બિસ્માર રોડ રસ્તાથી ત્રસ્ત લોકોનો સવાલ
શહેરમાં પ્રવેશતા જ આવતો સિમેન્ટ રોડ છ મહિનામાં ખખડધજજ
વિસાવદરમાં દોઢ વર્ષ પૂર્વે નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલે ખાતમુહુર્ત કરેલા બિલખા રોડનું કામ હજુ પણ પૂર્ણ થયું નથી. શહેરના બિસ્માર રોડ રસ્તાથી લોકો હેરાન પરેશાન થઇ રહ્યાં છે. વિસાવદર બિલખાના રોડની અવદશા જોઇને એવું લાગે છે કે, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલના હસ્તે દોઢ વર્ષ પૂર્વે થયેલા ઉદ્ઘાટન પછી આજે પણ પૂર્ણ થયેલ નથી.વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોન્ટ્રાક્ટરના બહેરા કાનના પડદાઓ તૂટી ગયા હોય એવું લાગે છે.વિસાવદરના સ્થાનિક લોકોમાં ભારે રોષની લાગણી થયેલ છે.અગાઉ પણ તાલુકા પંચાયત પ્રમુખ વિપુલભાઈ કાવાણીએ ભારે રજૂઆતો કરેલ હતી. પણ દિવાળી પછી તરત કામ શરૂ કરી તાત્કાલિક પૂર્ણ કરી દેશું.પણ આજ સુધી એ કોઈ ચોક્કસ કામ થયું નથી જ્યાં જુઓ ત્યાં ભારે મોટા ખાડાઓથી શણગારેલ આ રોડ પર વાહનો ચલાવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે વિસાવદર તાલુકાના રોડના્ પ્રશ્નોને લઈને ભારે તંગ આ વિસ્તારના લોકો હવે આંદોલન કરવાનુ વિચારી રહયા છે.જીલ્લા પંચાયત સદસ્ય મુનેશ પોકિંયાએ પોતાના ઉગ્ર વિરોધ સાથે તાત્કાલિક ધોરણે આ રોડ રસ્તાઓ ની સમસ્યાઓનો અંત લાવવામાં નહીં આવે તો જે તે કોન્ટ્રાક્ટર કંપની તથા અધિકારીઓ પર કાયદેસર કોટેની કાયેવાહી કરવામાં આવશે.
વિસાવદર શહેરમાં પ્રવેશતા જ જે રોડ આવે છે તે છ મહિના પહેલા બનાવેલો સિમેન્ટ રોડ તેની એક સાઈડ પૂણે કરી તે અત્યંત ખરાબ બની ગયેલ છે કોઈપણ જાતના બાયપાસ વગર બીજી સાઈડ બનાવવામાં આવી રહી છે ત્યા ભયંકર ટ્રાફિકનો સામનો કરવો પડે છે.લોકો અને ત્યાં વેપારીઓ ભારે હેરાનગતિ ભોગવી રહ્યા છે.જો આવી જ પરિસ્થિતિ રહી તો એક બે અકસ્માતો થશે અને એક બે વ્યકિતઓના ભોગ લેવાશે પછી જ તંત્રની ઉંઘ ઉડશે તેવું લાગે છે.અગાઉ પણ વિસાવદર ના રોડ અને પુલીયાના હલકી ગુણવત્તાના કામો થયેલ છે અને ભારે માત્રામાં ભ્રષ્ટાચારોના મામલાઓ સામે આવેલ છે.