વરસાદની અછત ના કારણે તળાવમાં નવા નીરની આવક ન થવાથી સામાજીક યુવા કાર્યકરની શાસક પક્ષના નેતાઓ, આગેવાનો, હોદેદારો તથા અધિકારીઓ સમક્ષ રજૂઆત
જસદણ પંથકના ખેડુતોને ખેતી માટે અને લોકોને પીવા માટે પાણી મળી રહે તે માટે રજવાડાઓએ પ્રજાની સુખાકારી માટે જસદણ નજીક બાખલવડ ગામે આલણસાગર તળાવ બંધાવ્યું હતું. પરંતુ ચાલુ વર્ષે વરસાદ ન હોવાથી હાલ આ તળાવમાં નવા નીરની આવક થઇ નથી ત્યારે આ તળાવ નર્મદાના નીરથી તાત્કાલીક ભરવામાં આવે એવી માંગણી શહેરના સામાજીક યુવા કાર્યકર પટેલ હરિભાઇ હિરપરાએ કરી છે એમણે જણાવ્યું હતું કે ગુજરાત સરકારની સૌની યોજના હેઠળ ગુજરાતના અનેક ગામોમાં ઠેક ઠેકાણી નર્મદાના નીરથી જળાશયો ભરવામાં આવે છે.
જસદણ વીછીંયા તાલુકાના પણ કેટલાક જળાશયો આ નીરથી ભરાયા પણ આલણસાગર તળાવ ભરવાની જાહેરાત થઇને વર્ષો વીતી ગયા પણ હજુ સુધી આ તળાવ નર્મદનાના નીરથી ભરાયું નથી તો આ બાબતે હરિભાઇએ જસદણ પંથકના શાસક પક્ષના નેતાઓ આગેવાનો હોદેદારો કાર્યકરો અને તંત્રના અધિકારીઓને જાહેર વિનંતી કરેલ છે કે જસદણનું આલણસાગર તળાવ ગુજરાત સરકારની યોજના થકીનર્મદાના નીરથી ભરવામાં આવે તેવી માંગ કરી છે.