મેઈન બિલ્ડીંગ, પરીક્ષા વિભાગ અને જનરલ ટોયલેટમાં સ્વછતાના અભાવથી વિધાર્થી-કર્મીઓને હાલાકી
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં છેલ્લા ઘણા સમયોથી બાવાઓ રાજ કરી રહ્યા છે. પછી તે મુખ્ય ભવન હોય, પરીક્ષા વિભાગ હોય કે જનરલ ટોયલેટ.કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી સ્વચ્છતા અભિયાન પર ભાર મુકવામાં આવી રહ્યો છે. જો કે આ વાત સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં કંઈક વિરુધ્ધ જોવા મળી રહી છે.સ્વછતાના પાઠ ભણાવતી સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ખુદ જ અસ્વછ જોવા મળી રહી છે.
છેલ્લા ઘણા સમયથી મેઈન બિલ્ડીંગ, પરીક્ષા વિભાગ અને જનરલ ટોયલેટમાં ગંદકીના ગજ જોવા મળી રહ્યા છે. મેઈન બિલ્ડીંગમાં સેનેટ હોલની બારે તેમજ પરીક્ષા વિભાગમાં બાવાઓના ગજ જામી ગયા છે. ક્યાંક મધપૂડા તો ક્યાક કબૂતરોના ઘરનો વસવાટ છે. છત પરથી પાણી ટપકાવાની પણ ફરિયાદો મળી છે. ત્યારે ઉચ્ચક કોન્ટ્રાક્ટ સાફ સફાઇનો આપવામાં આવેલો છે.
માસિક 8થી 9 લાખ રૂપિયા અંદાજિત કોન્ટ્રાક્ટરને ચુકવાય છે.જે વિદ્યાર્થીઓની અને યુનિવર્સિટી અને તેના કર્મચારીઓની સુવિધા માટે ચુકવાય છે પણ ક્યાંક નેં ક્યાંક અધિકારીઓની ભ્રષ્ટનીતિ સામે આવી છે. ત્યારે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં જામેલા ’બાવાઓની’ ક્યારે સ્વછતા કરાશે?