રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના કેટલાંક વિસ્તારોમાં ભાવની સેન્ચ્યુરી
ભારતના અર્થતંત્રને 5 ટ્રીલીયન અમેરિકન ડોલરનું કદ આપવાના મહત્વકાંક્ષી આર્થિક રોડ મેપ પર દેશને આગળ વધારાઈ રહ્યું છે. કોરોના કટોકટી અને લોકડાઉન સહિતની પ્રતિકુળ પરિસ્થિતિને લઈ વિશ્ર્વનું અર્થતંત્ર ડચકા ખાઈ રહ્યું છે તેવા સંજોગોમાં ભારતીય અર્થતંત્રને ધબકતું રાખવા અને વધેલી રાજકોષીય ખાદ્ય અને ઔદ્યોગીક ઉત્પાદનની મંદીથી ઉદ્યોગ અને નિકાસ ક્ષેત્રમાં ઉભી થયેલી ઓટના કારણે અર્થતંત્ર વધુ બિમાર ન પડે તે માટે સરકારે દુરંદેશી રાખીને જ્યારે વિશ્ર્વ ક્રુડ બજારમાં માંગની ઘટના પગલે ક્રુડ તેલના ભાવ તળીયે પહોંચી ગયા હતા તેમ છતાં ભારતમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં સંતુલન રાખીને સરકારે રિઝર્વ ફંડ અને ડોલરની ખરીદી સાથે અર્થતંત્રને જે રીતે સંતુલીત કરવાની રણનીતિ અપનાવી હતી તેનાથી અર્થતંત્રની મંદીને નિવારી શકાય હતી.
ભારતમાં સરકાર માટે મહેસુલી આવકના મુખ્ય સ્ત્રોત ગણાતા પેટ્રોલ-ડિઝલના ભાવની આવક અર્થતંત્ર માટે પ્રાણવાયુ સમાન છે. વિશ્ર્વ બજારમાં ક્રુડ તેલના ભાવની વધઘટના પગલે પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો-ઘટાડો કરવાના બદલે સમય મુજબ પુરાંતની એકસાઈઝ ડ્યુટીમાં વધારો કરીને સરકારની આર્થિક આવક સરભર રાખવામાં આવે છે. લાંબાગાળાની રણનીતિ અને આર્થિક લાભને લઈને જ્યારે ક્રુડ ઓઈલના ભાવ ઘટ્યા હતા ત્યારે પણ પેટ્રોલ-ડિઝલના ભાવમાં સંતુલન રાખવામાં આવ્યું હતું. સરકારના આ દુરંદેશીભર્યા આયોજનથી રાજકોષીય ખાદ્યમાં નિયંત્રણ અને રિઝર્વ બેંકને ડોલરની ખરીદી કરવાની તક મળી હતી.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના નીચા ભાવ સામે પેટ્રોલ-ડિઝલના ભાવમાં સંતુલન રાખી
રાજકોષીય ખાદ્યમાં પુરાંતથી અર્થતંત્રને ધબકતું રખાયું હતું
ફરીથી ઈંધણના ભાવોમાં વધારાનો દૌર આવ્યો હોય તેમ રાજસ્થાન, મધ્યપ્રદેશના કેટલાંક વિસ્તારોમાં ગઈકાલે પેટ્રોલનો ભાવ 102 અને ડિઝલમાં પણ નવા ટોચના ભાવો નોંધાયા હતા. ફેબ્રુઆરી 17ના રોજ પ્રથમ વખત રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગયો હતો. આ ભાવ દેશના સૌથી વધુ વેલ્યુએડેડ ટેક્સ બન્યો હતો.છેલ્લા ચાર દિવસથી છુટક બજારમાં થઈ રહેલા ભાવ વધારાથી શુક્રવાર સુધીમાં પેટ્રોલ પ્રતિ લીટર 88 પૈસા અને ડિઝલમાં રૂા.1નો વધારો થયો છે. શ્રી ગંગાનગરમાં શુક્રવારના પેટ્રોલના ભાવ 102.15 પૈસા અને મધ્યપ્રદેશના અનુપપુરમાં 101.86 પૈસા જ્યારે મહારાષ્ટ્રના પરભણીમાં 99.95 પૈસા ભાવ પહોંચ્યા હતા.
પેટ્રોલના ભાવમાં વધારો આવવા પાછળ 90 ટકાથી વધુ ઈંધણ વ્યવસ્થા, ખાનગી પંપના માધ્યમથી થાય છે. એપ્રીલ 27થી ક્રુડ ઓઈલના ભાવ વધવાથી આ ભાવ વધારો આવ્યો છે. અમેરિકા અને ચાઈનામાં ક્રુડ ઓઈલની વધેલી માંગને પગલે અત્યારે અત્યાર સુધી 70 પ્રતિ ડોલરનો ભાવ હતો તે વધવા પામ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના અલગ અલગ ટેકસના કારણે પેટ્રોલમાં 60 ટકા અને ડિઝલમાં 54 ટકા જ્યારે કેન્દ્રની લેવીઝ અને એક્સાઈઝ ડ્યુટીથી પેટ્રોલમાં રૂા.32.90 અને ડિઝલમાં 31.80 રૂપિયાનું કર ભારણ રહેવા પામ્યું છે. પેટ્રોલના ભાવ દેશના કેટલાંક વિસ્તારમાં 100ના આંકડાને પાર કરી લેતા સરકારે આ ભાવ વધારો વધુ ન વકરે તે માટે સતર્કતા દાખવી છે. ચૂંટણી બાદના ભાવ વધારાને લઈ વિપક્ષે શાસક પક્ષ સામે આકરા તેવર કર્યા છે. 5 રાજ્યોમાં વેટમાં ઘટાડો કરીને પેટ્રોલમાં રાહત કરવાની વાત સામે કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાનો ઈન્કાર કરી દીધો છે. કેન્દ્ર સરકારે 2020માં વધારેલી એક્સાઈઝ ડ્યુટીથી પેટ્રોલમાં રૂા.13 અને ડિઝલમાં રૂા.16નો વધારો થયો હતો. માર્ચથી મે દરમિયાન કોરોનાને કારણે આવેલી આર્થિક મંદીના કારણે ક્રુડ ઓઈલમાં ભાવ ઘટ્યો હતો તેમ છતાં સરકારે રાજકોષીય ખાદ્ય નિયંત્રણમાં લેવા માટે પેટ્રોલ-ડિઝલમાં એકસાઈઝ યથાવત રાખી હતી. આ આવકના પગલે રાજકોષીય ખાદ્યમાં કાબુ આવ્યો હતો અને રિઝર્વ બેંકને અમેરિકન ડોલરની મંદીની ખરીદીનો લાભ મળ્યો હતો.