થોડા બ્રેક તો બનતા હે…મમ્મીઓને વેકેશન ક્યારે મળશે????
એક સ્ત્રી કે જે પતિ, બાળકો,સાસુ સસરા અને પરિવારની સારસંભાળ રાખવામાંથી અને ઘરનું ધ્યાન રાખવામાંથી નવારીજ નથી થતી હોતી કે પોતાના માટે થોડો સમય કાઢી અને પોતાની ઈચ્છા પ્રમાણેનું કામ કરે. એના શોખની વસ્તુ કરે એવો કોઈ સમય જ નથી મળતો ત્યારે એના મનમાં અનેક સવાલ ઉઠતા હોઈ છે…
પતિની ઈચ્છાઓ પુરી કરવી…
અત્યારનો જમાનો ભલે એમ માનતો હોઈ કે સ્ત્રી પુરુષ સમાન હકથી જીવે છે…પરંતુ એ ખાલી માન્યતા જ છે અને આજે પણ સ્ત્રીને પોતાના વિષે વિચારતા પહેલા પતિની પરવાનગી લેવી પડે છે. આજે પણ પતિ પત્નીને તે કહે એમ કરવાનો જ આગ્રહ રાખે છે.ત્યારે પત્ની વિચારે છે કે તેની પોતાની ઈચ્છાઓનું શું? શું એની ખુદની લાઈફ કઈ નથી?બધા માટે જીવવા વળી સ્ત્રીને શું પોતાના માટે જીવવાનો કોઈ અધિકાર નથી?
બાળકની ઈચ્છાઓ…
મટનની પસંદ અને બાળકો અને પતિની પસંદ જયારે અલગ અલગ હોઈ છે ત્યારે માતાએ જ પોતાની ઈચ્છાઓનું બલિદાન આપવાનો વારો આવે છે. એવા સમયે જયારે ઘરમાં તે એકલી હોઈ છે ત્યારે પોતે આઝાદ પંખીની જેમ જીવી જે છે અને આઝાદીનો આનંદ માણે છે.
બાળકોનું ભણતર …
આજકાલના હરીફાઈના યુગમાં બાળકોનું ભણતર પણ મહત્વની ભૂમિકા ભજવે છે ત્યરે દરેક માં બાપ પૂતના બાળકને સૌથી આગળ જોવા માંગે છે , એવા સમયે ગૃહિણી જવાબદારી પણ એટલી જ વધી જાય છે. અને પરિવારના બધા સભ્યો બાળકના ભણતરની જવાબદારી એટલે માતાની જ જવાબદરી હોઈ છે એવું માને છે.અને ખાસ તો ત્યારે જયારે બાળકની પરીક્ષાનો સમય હોઈ જે સમયે બાળક કરતા માતાની પરીક્ષા હોઈ તેવું વધુ દર્શાય છે.
પરિવારનું સ્વાસ્થ્ય…
બાળક જો બીમાર હોઈ તો એ પણ ગૃહિણીની ભૂલ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે બાળકનું સરખું ધ્યાન નથી રાખતી આ ઉપરાંત જયારે પણ પરિવારના સભ્યોમાંથી કોઈની તબિયત ખરાબ થાય છે તો પણ ગૃહિણી હોવાને કારણે એનીજ જવાબદારી સૌથી વધી જાય છે.આખો દિવસ ઘરના રૂટિન પુરા કરવા અને પાછું ઉપરથી બીજા કોઈની જવાબદારી ના હોઈ તેમ બીમારીનું પણ ધ્યાન રાખવાનું આવે છે.
આવા સંજોગોમાં રોજ જીવતી સ્ત્રી ક્યારેય પોતાના માટે જીવી નથી શક્તિ ,પરંતુ ઓફિસમા કામ કરતો અને સમયસર કામ પૂરું કરી પોતાન મિત્રો સાથે સમય વિતાવવાનો સમય પણ કાઢી લે છે જો એવું કઈ કરવાનું પત્ની કહે તો તેને તેની રાજા નથી મળતી અને તેની જવાબદારીઓ ગણાવવામાં આવે છે..
આવી પરિસ્થિતિઓમાં જીવતી દરેક ગૃહિણીનો સવાલ હોઈ છે કે આમને વેકેશન ક્યારે મળશે?????
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com