- દાયકાઓથી સોનુ રોકાણમાં હંમેશા ઊંચું વળતર આપનાર બની રહ્યું છે સોનામાં ક્યાં અને કેટલું રોકાણ કરવું જોઈએ તેના સુવર્ણ નિયમો અપનાવવાથી રોકાણકારોને ક્યારેય પસ્તાવો થતો નથી
- ભારતીય સામાજિક જીવનમાં સોનાનું આકર્ષણ સદીઓથી અકબંધ રહ્યું છે સોનાની ખરીદી મહિલાઓના ઘરેણા દાગીના સામાજિક મોભા ની સાથે સાથે ઉત્તમ રોકાણ તરીકે કરવાની ભારતીય સમાજની પરંપરા માં સોનું સદાકાળ સર્વોત્તમ બની રહ્યું છે.
- સોનામાં ક્યા અને કેટલું રોકાણ કરવું જોઈએ તેના પણ સુવર્ણ નિયમો નું સારા રોકાણકારો પાલન કરે છે.
છેલ્લા આઠ મહિનામાં સોનાના ભાવ 11 ટકા જેટલા વધ્યા છે સોનાના ભાવમાં માંગની સાથે સાથે વૈશ્વિક તનાવ ભરી પરિસ્થિતિ અને છેલ્લા પાંચેક વર્ષમાં ઉભી થયેલી અલગ અલગ પરિસ્થિતિઓને લઈને સોનાના ભાવમાં 40% જેટલો વધારો નોંધાયો છે સોનાની ખરીદી રોકાણકારો માટે ઊંચું વળતર આપતી અસ્કયામત સાબિત થઈ છે.
2008 માં ઊભી થયેલી વૈશ્વિક આર્થિક કટોકટી ને પગલે વિશ્વભરમાં સોનું સલામત રોકાણ તરીકે લોકોને પ્રથમ પસંદગી બન્યું હતું 2007 થી 11 દરમિયાન સોનામાં ધરખમ ભાવ વધારો નોંધાયો હતો આ સમયગાળા દરમિયાન સોનાના રોકાણમાં 150 ટકાથી વધુ પડતર મળ્યું હતું કોરોના ના વૈશ્વિક મહામારીના સમયગાળામાં પણ સોનામાં ક્યારેય મંદી આવી ન હતી. જાન્યુઆરી 2020 થી ઓગસ્ટ 2020 ના ટૂંકા સમય ગાળા દરમિયાન સોનામાં 35% ઉછાળો આવ્યો હતો.
*કપરા કાળ માટે રોકાણ;
સોનાને સામાન્ય ભાષામાં અડધી રાતનો સાથી માનવામાં આવે છે સોનુ ગમે ત્યારે આર્થિક સકળામણમાં રોકડની ગરજ સારતું રોકાણ બની રહ્યું છે વિશ્વમાં અત્યારે અનેક મોરચે પડકાર પરિસ્થિતિ માં સોનું સૌથી વધુ સલામત બનતું જાય છે .અમેરિકામાં જો ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા પર આવે તો અનેક વૈશ્વિક સમીકરણો બદલાય તેમ છે સાથે સાથે ઇઝરાયેલ પેલેસ ટાઈન વચ્ચેનો તનાવ, બજારની પરિસ્થિતિ ,અમેરિકન ડોલર નું વધતું પ્રભુત્વ ,અને વૈશ્વિક મુદ્રા ના વધતા જતા તફાવત વચ્ચે સોનું હંમેશા આદર્શ રોકાણ બની રહ્યું છે મોટાભાગના બજાર નિષ્ણાતો માને છે કે 10 થી 15 ટકા સોનાનું રોકાણ દરેક માટે આદર્શ માનવામાં આવે છે લોકોને આવક અને બચતના 15% રોકાણ સોનામાં કરવું જોઈએ ફંડ મેનેજર પણ રોકાણકારોને પોર્ટફોલિયાના કેટલાક ટકા રોકાણ સોનાના રૂપમાં કરવા ભલામણ કરે છે
કોમોડિટી ના ઉપપ્રમુખ રાહુલભાઈ કલાન્તરી ના મતે સોનાનું વળતર દરેક વખતે ઐતિહાસિક હોય છે છેલ્લા એક દાયકામાં સોનુ આદર્શ રોકાણ બની રહ્યું છે તેમના મતે દરેક રોકાણકારે પોતાની રોકાણ ક્ષમતાના 10 થી 15 ટકા રોકાણ સોનામાં કરવું જોઈએ સોનાના રોકાણી અનેક સંસ્થાઓ કાર્ય કરી રહી છે સોનાનું રોકાણ રેસી પિસ્તરે આદર્શ બની રહ્યું છે અમેરિકા ના વ્યાજ દરમાં વધારો ઘટાડો થાય વૈશ્વિક સ્તરે રાજકીય સામાજિક કટોકટી ઊભી થાય તો પણ સોનું હંમેશા સોનું રહે છે.
