બેંગ્લોરની સ્ટાર્ટઅપ કંપની ડેટા માટે ઉભો થયેલો ગેપ બુરશેે—
અબતક, નવીદિલ્હી
આદિ-અનાદિકાળથી અનેકવિધ રીતે ડેટાનો સંગ્રહ અનેકવિધ રીતે કરવામાં આવતો હતો પરંતુ જે યોગ્ય ઉપયોગ પૃથ્વી ઉપર થવો જોઈએ તે થઈ શક્યો નથી ત્યારે, પૃથ્વી ઉપર નહીં પરંતુ અવકાશમાં પડેલા હજારો ટન ડેટા ક્યારે જમીન ઉપર લાવવામાં આવશે તે સૌથી મોટો પ્રશ્ન છે. ખેતી ને લઇ બેંગ્લોરની સ્ટાર્ટઅપ કંપની દ્વારા એક પ્રકારની ટેક્નોલોજી વિકસાવવામાં આવી રહી છે કે જે અવકાશ અને પૃથ્વી વચ્ચે જે ડેટાની આપ-લે થવી જોઈએ તેમાં જે પ્રશ્નો ઊભા થયા છે તે ન થાય. જે રીતે ડેટા આકાશ માટે પૃથ્વી પર પહોંચવા જોઇએ તે ન પહોંચી શકવાનું મુખ્ય કારણ એ છે કે ત્યાં જે રેડીઓ સિગ્નલ યુઝ કરવામાં આવતી હોય તેનાથી ઘણા અવરોધો ઊભા થતાં હોય છે. તે તરફ અનેક વિકસિત દેશો આ ડેટાને યોગ્ય રીતે પૃથ્વી સુધી પહોંચાડવા માટે લેસર ટેકનોલોજી પર હાલ કાર્ય કરી રહ્યા છે અને નાસ્તાનું માનવું છે કે જો આ ટેકનોલોજી ની અમલવારી શક્ય બને તો અવકાશમાંથી પૃથ્વી પર ડેટા પહોંચવાની ગતિ 10થી 100 ટકા વધી જશે અને સૌથી સસ્તા ખર્ચે આ કાર્ય પૂર્ણ થઇ શકે છે.
આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર એક માત્ર ભારતની નાટક કંપની આ ક્ષેત્ર ઉપર આગળ વધી રહ્યું છે અને લુનાર લેન્ડર ની ડિઝાઇન બનાવી રહ્યું છે જે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે ડેટાની આપ-લે કરવા માટે. પિક્ચર ઉપર હાલના સહિતની જે એજન્સી છે તે આ વસ્તુ એટલે કે ડેટાને ઝડપથી પહોંચાડવા માટે અનેકવિધ નવા પગલાઓ લઇ રહ્યા છે અને સામે તેમનો હેતુ છે કે જે નવી ટેકનોલોજી નું આવિષ્કાર કરવામાં આવે તે સસ્તી અને ગુણવત્તા યુક્ત હોવી જોઈએ.ડેટા નું મહત્વ ખૂબ જ વધુ છે ત્યારે અનેક વિધ દેશની અને વિદેશની કંપનીઓ ડેટાનો યોગ્ય રીતે ઉપયોગ થઇ શકે તે માટે હર હમેશ સતત પ્રયત્નશીલ રહેતા હોય છે એટલું જ નહીં તેઓ તેમના ડેટા સ્ટોરેજ માટે પણ સતત પ્રયત્નશીલ રહે છે આ તકે આગામી સમયમાં કોઈ વધુ તકલીફ ન ઉદભવે તે માટે સરકાર દ્વારા અને અનેકવિધ કંપનીઓ દ્વારા કાર્યો હાથ ધરવામાં આવતા હોય છે. હાલ જે પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે તેમાં લેસર ટેકનોલોજી નો ઉપયોગ કરી એચડી ઇમેજ અને વિડીયોને જ્યારે ભેદ નિયત સ્થળે પહોંચાડવા માં સફળતા હાથ લાગી જાય.
કે જો આ ટેકનોલોજી વધુને વધુ વિકસિત કરવામાં આવે તો તેનો ફાયદો સમગ્ર દેશ અને વિશ્વ અને થઈ શકશે અને અવકાશમાં જે હજારો અને લાખો ટન ડેટાનો સંગ્રહ થયેલો છે તેનો યોગ્ય ઉકેલ પણ લાવી શકાશે માત્ર જરૂર છે તે યોગ્ય ટેકનોલોજીના આવિષ્કારની. આ તબક્કે અત્યારના જે કોઈ મેસેજ અથવા કોઈ ડેટાની આપ-લે કરવામાં આવતી હોય તેને ચાર થી લઇ એક મિનિટ જેટલો સમય લાગતો હોય છે પૃથ્વી પર પહોંચવા માટેનો ત્યારે જો લેસર ટેકનોલોજી ની અમલવારી શરૂ કરી દેવામાં આવે તો ખૂબ ઓછા સમયમાં અને ઝડપી ડેટાની આપ-લે પૂર્ણત: શક્ય બનશે તેના માટે હાલ બેન્ગલોર ની કંપની દ્વારા કામગીરી અને પરીક્ષણ હાથ ધરવામાં આવી રહ્યું છે અને મહદંશે તેમાં તેમને સફળતા પણ મળેલી છે.