• પોઝિટીવીટીથી રોગ મટી શકે  !
  • તમારી ખુશીનો આધાર તમારા મનના સકારાત્મક વિચારો પર રહેલો છે: આજની દુનિયામાં નકારાત્મક વિચારો વાળા સૌથી વધુ હોવાથી સતત તાણનો અનુભવ જોવા મળે છે

ચકલી કયારેય સમડીની ઉંચાઈ જોઈને ડિપ્રેશનમાં નથી આવતી, પરંતુ એક માણસ બીજા માણસની ઉંચાઈ જોઈએ ચિંતા કરવા લાગે છે, પરિસ્થિતિ કયારેય સમસ્યા બનતી જ નથી, સમસ્યા એટલે બને છે કે તમે તેની સામે લડવા માંગતા નથી

આપણી ખુશી એટલે આપણા મનની સ્થિરતા. આજે ઘર બહાર કે કાર્યના સ્થળે નકારાત્મક વિચારો વાળા વધું જોવા મળતા સતત તાણનો અનુભવ વધુ જોવા મળે છે. આપણા વિચારો, સ્વભાવ જ આપણી માનસિક સ્વસ્થતા સાથે સીધો સંબંધ ધરાવતા હોવાથી આજે પોઝિટિવ થીંકીંગનો નવો યુગ શરૂ થયો છે. આજે સારા વિચારો વાળા વ્યક્તિઓ બહુ ઓછા જોવા મળે છે, તમારી અંદરના વિચારો બદલાય ત્યારે જ તમારી બહારની દુનિયા પણ બદલાતી જોવા મળે છે. સકારાત્મક અને નકારાત્મક એ બે ટાઈપના વિચારો વાળા માણસો આજે જોવા મળે છે, પરંતુ એક વાત મનોવૈજ્ઞાનિકોએ પણ સાબિત કરી છે કે સકારાત્મક વિચારો વાળા વ્યક્તિમાં રોગને મટાડવાની તાકાત આવી જાય છે.

ઘણા સંશોધનકારો જીવનમાં આગળ વધવા માટે નકારાત્મક વિચારો પણ જરૂરી હોવાની વાત કરે છે, ખૂબ પોઝિટિવ રહેવાથી ઘણીવાર વ્યક્તિને નુકસાન પણ થાય છે તેવું જણાવે છે. જીવનમાં એક વાત નક્કી છે કે વિચારો જ આપણા જીવનને દિશા આપે છે. સકારાત્મક વિચારો જ આપણને આગળ વધવામાં મદદ કરતા હોય છે. આપણે સૌએ ખરાબ ટેવો થી અને નેગેટિવ વિચારોથી બચવું જોઈએ, આપણે જો સકારાત્મક વિચારો રાખીશું તો મોટી મુશ્કેલીમાંથી પણ બહાર નીકળી શકતા હોય છે. દરેક મનુષ્ય છેલ્લે તો સુખ – શાંતિ ઈચ્છતો હોય છે, અને તે તેને સકારાત્મક વિચારોથી જ મળતી હોય છે. પૃથ્વી પર વસ્તી દરેક વ્યક્તિના જીવનમાં કંઈ અશક્ય જ નથી, એ જે વિચારે તે કરી શકતો હોવાની ક્ષમતા ધરાવે છે. જીવનમાં સફળ થવા માટે આપણે સર્વાંગી વિકાસ કરવો જ પડે છે.

સકારાત્મક વિચારોથી આપણું ભવિષ્ય નિર્માણ કરી શકીએ છીએ. પોઝિટીવ વિચારો વાળા લોકો વધુ સુખી કે ખુશી ચહેરા વાળા જોવા મળે છે, તેનું કારણ સકારાત્મક વિચારોની તાકાત છે. આજે તો મેડિકલ સાયન્સ પણ તેની તરફેણ કરવા લાગ્યું છે. સકારાત્મક વિચારોથી રોગ પ્રતિકારક શક્તિમાં નવો સંચાર થતો હોવાથી વ્યક્તિને માંદગી આવતી નથી, તેની પાછળનું કારણ પણ માનસિક તંદુરસ્તી હોય છે. દરેકના જીવનમાં બનતા પ્રસંગોને તમે નકારાત્મક અને સકારાત્મક દ્રષ્ટિએ જોઈ શકતા હોય છે. નકારાત્મક વિચારો વાળા અવળું શોધે છે, જ્યારે સકારાત્મક વિચારો વાળા ગમે તે પરિસ્થિતિમાં પણ સવળું શોધે છે. પોઝિટિવ વિચારવાળા લોકો હૃદયના પક્ષના ગણી શકાય છે. આજની દુનિયામાં બનતી હિંસા, ચોરી, વ્યભિચાર, ભ્રષ્ટાચાર અને જૂઠ  એ બધું નેગેટિવ ગણી શકાય છે, જ્યારે વ્યક્તિની સારી બાબતોને સકારાત્મક વલણ સાથે જોડી શકાય છે.

હકારાત્મક વલણથી શરીરમાં સાયન્ટીફીક પ્રકિયાથી રોગોને ભગાડવાની તાકાત રહેલ છે, જ્યારે નકારાત્મક કે નેગેટીવીથી ઘણા રોગો થઈ શકે છે. માણસના ખરાબ સ્વભાવને કારણે ઘણા રોગો થઈ શકે છે. ખરાબ મગજ કે ક્રોધ આપણા મગજ પર અસર કરે છે.તેને ખોરાક લેવાની-કે ઓછો થવાની સાથે પાચનક્રિયા ઉપર અસર પડે છે, જેને કારણે માનવી ઘણા રોગોનો ભોગ બને છે. સ્વસ્થ માનસિક સ્થિતિ-શાંતિ અને આનંદની અનુભૂતી કરાવે છે, તો અસ્વસ્થ માનસિંક સ્થિતિ રોગોને નિંમત્રણ આપે છે.

