રાજસ્થાનની ભાજપ સરકારે ગૃહિણીઓને ન્યુયરની ગિફટ આપતા રૂ. 450માં ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરી છે. ગુજરાતમાં છેલ્લા 28 વર્ષથી ભાજપની સરકાર હોવા છતાં કોઈ જ રાહત આપવામાંઆવતી નથી.
પાડોશી રાજય રાજસ્થાનનીભાજપ સરકાર ન્યુ યર ગિફટ આપતા 450 રૂપીયામાં ગેસનો બાટલોઆપવાની જાહેરાત કરી
જુદા જુદા વાયદા કરનારે ભાજપા છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં સત્તા સ્થાને હોવા છતાં ગુજરાતની જનતાને અન્યાય કરી રહી હોવાનો સ્પષ્ટ આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મીડીયા ક્ધવીનર અને પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, રાજસ્થાનમાં નવા વર્ષની ભેટ તરીકે 450 રૂ. ના એલ.પી.જી. ગેસ સીલીન્ડરની જાહેરાતો કરી રહી છે.
બીજી બાજુ, ગુજરાતમાં 25 વર્ષથી સત્તા સ્થાને બેઠેલી ભાજપા ગુજરાતના લાખો પરિવારોને મોંઘવારીમાં રાહત આપવાનું વિચારતી નથી અને ગુજરાતના 61,35,487 ગેસ કલેક્શન ધારકોને મોંઘા ગેસ સીલીન્ડર ખરીદવા મજબુર કરી રહી છે. બેફામ મોંઘવારીમાં પીસાતી ગુજરાતની જનતાને ભાજપા સરકાર ક્યારે ન્યાય આપશે ?
પેટ્રોલ-ડીઝલ-ગેસ સહિત ખાદ્ય ચીજવસ્તુઓના સતત વધતાજતા ભાવ ના કારણે ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગને જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે. ભાજપા સરકાર સત્તા મેળવવા માટે રાજસ્થાનમાં 450 રૂ. ગેસ સીલીન્ડર આપી શકતી હોય તો ગુજરાતમાં છેલ્લા 25 વર્ષ થી સત્તામાં રહેલી ભાજપા ગુજરાતના નાગરિકોને કેમ અન્યાય કરી રહી છે ? ગુજરાતમાં ઉજવલા યોજના હેઠળ 40 લાખ ગેસ કનેક્શનમાંથી 35 ટકા એટલે કે 14 લાખ જેટલા ઉજવલા ગેસ કનેક્શન ધારકો પુન: ગેસ સીલીન્ડર ભરાવી શકતા નથી. ગરીબી રેખા નીચે જીવતા પરિવારોની સંખ્યામાં સતત વધારો થતો જાય છે, સરકારના આંકડા મુજબ ગુજરાતમાં 54 ટકા કરતા વધુ પરિવારો ગરીબી રેખા નીચે જીવન પસાર કરી રહ્યાં છે અને બિનસરકારી આંકડો તેનાથી પણ વધુ છે. આવક સતત ઘટતી જાય છે. મોંઘવારીના માર વચ્ચે ખર્ચા સતત વધતા જાય છે ત્યારે, ગુજરાતના નાગરિકો ખાસ કરીને ગુજરાતની મહિલાઓ ભાજપાના અહંકારી શાસકોને પ્રશ્ન પુછી રહી છે કે ગુજરાતની મહિલાઓને ક્યારે મોંઘવારી રાહત મળશે ? ક્યારે 450 રૂ. ગેસ સીલીન્ડર મળશે ? તેનો જવાબ ભાજપા સરકાર આપે.