બાળકો સ્માર્ટફોનની જીદ કરતા તેને તેના માતા-પિતા નાની ઉંમ્ર જ ફોન અપાવી દેતા હોય છે. પરંતુ વાલીઓને તેમના બાળકોને ફોન આપવાની સાચી ઉમ્ર જાણવી જરુરી છે. હવે તમને જાણીને નવાઇ લાગશે કે ઉમ્ર નિર્ધારિત નથી પરંતુ બાળકની મેચ્યોરિટી જાણવી જરુરી છે. કારણ કે ઘણાં બાળકો ૧૪ની ઉમ્રમાં મેચ્યોર થતા હોય છે. તો ઘણાં ૧૭ વર્ષે થતા હોય છે. માટે હવે તમારુ બાળક મેચ્યોર થયું કે નહીં તે જાણવું આવશ્યક બને છે.
– જો તમારું બાળક ભુલકણો હોય, અને વારંવાર પેન્સીલ રબર, અથવા કિંમતી વસ્તુઓ ભૂલી જવાની કે ખોઇ દેવાની આદત ધરાવતો હોય તો તેને મોબાઇલ આપવો નહીં.
– બાળક જવાબદાર હોવો જરુરી છે, તે ઘરેથી જાય કે આવે ત્યારે કહીને જવો જોઇએ. જો તે જવાબદાર ન હોય તો પહેલા તેને કાબિલ બનાવો.
– બાળક એટલું પણ સેન્સીટીવ ન હોવા જોઇએ કે ફોન પર કંઇ જોયા બાદ તેના પર તેની અસર પડે.
– તેને ખરાબ વિડિયો, મેસેજ અંગેની માહિતી હોવી જોઇએ તેથી તે અન્ય કોઇને તેવા મેસેજ ફોરવર્ડ ન કરે.
– સોશિયલ મિડિયાથી બનતા મિત્રોની તેના જીવન પર કેવી અસર કરશે તે જાણવુ જરુરી છે.
– જો બાળકને વારંવાર કોઇપણ વાત કે કાર્ય માટે સાવધાન કરવા પડતા હોય તો તેમને ફોન પકડાવતા પહેલા વિચારવું જોઇએ.