રવિવાર સુધી બાલ ગણેશ રાજસ્થાની ફૂડ ફેસ્ટિવલનું આયોજન
અત્યારે રાજકોટમાં ઠેર ઠેર ગણેશ ઉત્સવની બોલબાલા છે. ત્યારે અહીં રાજકોટની ઉત્સવપ્રિય અને ધાર્મિક ભાવના ધરાવતી જનતા માટે ફુડ ફેસ્ટિવલ શરુ થયો છે. રવિવારને ત્રીજી સપ્ટેમ્બર સુધી ચાલવાનો છે. રાજકોટની રૈયત ફૂડી પણ છે.હાલ ઠેર ઠેર ગણેશ ઉત્સવને લઇને ગણપતિની સ્થાપના કરાઇ છે. ત્યારે રાજકોટમાં આવેલી ફર્ન હોટલ ખાતે તા.૨૫ ઓષ્ટથી ૩ સપ્ટેમ્બર સુધી બાલ ગણેશ રાજસ્થાની ફુડ ફેસ્ટીવલનું આયોજન કરાયું છે. જેમાં રાજસ્થાનની પ્રખ્યાત આઇટમો રાખવામાં આવી છે. તેમજ ‚ા ૩૯૯માં ફુડ ઉપલબ્ધ છે. ત્યારે રાજસ્થાની સ્પેશિયલ ગુલાબનું ચુરમુ તેમજ બાટી લોકોને ખૂબ જ પસંદ પડી રહ્યા છે. તેમજ મોટી સંખ્યામાં લોકો આ ફેસ્ટીવલનો લાભ લઇ રહ્યાં છે.