ગુડ્સ ટ્રેનોની ગતિ નિયંત્રણ કર્યુ હોવા છતાં પુરપાટ ચલાવાય છે: પીપીસીએલ કંપની વિરુદ્ધ પગલા લેવા સિંહપ્રેમીઓની માંગ
રાજુલા વિસ્તારમાં પીપાવાવ પોર્ટ અને તેની આસપાસ તેમજ અલ્ટ્રકિમન્ટિ અને તેની આસપાસ ૬૦થી પણ વધારે સિંહો વસવાટ કરે છે. પરંતુ જયાથી પીપીસીએલ કંપની દ્વારા પ્રાયવેટ ટે્રક જાહેરહેતુ માટે જમીન સંપાદન કરીને નાખેલ છે ત્યારથી જાણે સિંહોના મોતનો સિલસિલો સા રેલ્વે ટ્રેક પર શરૂ થયેલ છે. આ રેલ્વે ટે્રક પર પીપાવાવ પોર્ટથી લઇને ઉમૈયા, ભરાઇ, રાજુલા, રાજુલા રોડ સુધી ટ્રેક ફરતે અળી લાખો રૂપિયાના ખર્ચે નાખવામાં આવેલ છે. આમ છતા આ સિંહોના મોત અને અકસ્માત જાણે રોકવાનું નામ નથી લેતું આ ઝાળીનું કામ પણ ખૂબ જ હલ્કી કક્ષાનું કરેલ હોય, કેટલીક જગ્ફાએ ઝાળીઓ પણ ટૂટી ગયેલ છે. આ ઝળી બનાવવાના કેન્ટ્રાકટ માંથી પણ લાખો રૂપિયા નો પ્રષ્ટાચાર થયેલ હોવાનું લોડોમાંથી જાણવા મળી રહ્યું છે.
આવા બધા ભ્રષ્ટાચારના બનાવોને કારણે તેમજ પીપાવાવ રેલો કંપનીની ધોર બેદરકારીને કારણે આ વિસ્તારના સિંહપ્રેમીઓમાં રોષની લાગણી ફેલાયલ છે.
કાલે સવારે ગુડસ ટ્રેનની હડફેટે ઉમૈયા ગામ પાસે આવેલ ૧૫ નંબરના ફાટક પાસે સિંહ આવી જતા વગવિભાગ દ્વારા ગંભીર ઇજા થઇ સિંહને રેસ્કયુ કરીને પ્રાથમિક સારવાર અપાયાબાદ નજીક બાબરકોટ ગામે આવેલ વનવિભાગની પ્રાણી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ઇજા વધુ હોય તેને જૂનાગઢ સકકર બાગમાં મોકલી આપવામાં આવ્યો હતો. આ બનાવને કારણે આ વિસ્તારમાં સિંહપ્રેમી એવા વિપુલભાઇ દ્વારા રોષની લાગણી વ્યકત કરેલ છે. તેમજ પર્યાવરણ બચાવ ટ્રસ્ટ રાજુલા પ્રમુખ ચેતન વ્યાસ દ્વારા જણાવેલ છે કે આ વિસ્તારમાં આવેલી કંપનીઓ દ્વારા પર્યાવરણના કાયદાનું પાલન કરતા નથી. તેમજ સરકાર દ્વારા ગ્રુડસ ટેન ૨૦નો ઝડપે ચલાવવા જણાવયુ હોવા છતા અવાર-નવાર સિંહોના મોત થાય છે. આ વિસ્તારની કંપનીઓ દ્વારા રાષ્ટ્રીય પક્ષી મોર તથા વન્યજીવો ટ્રેનો દ્વારા પ્લાસ્ટીંગ દ્વારા કે અન્ય રીતે ઘકેલાય છે. ત્યારે આ વિસ્તારની કંપની સામે પગલા લેવામાં તેમ વામણુ પુરવાર થયેલ હોય આ તમામ કંપનીઓ સામે પગલા લેવાની અને જેલમાં ધકેલવાની માંગ વ્યાસ દ્વારા કરવામાં આવી છે.