ચાલવાથી પણ ઘણા રોગોમાંથી મુકિત મળે છે. 15-20 મિનિટ ચાલવાથી બ્લડ સુગર ઘટે છે. નેગેટીવ વિચારો ઘટાડવા હોય તો 20 થી 30 મિનિટ ટહેલતા ચાલવાથી, કુદરતી સૌંદર્ય જોતા જોતા ચાલવાથી નિરાશાજનક વિચારો ઘટે છે.

જીવનમાં ખુશ રહેવું અને ખોટા વિચારોથી ટેન્શન ન લેવું, જીવનમાં ખુશ રહેવા પૈસાને, સફળતા કરતાં સારા મિત્રોને સારી ટેવો જરૂરી છે. હકારાત્મક કે પોઝિટીવીટીથી તમારૂં શરીર રોગમુક્ત બને છે.

સંબંધો આધારીત ખુશી મહત્વની છે, રિલેશનશિપમાં કેટલા ખુશ છીએ તેની સ્વાસ્થ્ય ઉપર અસર પડે છે.સંબંધોનું મહત્વ તમારા આરોગ્ય ઉપર અસર કરે છે. મિત્રો સાથે હરવું ફરવું સારા મિત્રોને ખુશી-આનંદભર્યુ જીવન માનવીને શ્રેષ્ઠ તંદુરસ્તી પ્રદાન કરે છે. 50 વર્ષની ઉંમરે માનવી સૌથી ખુશ જોવા મળે છે. સંબંધો-સ્વભાવ-પોઝિટીવીટી આપણાં શરીરને જ નહી દિમાગને રક્ષણ આપે છે, માટે આનંદીત રહેવું જરૂરી છે.

લગ્ન જીવનમાં પણ સંબંધોની કેર લેવી જરૂરી છે.જેનું સુખી દાંપત્યજીવન નથી તેઓ વધારે લાગણીવશ થઈ જાય છે.જે લોકો તેના મહિલા પાર્ટનર સાથે  વધારે એટેચ થાય છે, તેમનામાં ડિપ્રેશનનાં ચાન્સ ઘણા ઓછા થઈ જાય છે. વિશ્ર્વમાં સૌથી સારા દેશ તરીકે સ્વિટઝરલેન્ડ આ વર્ષે પણ શ્રેષ્ઠ તરીકે નંબર હેપીનેસ જીવન જીવી રહ્યો છે.

પૈસો-પ્રોપટી કે કુટુંબ પરિવારમાં અશાંતિ કે ઉણપ હોય તો પણ હકારાત્મક વલણથી આપણે ટેન્સન મુકત રહેવું જોઈએ કારણકે જો આમ ન કરીએ તો આપણે આપણાં શરીરને નુકશાન પહોંચાડીએ છીએ. સકારાત્મક વાતો વિચારોથી મગજ શાંત રહેવાથી શરીર સારૂ રહે છે. જીવનમાં સુખ-દુ:ખ કે મુશ્કેલી આવતી જ રહે છે. તેથી મુંઝાય જવાની જરૂરી નથી.થોડો સમય રાહ જોવા માત્રથી સારા દિવસોનું આગમન જ શ્રેષ્ઠ જીવન અર્પે છે.

જો લાંબુ જીવન જીવવું હોય તો સારા વિચારો-ટ્રેસ મુકત જીવનને સતત હસતું રહેવાની સાથે સારા દોસ્તો તમારા જીવનમાં મહત્વનો ભાગ ભજવે છે.કુટુંબીજનોના વાતાવરણ કરતાં દોસ્ત બનાવો જે આપની દોસ્તી પ્રગાઢ બનાવશે અને સારૂ જીવન અર્પશે.આવા વાતાવરણમાં તમારો મુડ સારો રહે છે, ને આશાવાદી બનો છો. તમારા જીવનમાં પ્રશ્ર્નો ઉકેલવાની ક્ષમતા પણ વધશે. ભારતમાં પ્રતિ એક લાખે 10 વ્યકિતઓ માત્ર આવી રીતે ધ્યાન ન રાખવાથી આત્મહત્યા કરે છે.

આજે તો સોશિયલ મીડીયામાં છવાય રહેવાની ટેવને કારણે યુવાધન મનોરોગી બની ગયા છે. આ ટેવ દરરોજ બે કલાકથી વધુ હોય તો તમને મનોરોગ છે એવું નકિક કરી શકાય.દર વર્ષે દુનિયામાં આઠ લાખ લોકો આત્મહત્યા કરે છે. જેમાં મોટું કારણ ચિંતા અને તણાવ જોવા મળી રહ્યું છે.આ વસ્તુ જો માનસિક સહન કરતાં આવડી જાય તો તેમાંથી બચી શકાય છે.

પોઝિટીવીટી માનવીને શ્રેષ્ઠ જીવન આપી શકે છે. ઘણીવાર આપણે સામાન્ય બાબત જેવી કે આપણાથી સારો મોબાઇલ કે કપડા પહેરનાર, પાડોશીની કાર, બીજાની પર્સનાલિટી વિગેરે જોઈને આપણું માનસિક સંતુલન ગુમાવીએ છીએ. આ બધી વસ્તુઓમાંથી આપણે બહાર આવવું જ પડશે. નકારાત્મક વિચારો જીવનને બરબાદ કરે છે. હકારાત્મક તો એ છે કે આજ જીંદગી છે – આને આજ રીતે જીવવી પડશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.