ધાગા દોરા ધુણવું, કાઢો તુત કલેશ ચારણા પાખંડ છોડજો (ઇ) આઇ સોનલ આદેશ
‘બેઠી હોય તો બોલજે, તોળા બાળ બોલાવે આઇ, આખું જગ પુજે ને પરચા દિયે, અમે તો આંતર તોળા આઇ’
દેશ વિદેશના ચારણ સમાજ જ નહિ પરંતુ અઠારે વર્ણમાં પુજાતા સોનબાઇ માની જન્મભૂમિ એટલે કેશોદ તાલુકાનું મઢડા ગામ કે જયાં આઇ શ્રી સોનબાઇ મા બિરાજે છે. સોનબાઇ માના ઇતિહાસને વાગોડવામાં આવે તો સોનબાઇ માના પિતા હમીરબાપુ મોડ નિ:સંતાન હતા. તેવોએ સરાકળીયા વાળા સોનબાઇ મા પાસેથી સંતાન પ્રાપ્તી માટેનું વચન માગ્યુ ત્યારે સરાકળીયાવાળા સોનબાઇમાં એ પાંચમાં પુત્રી તરીકે અવતરવાનું વચન આપ્યું.
હમીરબાપુ મોડને ત્યાં સોનબાઇમાં અવતર્યા તેવો નાનપણથી જ મનસ્વી અને સ્પષ્ટ વકતા હતા. ખાસ કરીને ચારણોએ કેવું જીવન જીવવું, તેવોની સંસ્કૃતિ અને મર્યાદા કેમ જાળવવી આ અંગે આઇમા સતત કાર્યશીલ રહેલા. સાથો સાથ સ્ત્રી કેળવણી પર પણ ખુબ ભાર મુકયો હતો. આઇમાનું માનવું હતું કે એક સ્ત્રી થકી ઘરનો ઉઘ્ધાર થાય છે. જો સ્ત્રી બધી રીતે સક્ષમ હશે તો સંપૂર્ણ પરિવાર સક્ષમ બની શકશે. આઇમા એ તેમના જીવનકાળ દરમિયાન જુનાગઢ માંડવી સહીતના વિસ્ચારોમાં દિકરા દિકરીઓ માટે ચારણ બોડીંગનાં પણ નિર્માણ કરાવ્યું ચારણ સમાજમાં રહેલા કુરિવાજો, અંધશ્રઘ્ધાને દુર કરવા સોનબાઇ માએ અવિરત પ્રયાસો કર્યા હતા.
‘ચારણ એક બનો નેક બનો’ ના સૂત્રો દ્વારા ચારણ સમાજમાં સામાજીક અને શૈક્ષણિક ક્રાંતિ સર્જી હતી.
મઢડા ખાતે સોનબાઇ માનું વિશાળ મંદીર આવેલું છે. આ મંદિરમાં પગ મુકતાની સાથે ધર્મ અને ભકિતમય વાતાવરણની લાગણીનો અનુભવ થાય છે. સાથો સાથ મંદિરમાં માતાજીની સમાધી પણ આવેલી છે.
ખાસ તો અહિ પ્રતિષ્ઠીત કરવામાં આવેલી માતાજીની અલૌકિક મૂર્તિના દર્શન કરીને અહીં આવતા હજારો દેશવિદેશના ભાવિકો ધન્યતા અનુભવે છે. આ ઉપરાંત માતાજીની આરતી સમયે ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. અહી માતાજીની કૃપાથી બારે માસ અન્નક્ષેત્ર ભકોથી ભરપુર રહે છે. પોષ સુદ બીજ એટલે સોનબાઇ માનો પ્રાગટય દિવસ જેની ઉજવણી સોનલબીજ તરીકે ભવ્યાંતિ ભવ્ય રીતે કરવામાં આવે છે.
માત્ર મઢડા નહિ દુનિયાભરના ચારણો સોનલબીજની ધામધૂમથી ઉજવણી કરે છે.
મઢળાની સાથોસાથ સોનબાઇ માએ કરેણી જે તેમનું મોસાળ છે. ત્યાં પણ રહ્યા હતા. અને હાલ ત્યાં પણ સોનબાઇ માનું ભવ્ય મંદીર આવેલું છે. સવિષય સોનબાઇમાએ સંસ્કૃત ભાષાનું ભણતર મેળ્યું ન હતું. એટલે કે છતાં તેઓ સંસ્કૃતમાં બોલતા હતા. અને રામાયણ વાંચનમાં આઇમાનો કંઠ સુમધુર હતો.
