ભારતીય કિસાન સંઘ દ્વારા ખરીદી તત્કાલ શરૂ કરવા માંગ
સરકાર દ્વારા ટેકાના ભાવથી ઘંઉની ખરીદીની તારીખ 16-3 નકકી કરાઇ હતી. પરંતુ હાલ ખેડુતોનો માલ લેવામાં નથી આવતો. હાજર બજારની અંદર ઘંઉના ભાવ 3પ0 રૂપિયા જેવા છે. 395 રૂપિયામાં ટેકાને એમ.એસ.પી. જાહેર તો કરી પરંતુ સરકાર ખરીદી કરતી નથી. તો તાત્કાલીકના ધોરણે આ ખરીદી ચાલુ થાય એ ખેડુતોના હિતમાં છે. તેવું ભારતીય કિશાન સંઘનું કહેવું છે.ઘંઉની જેમ શિયાળુ પાક ચાલુ થઇ ગઇ અને તેને પણ ઘણો સમય થઇ ગયો.
પણ ઘંઉની ખરીદીની હજી કોઇ એંધાણ નથી. સરકાર ખેડુતોના બધા ઘંઉ મફત જેવા નીચા ભાવે વહેચાઇ જાય પછી શું ખરીદી કરવાની છે? કા તો સરકાર ખેડુતોને રમાડે છે અથવા તો સરકારની દીર્ધદ્રષ્ટિનો અભાવ છે.