સ્માર્ટ સિટીમાં રાજકોટ 46માં ક્રમે ધકેલાઈ ગયું છે. ગઈકાલે મ્યુનિ.કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ આજથી જ અમીત અરોરા સંપૂર્ણપણે સર્કિય થઈ ગયા છે. સ્માર્ટ સિટીના કામો ક્યારે પૂર્ણ થશે તેઓએ આજે એજન્સી પાસે રોડ મેપ માગ્યો હતો. સાથે સાથે તમામ મોટા પ્રોજેકટનું સીસીટીવી કેમેરાથી સતત મોનીટરીંગ કરવા અને રાઉન્ટ કલોક કામગીરી કરવા માટેની તેઓએ તાકીદ કરી હતી.

કોર્પોરેશન દ્વારા શહેરમાં વિવિધ સ્થળોએ ચાલી રહેલા નાના મોટા તમામ મોટા વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ નિશ્ચિત સમયમર્યાદામાં પરિપૂર્ણ કરવાના હેતુસર મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ આજે  અધિકારીઓ અને એજન્સીના પ્રતિનિધિઓને સાથે રાખી જુદીજુદી પ્રોજેક્ટ્સ સાઈટ્સની મુલાકાત લેવાનો પ્રારંભ કર્યો છે. જેમાં તેઓએ સ્માર્ટ સિટી એરિયા, અટલ સરોવર અને લાઈટહાઉસ આવાસ યોજનાની સીટ વિઝિટ કરી હતી. સ્માર્ટ સિટી એરીયામાં હાલ રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રકચરના વિવિધ કામો જેવા કે, રસ્તા, ભૂગર્ભ ગટર, પીવાના પાણીની લાઈનો, ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન, વગેરે ચાલી રહયા છે જેની મ્યુનિ. કમિશનરે સ્થળ પર જ સમીક્ષા કરી હતી. સાથોસાથ આ કામો કેટલા સમયમાં પૂર્ણ થશે તેનો રોડમેપ પણ એજન્સીના પ્રતિનિધિઓ પાસેથી માંગ્યો હતો. મ્યુનિ. કમિશનરે સ્માર્ટ સિટી એરીયામાં જ સ્થિત અટલ સરોવરની મુલાકાત લઈ તેના ડેવલપમેન્ટ પ્લાન, થયેલી કામગીરી અને હવે હાથ ધરવાની થતી કામગીરીની વિગતો મેળવી હતી. તેમજ ઝડપભેર આ પ્રોજેક્ટ આગળ ધપાવવા સૂચના આપી હતી.

2 6

મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ લાઈટહાઉસ આવાસ યોજનાની સાઈટની મુલાકાત લીધી હતી. આ પ્રોજેક્ટ લોકોની સુખાકારીમાં વધારો કરનાર પૂરવાર થનાર છે ત્યારે આ હાઉસિંગ પ્રોજેક્ટમાં કાર્યની ગુણવત્તા શ્રેષ્ઠ રહે તે સુનિશ્ચિત કરવા પર ખાસ ભાર મુક્યો હતો.

લોકોને વધુ સારી સુવિધાઓ આપવા માટે મહાપાલિકા દ્વારા વિવિધ પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે. આવા ચાલુ પ્રોજેક્ટમાં કોઇ પ્રશ્નો હોય તો તેની તાત્કાલિક તેનું નિરાકરણ કરી કામગીરી ઝડપથી અને સમય મર્યાદામાં પૂર્ણ કરવા એજન્સીના પ્રતિનિધિઓને મ્યુનિ. કમિશનરે સુચના આપી હતી. તેમજ સરકારના કોઈ વિભાગ પાસેથી કશી અનુમતિ લેવાની થતી હોય તેની પ્રક્રિયા પણ ઝડપભેર પૂર્ણ કરવા અધિકારીઓને સુચના આપી હતી તેમજ અટલ સરોવર ખાતેની ક્યુબ ક્ધસ્ટ્રકશન એજન્સી અને રોબર્સ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખાતેની એલ એન્ડ ટી એજન્સીના પ્રતિનિધિઓને પાઈપલાઈનની કામગીરી ક્યારે પૂર્ણ કરશે તેની માહિતી આપવા જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.