રાજકોટના ગામ દેવતા એવા સ્વયંભૂ રામનાથ મહાદેવ પ્રત્યે રાજકોટવાસીઓ અપાર શ્રદ્વા ધરાવે છે. રામનાથ મહાદેવ મંદિરના ડેવલપ માટે રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં 178 કરોડની વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. વર્ષોથી ફાઇલમાં ભટકતો આ પ્રોજેક્ટ હવે સાકાર થવાની દિશામાં ચોક્કસ આગળ ધપી રહ્યો છે પરંતુ રામનાથ મહાદેવને પારાવાર ગંદકીમાંથી ક્યારે મુક્તિ મળશે તેવો સવાલ શિવભક્તોના મગજમાં સતત ઘૂમ્યા કરે છે.

ગામ આખાની ગંદકી આજી નદીમાં ઠાલવવામાં આવે છે. જે રામનાથ મહાદેવ મંદિર પાસે એકત્રિત થાય છે. મંદિરમાં દર્શનાર્થે આવતા ભાવિકોના માથા ફાટી જાય તેવી બેફામ દુર્ગંધ ફેલાઇ છે. તંત્ર દ્વારા મોટી-મોટી વાતો ચોક્કસ કરવામાં આવે છે પરંતુ જમીની હકિકત તદ્ન અલગ હોય છે.

હવે તાત્કાલીક અસરથી રામનાથ મહાદેવ મંદિરના ડેવલપમેન્ટની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવે તેવી લોકમાંગ પણ શિવભક્તોમાંથી ઉઠી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.