રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમીટી દ્વારા આજે વર્ષ 2021-22ના રૂા.2291.24 કરોડના બજેટને મંજૂરીની મહોર મારવામાં આવી હતી. મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે રજૂ કરેલા કરબોજ વિહોણા રૂા.2275.80 કરોડના બજેટના કદમાં 15.44 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. રાજકોટની વિકાસયાત્રા સતત આગળ ધપતી રહે તે માટે બજેટમાં રૂા.56.70 કરોડના નવા 22 પ્રોજેકટનો સમાવેશ કરવામાં આવ્યો છે.

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ રાજપથ લીમીટેડ દ્વારા આંતરિક પરિવહન સેવાની કામગીરી સંભાળવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટમાં ઈલેકટ્રીક બસ દોડાવવાની મંજૂરી આપવામાં આવી છે.

હાલ 50 ઈલેકટ્રીક બસ ખરીદવાની કામગીરી પૂર્ણતાના આરે છે. સંભવત: 15મી એપ્રીલ આસપાસ રાજકોટમાં પ્રથમ ઈલેકટ્રીક બસનું આગમન થઈ જશે તેવો વિશ્ર્વાસ સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે વ્યકત કર્યો છે.

સાથે સાથે તેઓએ જણાવ્યું હતું કે, આગામી નાણાકીય વર્ષમાં વધુ 100 ઈલેકટ્રીક બસની ખરીદી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.