રાજકોટ શહેરમાં રોંગ સાઇડ વાહન ચલાવવું, જયાં પ્રવેશ બંધ લખ્યું હોય ત્યાંથી જ શોર્ટ કટ લઇને નીકળવું ટ્રાફીક સીગ્નલ બંધ હોય ત્યારે નિયમનો ભંગ કરી જાણે ઉતાવળે આંબા પકાવવા હોય તેમાં વાહન લઇને નીકળી જવું, સાઇડ સીંગ્નલ ખુલ્લે ત્યારે જ જાણે બગીચામાં ફરવા નીકળ્યા હોય તેમ રાહદારીઓ રસ્તા ઓળંગવાની ચેષ્ઠા કરે છે જેના કારણે દરરોજ અનેક સ્થળે નાના મોટા અકસ્માતો સર્જાય અને ઘણી વખત આવી સામાન્ય બાબતોએ મોટા સ્વરૂપ ધારણ કરી લીધા હોવાના અનેક દાખલા પોલીસ ચોપડે નોંધાવ્યા છે.
આજે રોગ સાઇડ રોમીયો અભિયાનના પ્રથમ દિવસે અબતકની ટીમ શહેરના જુદા જુદા રાજમાર્ગો પર ફરીને રોંગ સાઇડ વાહન ચલાવી બિન્દાસ ફરતા વાહન ચાલકોને કેમેરામાં કેદ કરી લીધા હતા. જેમાં યાજ્ઞીક રોડ, ધર્મેન્દ્ર રોડ, બાપુના બાવલા પાસે, કરણસિંહજી રોડ, એ ડીવીઝન પોલીસ સ્ટેશન પાસે, કોટેચા ચોક, બીગબજાર ચોક સહીતના સ્થળોએ આ જનજાગૃતિ અભિયાનની પહેલ કરી હતી.
શહેરના ગૌરવ પથ કાલાવાડ રોડ કોટેચા ચોકમાં આજે સવારે અબતકની ટીમ દ્વારા ‘રોગ સાઇડ રોમીયો’ અભિયાન અંતર્ગત લોકોના અભિપ્રાયો જાળ્યા હતા આ વખતે સીકયુરીટીમાં નોકરી કરતા રમેશભાઇ નામના પ્રૌઢ કોટેચા ચોકથી રોંગ સાઇડમાં જલારામ પેટ્રોલ પંપ તરફ જતા મળી આવ્યા હતા.
ટ્રાફિકના નિયમોના ધજાગરા ઉડાડી રાજકોટની રોનકને ‘દાગી’ કરતા રોંગ સાઇડ રોમિયો
રમેશભાઇનો અભિપ્રાય લેવામાં આવતા તેઓએ કેમેરા સમક્ષ પોતાનું નિદેદન આપ્યું હતું કે અક્ષરસ આ મુજબ છે ‘પોલીસ અમને કાંઇ જ કહેતી નથી તો તો પોલીસ અહીયા ઉભો ના હોય હું તો પેટ્રોલ ભરાવવા જાઉ છું સીધો જાવ તો છે કે ફરીને આવવું પડે છે. કોઇને નુકશાની થતી નથી. હું રોગ સાઇડમાં નીરાંતે જ આવું છું. ભટકાય તો હું ઝડપી સ્પીડમાં તો જતો નથી. બેફામ તો હું નથી ચલાવતો કોઇ ભટફાડી જ ના શકે માટે મોટું થાય છે. તેમ કહી જતા રહ્યા હતા.’