેક વ્યક્તિ લાખો સપનાં લઇને આવી હોય છે. પરંતુ તેમાંથી બહુ ઓછા એવા હોય છે. જે ખરા અર્થમાં સફળતાનાં શિખર સર કરી શક્યા હોય છે. ત્યારે બોલીવુડના એવા જાણીતા નામ છે. જેને એક્ટિંગ ક્ષેત્રે સફળતા નથી મળી પરંતુ બિઝનેસમાં આગળ વધ્યા છે. અને તેનાથી વધુ જાણીતા થયા છે. તો વાત કરીએ એવા કલાકારો અંગે જે સફળ બિઝનેસ પર્સનલ તરીકે ફેમસ થયા હોય.
– અર્જુન રામપાલ : મોડેલીંગથી બોલીવુડમાં આવેલાં અને ફિલ્મોમાં હિરો તરીકે પોતાની કારર્કિદી શરુ કરનાર અર્જુન રામપાલ ફેમસ તો થયો પરંતુ જેમાં મલ્ટીસ્ટારર ફિલ્મ હોય તેમાં પરંતુ અર્જુનની ચેસિંગ ગણેશ નામની એક ઇવેન્ટ મેનેજમેન્ટ નામની કંપની છે. તેનાં સિવાઇ દિલ્હીમાં તેનો એક બાર પણ છે અને બંને બિઝનેસમાં સફળ રહ્યો છે.
– સુસ્મિતા સેન : મિસ યુનિવર્સ રહી ચુકેલી સુસ્મિતા સેને પણ ફિલ્મોમાં હિરોઇન તરીકે અનેક ભૂમિકા ભજવી છે. જેમાં કેટલીક સફળ પણ રહી છે. પરંતુ એ સફળતાને આગળ વધારવામાં તે અસફળ રહ્યા બાદ તેણે તંત્ર એન્ટરટેઇનમેન્ટ નામનું ફિલ્મ પ્રોડક્શન હાઉસ ખોલ્યુ અને દુબઇમાં એક જ્વેલરી સ્ટોર પણ છે.
– ઉદય ચોપડા : સફળ ફિલ્મ મેકર યશ ચોપડાના સુપુત્ર ઉદય ચોપડા એક્ટીંગ ક્ષેત્રે સંપુર્ણ ફ્લોપ રહ્યા બાદ હોલીવુડનો રસ્તો પકડ્યો હતો અને ત્યાં પ્રોડ્યુસર બની ગયો…તેના બેનર નીચે બનેલી હોલીવુડની ટીવી સીરીઝએ ખુબ સફળતા પ્રાપ્ત કરી છે.
– ટિંવકલ ખન્ના : ડિંપલ કપાડિયા અને રાજેશ ખન્નાની પુત્રી નથી શકી ત્યારે તેણે પોતાનામાં રહેલાં લેખકને તરીકે પ્રસિધ્ધિ પામી. આ સાથે જ તેની mrs. Funnybones બુક બેસ્ટ સેલર સાબિત થઇ હતી. આ સાથે ટિંવકલએ પતિ અક્ષય સાથે મળીને ગ્રેઝન્ડ ગોટ પીક્ચર નામની ફિલ્મ કંપની પણ ખોલી છે.
– ડિનોમોરીયા : ડિનો મોરિયાનું નામ ફિલ્મક્ષેત્રે ખુબ અજાણ્યુ લાગે છે. રાઝ ફિલ્મમાં આવેલા આ એક્ટરએ એક્ટિંગમાં અસફળતા મેળવ્યા બાદ ફિલ્મ નિર્માતામાં હાથ અજમાવ્યો અને પોતાનું પ્રોડ્ક્શન હાઉસ ‘ક્લોક વર્ક ફિલ્મ’ દ્વારા જીસ્મ-૨નું નિર્માણ કર્યુ હતું. આ ઉપરાંત ક્રેપ સ્ટેશનકાફે નામનું રેસ્ટોરન્ટનો માલિક પણ છે. આ સિવાય એક ફિટનેસ કંપની પણ ચલાવે છે.
આ હતા બોલીવુડનાં એવા કલાકારો જેમણે અદાકારીમાં નિષ્ફળતા મેળવ્યા બાદ બિઝનેસ ક્ષેત્ર સારી એવી સિધ્ધિ પ્રાપ્ત કરી છે. તો આ બાબતથી પ્રેરણાઇ એટલું જ શિખવું રહ્યુ કે એકવાર નિષ્ફળ થયા બાદ નાસિપાસ થઇ અન્ય રસ્તાઓ અપનાવો સફળતા તમારા રાહ જોઇ રહી છે.