વોટ્સએપમાં આ અપડેટ ટૂક સમયમાં જ આવસે
157 નવા ઇમોજી, font સાથે રજૂ થશે,અત્યારે 2,823 ઈમોજી છે. નવા ઈમોજીમાં વિવિધ હેરસ્ટાઇલમાં પુરુષ અને સ્ત્રી ઇમોજીનો સમાવેશ થાય છે, જેમાં લાલ-, સર્પાકાર-, સફેદ સાથે સાથે નવા સુપરહીરો અને સુપરવિલન અક્ષરો અલગ અલગ ત્વચા લોન્ચ કરવામાં આવશે.
તેવામાં સમજી શકાય કે વોટ્સએપ વેબ ક્લાયન્ટમાં પણ વોઇસ કોલિંગ ફિચર આવી શકે છે કારણ કે iPad એપ પોતે જ વોટ્સએપ વેબ સર્વિસ પર કામ કરે છે. આ ઉપરાંત વોટ્સએપે 0.2.8299 વર્ઝન નંબર સાથે એક નવીં વોટ્સએપવેબ એપ પણ લોન્ચ કરી છે. આ એપડેટમાં નવા લોગઇન પેજ સાથે કેટલાંક બગ ફિક્સેસ પણ આપવામાં આવ્યાં છે.
તેવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કંપની વિડિયો કોલિંગ સપોર્ટ પણ વેબ માટે ઉપલબ્ધ કરાવી શકે છે. જો કે અંતે તે જોવું રસપ્રદ રહેશે કે શું કંપની હકીકતમાં વેબ માટે આ ફિચર્સ લોન્ચ કરે છે કે નહી. જો કે કંપનીએ આ ફિચર્સ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. તેવામાં તેને ટૂંક સમયમાં બીટા ટેસ્ટિંગ માટે પણ ઉપલબ્ધ કરાવવામાં આવી શકે છે.