પછાત વિસ્તારોમાં કિલનીકો ખોલી બોગસ તબીબો લોકોના સ્વાસ્થ્ય સાથે કરતા ચેડા: ગંજીવાડા અને રેલનગરમાંથી વધુ બે ડિગ્રી વગરના ડોકટર ઝડપાયા

રાજકોટમાં કોરોનાની જેમ મુન્નાભાઈ એમબીબીએસ પણ ફાટી નિકળ્યા છે. સ્લમ વિસ્તારોમાં કોઈપણ જાતની મેડિકલ ડિગ્રી વગર તબીબી સારવાર કરી લોકોની સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા બોગસ તબીબોનો રાફડો ફાટયો હોય તેમ વધુ બે મુન્નાભાઈ એમબીબીએસ ઝડપાયા છે. ગંજીવાડા અને રેલનગરમાંથી વધુ બે બોગસ તબીબને એસઓજી અને ક્રાઈમ બ્રાંચનાં સ્ટાફે ઝડપી પાડયા છે. છેલ્લા એકાદ અઠવાડિયામાં જ પોલીસે પાંચ બોગસ તબીબોને ઝડપી પાડયા છે. જો પોલીસ દ્વારા સ્લમ વિસ્તારમાં ચાલતા કિલનીકો પર છાપા મારવામાં આવે તો હજી ઘણા મુન્નાભાઈ એમબીબીએસ ઝડપાય તેવી ભીતિ સેવાઈ રહી છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ એસ.ઓ.જી. પીઆઇ. આર.વાય. રાવલે બાતમી આધારે ગંજીવાડા મેઇન રોડ પર શેરી નં.૭૭ના કૃણા પર કલિનિલ ખોલી તબીબી પ્રેકટીસ કરતા કોઠારિયા રોડ પર કિશન સોસાયટી શેરી નં.૧૧માં રહેતો મનોજ ભાનુ જોટંગીયાને અટક કરી પૂછતાછ કરતા ચોકાવનારો ખુલાસો થયો હતો.પોલીસ પૂછપરછમાં મનોજ જોટંગીયાએ જણાવ્યુ હતુ કે પોતે ફકત ધોરણ ૧૨ પાસ હોય અને છેલ્લા ઘણા વર્ષોથી બોગસ તબીબ તરીકે પેકટીસ કરી આમ લોકોના સ્વાસ્થ સાથે ચેડા કરતો હતો. મનોજ જોટંગીયાએ ૨૦૧૨માં પણ બોગસ તબીબના ગૂનામાં થોરાળા પોલીસે ઝડપી પાડ્યો હતો. પરંતુ તેમ છતા જેલમાંથી છુટી ફરી તબીબી પ્રેકટિસ શરૂ કરી હતી. જાણવાની વાત એ છે કે છેલ્લા આઠ વર્ષથી બેરોકટકે પ્રેકટિસ કરતો હોવા છતા પોલીસ કે આરોગ્ય વિભાગને કોઇ ગંધ ન આવી ન હતી. અને લોકોની સ્વાસ્થય સાથે છેડા કરતો હતો.પોલીસે બોગસ તબીબીના કલિતિકમાંથી એલોપેથીક દવાઓ, ઇન્જેકસન અને રોકડા મળી રૂ.૩,૮૭૭નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. મનોજ જોટંગીયા કલિનિક તપાસ કરાવવા આવતા લોકો સાથે રૂ.૩૦ની ફી વસુલ કરી દવાઓ આપતો હોવાનુ જણાવ્યુ છે.

જયારે શહેરમાં ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ વી.કે. ગઢવી અને પી.એસ.આઇ ધાખડાને ચૌકકસ માહિતી મળતા રેલનગર વિસ્તારમાં છત્રપતિ શિવાજી ટાઉનશીપ કોમ્પ્લેક્ષમાં સ્નેહી કલિનિકમાં મેડીકલ પ્રેકટિસ કરતા કિશાનપરા ચોક પાસે શક્તિ કોલોની કુષ્ણાનગર એપાર્ટમેન્ટમાં રહેતો શૈલેષ વ્રજલાલ સૂચકને પૂછપરછ કરતા પોતાની પાસે કોઇ મેડિકલ ડિગ્રી ન હોવાનુ અને પોતે ફકત ધો.૧૨ પાસ જ હોવાનુ જણાવતા ક્રાઇમ બ્રાન્ચે બોગસ તબીબનો ગુનો નોંધી શૈલેષ સૂચકની ધરપકડ કરી છે. પોલીસ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ આરોપી શૈલેષ અગાઉ મેડિકલ સ્ટોરમાં કામ કરતો હતો અને ત્યાર બાદ એક તબીબને ત્યા કામે રહી ગયો હતો. જેનો અનુભવ મેળવી પોતે કલિનિક ખોલી તબીબી પ્રેકટીસ કરતો હોવાનું જણાવ્યુ હતું.

છેલ્લા એકાદ અઠવાડિયામાં જ શહેરમાંથી કુલ પાંચ બોગસ તબીબો ઝડપાયા છે. પછાત વિસ્તારોમાં કોઇ પણ જાતની ડિગ્રી વગર લોકોના સ્વાસ્ય સાથે ચેડા કરવા જેવા ગંભીર ગુનાઓ આચરવાની હિંમત શખ્સોમાં કેવી રીતે આવે છે. પોલીસ દ્વારા જો કડક કાર્યવાહી અને વધુ તપાસ કરવામાં આવે તો હજુ ઘણા મુન્નાભાઇ એમબીબીએસ મળી શકે તેમ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.