જ્યારે આપણને તાવ અને કડતર થાય છે ત્યારે આપણે મોટે ભાગે પેઇનકિલરનો ઉપયોગ કરતાં હોય છે પરંતુ આ કરવું યોગ્ય નથી કારણકે પેઇનકિલર ખાવા થી ઇન્ફેકસન થઈ શકે છે. તાવની સાથે શરીરમાં કળતર થાય ત્યારે તમને ડેન્ગ્યુ હોવાની શક્યતા રહે છે. ડેન્ગ્યુ થયો છે કે નહીં એ જાણ્યા પહેલાં ડૉક્ટર પાસે જવાનું ટાળીને તમે જાતે જ કોઈ પેઇનકિલર ખાઈ લેશો તો એનું સિરિયસ રીઍક્શન આવી શકે છે જેને કન્ટ્રોલમાં લાવવું મુશ્કેલ છે. માટે આવી ભૂલ કરવી નહીં. કોઈ પણ પ્રકારનો તાવ આવે એટલે પહેલાં ડૉક્ટરની મુલાકાત લેવી. ડૉક્ટર જે આપે એ જ દવા ખાવી જોઈએ.
ડેન્ગ્યુ મચ્છરથી ફેલાતો રોગ છે. ડેન્ગ્યુના મચ્છર મોટા ભાગે ઘરની આસપાસ ભરાતા પાણીમાં જ જન્મે છે, કારણ કે જ્યાં માનવવસાહત હોય ત્યાં એમને એમનો ખોરાક સરળતાથી મળી રહે છે માટે એ વધુ અહીં જ જોવા મળે છે. ડેન્ગી એક વાઇરલ ઇન્ફેક્શન છે જેમાં ૮૦ ટકા કેસમાં તો દરદીને ખબર પણ નથી પડતી કે તેને આ રોગ થયો છે અને એક નૉર્મલ વાઇરલ ઇન્ફેક્શનની જેમ એ મટી જાય છે, પરંતુ ૧૦ ટકા કેસમાં તેને ઇલાજની જરૂર પડે છે અને ૧૦-૧૨ દિવસમાં વ્યક્તિ ઠીક થઈ જાય છે, બાકી ૫-૧૦ ટકા કેસમાં એવું બને છે કે પરિસ્થિતિ ગંભીર બની જાય છે અને ત્યારે આ રોગનું ઘાતક સ્વરૂપ સામે આવે છે.
ડેન્ગ્યુનો વાઇરસ એક વખત શરીરમાં ઘૂસ્યો એટલે સામાન્ય રીતે શરીરની રોગપ્રતિકારક શક્તિ એની સામે લડવાનું શરૂ કરે અને સામાન્ય રીતે જો વ્યક્તિ પુખ્ત હોય અને એની રોગપ્રતિકારક શક્તિ પ્રબળ હોય તો એને આ રોગની અસર નથી થતી, પરંતુ જેની આ શક્તિ નબળી હોય એના પર તરત જ એ હાવી થઈ જાય છે.
આવા સમયે જાતે નિર્ણય લેવાને બદલે ડોક્ટરની સલાહ લેવી વધુ યોગ્ય છે. આપણે ડોકટરને બદલે જાતે જ કોઈપણ મેડિકલમથી પેઇનક્લિર લઇ છી અને તે ખાય છી પરંતુ આવું ના કરવું જોઈને આનાથી ગંભીર બીજી પણ બીમારી થાય સકે છે. માટે યોગ્ય સમયે યોગ્ય સલાહ લેવી જોઈએ. અને આ બીમારીની જેમ બને તેટલી વહેલી સારવાર લેવી જોઈએ.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com