હમીરબાપુ સંતો મહંતોને માનનારા હતા. ત્યારે આઇમાં પોતે પણ ક્રાંતિકારી ભકિતવાન હતા. આઇમા ૯ વર્ષની ઉમરમાં પોતે તેમના બાપુ પાસેથી શાસ્ત્રોકત સહીતનું જ્ઞાન મેળવતા. અને ર૩ વર્ષની વયે સવંત ૨૦૧૦ આઇમાએ મઢડા સંમેલન બોલાવ્યું. અને આ સંમેલનમાં દશ હજાર જેટલા માણસો એકત્રિત થયા. આ સંમેલનનું નીરીક્ષણ કર્યા બાદ આઇ માએ પરિક્ષણ કર્યુ છે. આવી આવીને કેટલા લોકો આવી શકે.
તે પોતે જ નેહડાને ગામડો નો પ્રવાસ કરવાનું નકકી કર્યુ.
ગુજરાત, રાજસ્થાન, મઘ્યપ્રદેશ સહીતના પ્રવાસો કરી દારૂ ઉપરાંતની કુટેવો આઇ માએ છોડાવી. જેના ઉદાહરણ તરીકે હાલમાં મઘ્યપ્રદેશમાં ૪૦ ગામ છે. તે પ્રદેશમાં તે સમયથી હાલ પણ દારુ પર પ્રતિબંધ છે. ખાસ કરી કોઇ એવું પરગણું નથી કે જેમાં આઇ માએ ચારણત્વના ગુણ ની વાત ન કરી હોય. માત્ર ચારણો નઇ આઇમાં એ અન્ય સમાજને પણ ગેરમાર્ગથી સત્યની રાહ ચીંધી છે. સોનબાઇમાની બીજ ર૮ વર્ષથી મઢડા ખાતે ઉજવાય છે. મઢળાનું આંગણું એ સર્વ ચારણો અને ભાવિકો માટેનું તીર્થ સ્થાન છે. હાલ ઠેર ઠેર સોનબાઇ માના મંદિર બંધાયા છે.
આમ, સોનબાઈમાં જ્ઞાતી ગંગા છે. સોનબાઈ માએ ભેખ ઉતાર્યો ત્યારે નાગદાનજી બોલ્યા કે માં હું ન સન્યાસીથી વિરૂધ્ધ ન હતો.
તમારી સામે આટલુ બોલ્યો તેનું કારણ હતુ ચારણ સમાજ એક મા ગુમાવી રહ્યો હતો. પાલુબાપુએ સોનબાઈમાના સાક્ષાત દર્શન પણ કર્યા છે. માતાજીના આર્શિવાદ પૃથ્વીના દરેક જીવ પર વરશે છે. પરંતુ પાત્રતા હોવી એ પણ ખૂબજ જરૂરી છે.
‘ચીલો વળ શકિત તણો ને ચારણ ચૂકી જાત એક જન્મી ન હોત જગતમાં મઢડે સોનલ માત’
કાળીપાટ સંત પાલુભગતે ‘અબતક’સાથેની વાતચીતમાં જણાવ્યું કે પરમેશ્ર્વરી ખુબ કૃપા કરે ત્યારે પોતાના અંશને પૃથ્વી પર મોકલે છે.
આવા જ ભગવતી આઇ શ્રી સોનલમાં મઢડામાં અવતર્યા ખાસ તો સોનબાઇ મા એ ભગવા ધારણ કર્યા હતા. ત્યાર બાદ તેવો ધોળી ધાર પર આવ્યા ત્યાં મગરવાળાના નાગદાનભાઇ નામના ચારણ તેવોને મળ્યા હતા. સોનબાઇ માને સન્યાસીના વેશમાં જોઇ તેવોએ અંત:કરણથી આંચકો લાગ્યો.
