દેશના રાજકારણમાં આઝાદીકાળથી આજ કરીયત વર્ણઉકેલ્યો કોઈ પ્રશ્ર્ન રહ્યો હોય તો તે છે રાજકીય ક્ષેત્રેય વધુજતુ ગુનેગારોનું વર્ચસ્વ દેશની સાંપ્રત્ર રાજકીય વ્યંવસ્થામાંઆ એક એવી સમસ્યા છે કે જેનાથી તમામને નફરત કે કોઈ તેનો ઉકેલ લાવી શકે તેમ નથી.
લોકતંત્રમાં રાજકારણને રાષ્ટ્ર સેવાનો માધ્યમ ગણવામાં આવે છે. લોકો દ્વારા રચવામાં આવતી સરકારમાં જનતા જે પ્રતિનિધિઓ ચૂટાઈ છે. તેમને સેવાના હેતુથી જ કામ કરવાનું હોય છે. પરંતુ અત્યારે રાજકારણ ભ્રષ્ટાચાર , શોષણ અને ખોટુ કરીને પોતાનો લાભ લેવાનું દલદલ બની ગયું છે. ત્યારે રાજકારણમાંથી સારા લોકો દૂર થતા જાય છે. સારા માણસો રાજકારણને જયા સુધી પાપ સમજશે ત્યાં સુધી રાજકારણમાંથી અપરાધીઓને દૂર નહી કરી શકાય.
આ દૂષણને દૂર કરવા માટે ગ્રામ પંચાયતથી લઈ લોકસભા સુધીની પંચાયતી શાસન વ્યવસ્થામાં દરેક પક્ષોને સારી પ્રતિભા વાળા લોકસેવકો મળવા જોઈએ. ભણેલ ગણેલ શિક્ષીત યુવાનો નિવૃત અધિકારીઓ, કર્મચારીઓ અને જાહેર જિવનમાં ખરેખર સેવા ભાવનાથી કામ કરવા માંગતા હોય તેવા લોકોની રાજકારણ તરફ રૂચી વધશે એટલે આપોઆપ ગુનેગારોને પોતાના પક્ષની ટીકીટો આપવાની મજબુરી પૂરી થશે.
દેશના રાજકારણમાં અત્યારે એક એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જેમાં ભૂતકાળ અને ભવિષ્ય વચ્ચેની ધ્રુવીકરણની આ સ્થિતિમાં હવે મતદારો પણ એવા લોકોને જનપ્રતિનિધિત્વ આપવા વિચારતા થયા છે કે જે કમસેકમ ભ્રષ્ટાચાર કરતો ન હોય તેની પ્રતિષ્ઠા અને પ્રતિભામાં કયાંય ડાઘ ન હોય મતદારો સારા ઉમેદવારો ઈચ્છે છે પણ રાજકીય પક્ષો માટે અત્યારે એક એક સીટ કરોડો અબજોના દાવ જેવી બની ગઈ હોય છે ત્યારે કોઈ પક્ષ સારો હોય પણ જીતવાની જેનામાં ક્ષમતા ન હોય તેવા ઉમેદવારોને ટીકીટ આપવામાં મરજી હોવા છતા પાછીપાની કરવાની ફરજ પડે છે. અત્યારે આપણા લોકતંત્રમાં પણ જો જીતા વોહી સીકંદરની ઉકિત બરોબર ફીટ થઈ ગઈ છે.
ચૂંટણી પંચ દ્વારા આ પરિસ્થિતિ સુધારવા કવાયત થઈ છે. આ વખતે નોટાના મતોએ અનેકના ગણીત ફેરવી નાખ્યા છે. રાજકીય અપરાધી કરણ કોઈને ગમતુ નથી તેના માટે જરૂર છે. કે સારા માણસો રાજકારણમાં વધુને વધુ આવતા થાય એક વખત સારા અને શિક્ષીત ઉમેદવારો વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા અને રાજકીય પક્ષો માટે સારા ઉમેદવારો હોય છે. એકથી વધુનો વિકલ્પ ઉભો થશે તો આપોઆપ અપરાધી રાજકારણીઓ લુપ્ત થઈ જશે. આશા રાખીએ કે આપણા દેશમાં આવો માહોલ જલ્દીથી ઉભો થાય.