રાજ્યમાં કોરોનાના કેસો સતત ઘટી રહ્યાં છે ત્યારે ધીમે ધીમે સરકાર દ્વારા સામાજિક મેળાવડા અને પ્રસંગોમાં પણ છુટછાટ આપવામાં આવી છે ત્યારે આજે પત્રકાર પરિષદ સંબોધતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, શાળા શરૂ કરવા વાલીઓ, સંચાલકો અને વિદ્યાર્થીઓની અનેક રજૂઆતો સરકારને મળી રહી છે.
ત્યારે રાજ્ય સરકાર દ્વારા અગાઉ ધો.12ની શાળાઓ ઓફલાઈન શરૂ કરી દેવામાં આવી છે ત્યારે હવે ધો.9 થી 11ના વર્ગો ઓફલાઈન શરૂ થાય તે માટે અનેક જગ્યાએથી માંગ ઉઠી રહી છે. આ બાબતે રાજ્ય સરકાર ગંભીર વિચારણા કરી રહી છે અને આગામી 1 થી 2 દિવસમાં ધો.9 થી 11ની શાળા શરૂ કરવા સરકાર નિર્ણય લેશે.