કારણ કે તેવો માતાજીને મળવ્યા આવ્યા હતા. સન્યાસીને જોઇ તેવો રસ્તામાં જ બેસી ગયા. માતાજી પોતે નાગદાનભાઇ પાસે ગયા ત્યારે નાગદાસજીએ કહ્યું
‘હરદર્શન હરિદ્વારમાં નિર્મલ ગંગાનાય, પછી બાવી થવાનું બાઇ, તને સીદને સુજયું સોનબાઇ’
ભેખ ઉતારીને ભગવતી, ઓઢીલે બેળીયો આઈ નહિતર બેસસે લાંછન આઈ તારી સો પેઢીને સોનબાઈ
આ ભેખ ઉતારી પાછો ભેળીઓ ઓઢી લો નહિતર સો પેઢીઓને લાંછન બેસી જશે.
શંકરના દર્શન હરિદ્વારમાં કરે નિર્મલ ગંગાજીમાં સ્નાન કરો તો મતી ન હોય તેને પણ મતી આવી જાય તો આ તમામ દર્શન બાદ બાવી થવાનું કેમ સુઝ્યુ
પીતળ કાશા,લોહને, હોય રૂપાને રેણ, માનજે હાચા વેણ, સોનાને કલીન સોનઆઈ
પીતળ, કાશા, લોઢાને કલઈ કરી શકાય પરંતુ સોનાના વાસણમાં કલઈ ન થાય.
નાગદાનજીએ જણાવ્યું કે તમે ચારણ છો અને તેમાં પણ ચારણી આઈ છો તો સન્યાસ આપને ન શોભે.
‘સૌ ગરણે ગાળી કરી, જોજે હમીરની જાઈ આમા બાયો બની જવાય, ચારણ ન થવાય સોનબાઈ
સો ગરણમાં ગાળી તપાસ કરવી સન્યાસી થઈ જવાય પરંતુ ચારણ ન થઈ શકાય.
રજત તુલા
જુનાગઢ ચારણ બોડીંગના નિર્માણ બાદ સેવકો દ્વારા આઇમાને રજુઆત કરાઇ કે આગળનું જે સંમેલન થાય તેમાં આઇમાની રજત તુલા વિધિ કરવામા આવે. આ વિચાર અંગે સોનબાઇ માએ કહ્યું કે ચારણો સત્યના રસ્તે ચાલે તો એ એમનું સન્માન છે. પરંતુ ભાવ સાથે આગ્રહ થવાઇ સોનબાઇ મા એ રજત તુલા અંગે હામી ભરી. ૧૯મી મે ૧૯૭૪ માં જુનાગઢ ચારણ બોડીંગમાં કાનજીભાઇ નાગૈયા કુમાર છાત્રાલયમાં તુલાવિધી કરવામાં આવી હતી. રાજવી પરિવારો સહીતના ચારણો પણ ખાસ એકત્રિત થયા હતા. અને આઇ માની રજત તુલા થઇ.
માતાજીનો દેહ લોકોથી દૂર છે પરંતુ આઈમાં હજુ પણ સાથે છે : કાનાભાઈ કાનગડ
કાનાભાઈ કાનગડે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે સોનબાઈમાં હાલ હાજરા હજૂર છે.
માતાજીનો દેહ લોકોથી દૂર છે. પરંતુ આઈમાં હજુ પણ સાથે છે.
ખાસ તો ચારણ સમાજ પહેલા ગાયો, ભેંસો અને દુધનાક વ્યવસાય સાથે સંકળાયેલા હતા તે સમયે ચારણોમાં શિક્ષણ અને ક્ધયા કેળવણી અંગે જાગૃતી સોનબાઈમાં લાવ્યા અને હાલ ચારણ સમાજ દરેક ક્ષેત્રે આગવો જોવા મળે છે. સોન બાઈમાના અથાક પ્રયાસો અને પ્રયાસોનું આ પરિણામ છે.
હીમ શીખરથી જુના ઝુંપડા સુધી જલતી ચારણ જયોત: અનુભા ગઢવી
સાહિત્યકાર અનુભા ગઢવીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે ચારણ જ્ઞાતિએ હિમાલયમાંથી આવેલ છે. આ પવિત્ર ચારણ જાતમાં ઘણા આઇમા થઇ ગયા.
પહેલાના સમયમાં ચારણો શીક્ષણને લઇને જાગૃત ન હતા. આ સમયે સોનબાઇ માએ ચારણોને શિક્ષણ પ્રત્યે જાગૃત કર્યા. તેઓનું માનવું હતું કે ચારણનાં દિકરી પ્રવચન કરે તો પણ અંગ્રેજીમાં કરવા જોઇએ.
