કોરોના ના કેસો વધી રહ્યા છે, તંત્ર તેમની તમામ કોશિષ કરી રહી છે ત્યારે વ્યકિત અને સમાજે પોતે જ સ્વયંભૂ અમલવારી કરવી પડશે. આ લડાઇ કોઇ એકલ-દોકલ આદમીથી ન લડાય, સમાજની સક્રિય ભાગીદારી આવશ્યક સમગ્ર દેશમાં કોરોના ઇફેકટના પગલે લોકડાઉન ચાલી રહ્યું છે. કેન્દ્ર સરકાર અને રાજય સરકાર સાથે રાઉન્ડ ધ કલોક આરોગ્ય તંત્ર સાથે તબીબો, નર્સો, મેડીકલ સ્ટાફ પોલીસ વિભાગ સતત અને સક્રિય રીતે જયારે આ મહામારીને નાથવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે ત્યારે હજી પણ લોકો કામ વગર શેરી-ચોકમાં રૂટીંગ દિવસોની જેમ ભટકતા જોવા મળે છે ત્યારે આ બાબતની ગંભીરતા કયારે આવશે. ૯૦ ટકા ઉપરનાં લોકો દેશનાં નાગરીક તરીકે તંત્રની તમામ સુચના ફોલો કરી રહ્યા છે ત્યારે સૌની જવાબદારી છે, આ મહામારી સામે લડાઇમાં પોતાનું યોગદાન આપવાની ઇટાલીમાં લોકોને કહેવું નથી પડતું ઘેર જ રહો કારણ કે ત્યાં ભયંકર સ્થિતિ સર્જાતા લોકો જાતે જ ઘરમાં પૂરાઇ ગયા છે.

knowledge corner LOGO 4

આપણે ત્યાં પરિસ્થિતિ એટલે હદ સુધી વણસી નથી, પણ જો જનતા નહી સમજે તો પસ્તાવાનો વારો આવશે. આજે જીવન જરૂરિયાતની વસ્તુની દુકાને ‘સામાજીક અંતર’કેટલા જાળવે છે? કેટલા લોકો માસ્ક પહેરે છે. એ સૌને ખબર છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ હેઠળની જોગવાઇ ગંભીર છે. પોલિસ તંત્ર કડક થાય તો બધુ જ થઇ શકે, પણ જયાં સુધી લોકો સમજશે નહીં ત્યાં સુધી ૧૦૦ ટકા અમલવારી શકય નથી. લત્તાના ચાર-પાંચ અગ્રણીઓ હવે કાર્ય ઉપાડવું પડશે. આ મહામારીમાં એક માત્ર ઇલાજ છે, ઘરમાં રહો… સુરક્ષિત રહો.. રીક્ષામાં માઇક,  મેઇન ચોકમાં પોલીસ સાથે ટીવી ચેનલ જેવા તમામ માઘ્યમો સુચના આપે છતાં કામ વગર બહાર નીકળી ને પોતાની જીંદગી જોખમમાં મુકતા લોકો પણ જોવા મળે છે. આ ચેપીરોગમાં પોતાને થાય તો તેના પરિવાર સાથે તેના સંસર્ગમાં આવતા તમામને ચેપ લાગવાની શકયતા વધી જતી હોવાથી સ્વ બચાવ સાથે સમાજ બચાવનું પણ કાર્ય છે. ચિન્હો જણાય કે તુરંત જ આરોગ્ય સેવાનો લાભ લઇ લેવો તેમાં મોડું ન કરવું, હાલમાં રોગ વિશે જાણવું ખુબ જ જરૂરી છે. શેનાથી થાય, શેનાથી  ન થાય કે આપણે તેનાથી કેમ બચી શકાય તેવી સામાન્ય સમજ કેળવવી પડશે. આમેય રોગચાળો ફાટી નીકળે  ત્યારે તે ગામ- શહેર- મહોલ્લો- શેરી વિસ્તાર વિગેરેમાં વ્યકિતગત અને સામાજીક જવાબદારી તેની રોકથામ માટે સૌએ કરવાની જવાબદારી છે.

આજે બધુ જ બંધ છે, ત્યારે શા માટે ઘરની બહાર નીકળવું પડે એ જ સમજતા ન હોય તો લોકડાઉન ના કડક અમલવારીથી આવા લોકોની શાન ઠેકાણે લાવવી જ પડે, એકની ભૂલ અન્યોને અસરકર્તા હોવાથી જાહેર સ્વાસ્થ્ય બાબતે કડક અમલવારી જરૂરી છે.

વિશ્ર્વના લગભગ બધા દેશોમાં લોકડાઉન ચાલી રહ્યું છે ત્યાં શિક્ષણનો વ્યાપ વધુ હોવાને કારણે તેમજ વસ્તી ઓછી હોવાને કારણે પ્રજાને નિમય બઘ્ધ ચલાવવામાં વધુ મુશ્કેલી પડતી નથી. પણ ભારત જેવા વિશાળ દેશમાં આ મહામારી ને કંટ્રોલ કરવી થોડી અધરી છે, પણ જો પ્રજાજનોનો સહયોગ મળે તો આપણે આ લડાઇ પણ જીતી જશું, દેશના વડાપ્રધાને પણ પ્રજા સમક્ષ બળ-ઉત્સાર – જોમ સાથે લડાઇ  લડવામાં સહયોગ આપવાની વાત કરી છે ત્યારે એક નાગરીક તરીકે આ વિકટ સ્થિતિમાં આપણું યોગદાન આપીને રાષ્ટ્રની સેવા કરી શકીએ છીએ. નાના ગામડાંથી લઇને મોટા શહેરોના તમામ નાગરીકોની નૈતિક ફરજ છે જે હવે નિભાવવી જ પડશે.આજના સમયમાં ગુલઝાર સાહેબની રચના….

  • બે વજહ ઘરસે નિકલને કી જરૂરત કયા હૈ,
  • મૌત સે આંખ મિલાનેકી જરૂરત કયા હૈ
  • સબકો માલૂમ હે બહાર કી હવા હૈ ‘કાતિલ’
  • ર્યૂહી કાતિલ એ ઉલઝને કી જરૂરત કયા હૈ
  • જીંદગી એક નેમત હૈ ઉસે સંભાલ કે રખો,
  • કબ્રાગાહો કો સજાને કી જરૂરત કયા હૈ
  • દિલ બહલાને કે લિયે ઘર મે વજહ હૈ કાફી,
  • ર્યુહી ગલિયો મેં ભટકને કી જરૂરત કયા હૈ

આજે જયારે આપણા રાષ્ટ્ર પર આ મહામારી આવી પડી છે. ત્યારે સૌનો સહિયારો પ્રયાસ જ સફળતા અપાવશે. આપણે તંત્રના તમામ નિયમો પાળની યોગદાન આપીએ, મુશ્કેલી તો થોડા દિવસની જ છે ત્યારે સૌની જવાબદારી સૌ વહન કરીને રાષ્ટ્ર સેવા કરે એજ સાચો નાગરીક કહેવાય છેલ્લે… અત્યારે તો તમારા ઘરમાં જ રહો…. સલામત રહો.. બહાર નીકળોને ચેપ લાગ્યો તો….?! માટે સાવચેતી એજ સલામતી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.