કોમોડિટી ના હેત વિક્રમ ધવન ના મતે મ્યુચ્યુઅલ ફંડ અને અન્ય રોકાણ ની સમકક્ષ સોનું આદર્શ બની રહ્યું છે ચીનના સોનાના બજાર પરના પ્રભુત્વ થતાં પણ સોનુ હંમેશા સારું રોકાણ બની રહ્યું છે
કોન્ટમ એએમસી ના આવ્યો ચિરાગ મહેતા ના મતે પણ તમામ રોકાણમાં સોનું સૌથી વધુ સલામત છે દરેક રોકાણકારોએ પોતાના 10 થી 15 ટકા હિસ્સો સોનાના રૂપમાં રોકાણ કરવું જોઈએ રીટર્નની સાથે સાથે સોનું ગમે ત્યારે રૂપિયામાં રૂપાંતર કરી શકાય તેમ હોય છે
*સોનામાં ક્યારોકાણ કરવું જોઈએ?
જ્યારે સોનાના રોકાણ માટે તમારે પાસે ઘણા બધા વિકલ્પ હોય તો મૂળ સોનાના રૂપમાં સુવર્ણ ઈટીએફ સુવર્ણ મ્યુચ્યુઅલ ફંડ અને ગોલ્ડ બોન્ડ ના રૂપમાં સોનામાં રોકાણ થઈ શકે તેના ફાયદાની સાથે સાથે કેટલીક મર્યાદાઓ પણ રહેલી છે.
ગોલ્ડ ઈટીએફ સૌથી વધુ તરલ અને પરાવર્તિત છે અને તેમાં અઢી ટકાથી વધુ વળતર મળે છે સોનામાં ક્યાં રોકાણ કરવું તે રોકાણકારોના પસંદગી ઉપર હોય છે પરંતુ એમ જોવા જઈએ તો સોનુ પૈસાના વ્યાજ કરતાં વધુ વળતર આપનાર બની રહ્યું છે નવેમ્બર 2015 માં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એ સરકાર સાથે મતલબ કરીને સુવર્ણ બોન્ડ અંગે કાર્યવાહી કરી હતી જે વર્ષે અઢી ટકા જેટલું વળતર આપનારું બન્યું હતું
સુવર્ણ ઇંડીએફ સૌથી વધુ સલામત અને ત્વરિત પરાવર્તિત રોકાણ બની રહ્યું છે તેમાં ક્ષમતા મુજબનું રોકાણ આદર્શ બની જાય છે જ્યારે વૈશ્વિક બજારમાં સુવર્ણ ભાવોમાં મોટા ફેરફાર થાય છે ત્યારે રોકાણકારોને તેની સીધી અસર થાય .
છે વર્ષો કે રોકાણના દિવસોની ટકાવારી જોઈએ તો સરેરાશ કાયમી ધોરણે સોનામાં ઓછામાં ઓછું 10% વળતરતો મળતું જ રહે છે છેલ્લા એક વર્ષમાં 17.36% વળતર આપનાર સોનામાં છેલ્લા પાંચ વર્ષની સરેરાશ જોઈએ તો દર વર્ષે 11. 94% વળતર મળ્યું છે
* રોકાણમાં સોનુ હંમેશા શ્રેષ્ઠ રહ્યું છે: ભારત સહિતના વિશ્વના રોકાણકારો માટે સોનાનું રોકાણ હંમેશા આદર્શ માનવામાં આવી રહ્યું છે વૈશ્વિક કટોકટી અને અમેરિકન ડોલર સામે વિનિમય દરોમાં ફેરફાર વૈશ્વિક બજારોનું સંતુલન મુળી બજારનું ઉથલપાથલ અને બેંકોના વ્યાજ દરમાં વધઘટના પરિવર્તનો અને અખાતના દેશોની કટોકટી ક્રૂડ ઓઇલના ભાવમાં વધઘટ ઈરાન ઈઝરાઇલ યુક્રેન રસિયા અને ચીનના વારંવાર બદલાતા રાજકીય સમીકરણો ની વૈશ્વિક બજાર પર અસર થતી રહે છે ત્યારે સોનુ હંમેશા કટોકટી ના સમયે કામ આવતી મૂડી તરીકે આદર્શ બની રહ્યું છે