ખાસ તો સોનબાઇમાં નો સંદેશો એ છે કે ચારણની જીભે સરસ્વતી છે તો નિંદા કરી જીભ ન અભડાવવી. ઉપરાંત સત્યનો માર્ગ અપનાવી વ્યસનથી દુર રહેવું અંતે જણાવ્યું હતું કે ચારણ સમાજ નહી જેવો છે. નદીમાં દરેક વ્યકિત સ્નાન કરી શકે.
ચારણ અગ્રણી અને સોનબાઇ માના પરમ ભકત નરેન્દ્રભાઇ ગઢવીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે ચારણ જ્ઞાતિ અંધકાર મય જીવનમાં હતા. ત્યારે સોનબાઇ મા પ્રકાશ મય અજવાળુ ફેલાવવા અવતર્યા. ચારણ સમાજને જીવન કેમ જીવવું તે શીખવતા દીર્ધદ્રષ્ટિ અને દિવ્યદ્રષ્ટિ અર્પી. નવ જીવન પ્રદાન કર્યુ. તેમના કુટુંબ વિશે જણાવ્યુ કે તેમના કુટુંબ માં સોનબાઇમાના ચાર હાથ છે. સાથો સાથ માતાજીના ચાર હાથ ભવિષ્યમાં તેમના સંતાનો અને સમગ્ર ચારણ સમાજ પર બની રહે તેવી જગદંબા સોનબાઇને પ્રાર્થના કરી હતી.ચારણ અગ્રણી અને સોનબાઇ માના પરમ ભકત નરેન્દ્રભાઇ ગઢવીએ ‘અબતક’સાથેની વાતચીતમાં જણાવ્યું કે ચારણ જ્ઞાતિ અંધકારમય જીવનમાં હતા ત્યારે સોનબાઇ મા પ્રકાશમય અજવાળુ ફેલાવવા અવતર્યા. ચારણ સમાજને જીવન કેમ જીવવું તે શીખવતા દીર્ધદ્રષ્ટી અને દિવ્ય દ્રષ્ટિ અર્પી. નવ જીવન પ્રદાન કર્યુ તેમન કુટુંબ વિશે જણાવ્યું કે તેમના કુટુંબ મા સોનબાઇ માના ચાર હાથ છે. સાથો સાથ માતાજીના ચાર હાથ ભવિષ્યમાં તેમના સંતાનો અને સમગ્ર ચારણ સમાજ પર બની રહે તેવી જગદંબા સોનબાઇને પ્રાર્થના કરી હતી.
મઢડા સ્થિત સોનલમાંના ભત્રીજા ગીરીશભાઇ નાગજણભાઇ મોડ એ ‘અબતક ’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે ચારણ સમાજ એટલે એ સમાજ કે જેમાં અનેક આઇ અવતર્યા છે. છેલ્લે આઇ નાગબાઇ અવતર્યા અને નાગબાઇ મા પછીના કોઇ હોય તો એ છે આઇ સોનબાઇ નાગબાઇ માનો પંથ પણ ચારણોને એકઠા કરવાનો અને શિક્ષીત કરવાનો હતો. એમના જ પંથે આઇ સોનબાઇ માં હમીરબાપુ માણસુરભાઇ મોડને ત્યાં રાણબાઇ માની કુખે અવતર્યા
રાજસ્થાન ભાણોલગઢવાળા કંકુકેશરમાં એ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે સરાકળીના અવતર બાઈ સોનબાઈમાં મઢળે અવતર્યા, કંકુ આઈના પિતા પણ મઢડા દર્શનાર્થે આવતા ત્યારે મઢળા વાળા સોનબાઈ માંએ કંકુ કેશરમાં પિતાને આર્શિવાદ પાઠવ્યા કે પાંચમાં દિકરીનો જન્મ થશે. ત્યારબાદ કંકુકેશર માનો જન્મ ચૈત્ર સુદ દશમના થયો. કંકુ કેશર માં સોનબાઈ માની રજતતુલામા ગયેલા ત્યારે તેમના ઉપવાસ ચાલતા અને એ ઉપવાસ સોનબાઈમાંએ છોડાવ્યા હતા સોનબાઈ માંએ કંકુકેશરમાં ને ભેળીઓ, સોનબાઈમાનો ફોટો, અને ચરણપાદુકા આપી હતી.આ ઉપરાંત હરહંમેશ આઈમાંએ સાથે રહેવાનું પણ વચન આપ્યું હતુ.