માનવ સભ્યતા અને ધર્મ સંસ્કૃતિના વિકાસના યુગો ની નિરંતર સફર ખેડીને આજના આધુનિક યુગના માનવીને કુદરતની શ્રેષ્ઠ પ્રકૃતિ બનવાનો શ્રેય પ્રાપ્ત થયો છે માનવીની આ સફળ સફર મા ધર્માનુરાગી, ધર્મ પારાયણ તા અને સતત સંઘર્ષમય ઇતિહાસને કારણભૂત માનવામાં આવે છે પરંતુ માનવ સભ્યતાના વિકાસ અને સનાતન સૃષ્ટિને મનુષ્યના શ્રેષ્ઠતમ સ્થાનનું જો સંપૂર્ણ શ્રેય આપવું હોય તો તે સ્વચ્છતાના સંસ્કારને આપી શકાય, પુથ્વી માત્રના જીવનમાં સૌથી વધુ સ્વચ્છતા નું આચરણ મનુષ્ય સિવાય કોઈ બીજું કરી શકતું નથી માનવ સભ્યતા સંસ્કૃતિ અને ધર્મ પારાયણ ધામમાં પણ સ્વચ્છતા નું મહત્વ છે.
સ્વચ્છતાને પ્રભુતા ગણવામાં આવે છે ધર્મ સહિત આમાં પણ પવિત્રતાના આયામ થી માનવ સમાજને સ્વચ્છતા સાથે જોડી રાખવાનું એક ગૂઢ રહસ્ય સમાયુ છે સ્વચ્છતા હોય ત્યાં સાત્વિકતા, સાત્વિકતા હોય ત્યાં જ સ્વાસ્થ્ય, સ્વાસ્થ્ય નીરોગી અને દીર્ઘાયુ સમાજ વ્યવસ્થા નો મુખ્ય આધાર છે, ધર્મ અને સત્ય પણ સ્વચ્છતાથી પ્રાપ્ત થાય છે, માનવીએ પર્યાવરણ જીવન સમાજ પરિવાર અને પોતાના દેહ સુધી ખૂબ જ સારી રીતે સ્વચ્છતા ની જાળવણી કરવામાં સફળ રહ્યો છે, પરંતુ હજુ સ્વચ્છતાને આત્મસિદ્ધિ હમણાં સુધી પહોંચાડવામાં ક્યાંકને ક્યાંક કંજુસાઈ કરતો હોય તેવી પ્રતીતિ ઊભી થઈ છે.
સમાજ પર્યાવરણ ની સ્વચ્છતા થકી માનવી સમાજ અને પૃથ્વીનું વાતાવરણ સુખમય બનાવવામાં સફળ થયું છે પરંતુ માનવ સમાજને હજુ રાગ દ્રેષ દુઃખ ઈર્ષા રોગ અને મનના અશાંતિના ભાવ કલેસ જેવા નકારાત્મક સંજોગોના દુઃખમાંથી સંપૂર્ણ મુક્તિ મળી નથી આ એ વાતની સાબિતી આપે છે કે માણસ સમાજ પર્યાવરણ અને તન ને ચોખ્ખું રાખવા માં સફળ થયો હશે પરંતુ મનની સ્વચ્છતા પામી ન શક્યો હોય, માનવ સમાજમાં હજુ ની સહાયતા, રાગ દ્વેષ, પીડા, દુઃખ, નિર્બળતા અને અશુદ્ધિ ગંદકી પ્રવર્તી રહી છે.
સમાજની જવાબદારી હોય કે રાજકીય મંચ માણસ સંપૂર્ણ પડે પોતાની નૈતિકતા અને આત્મશુદ્ધિ સંપૂર્ણપણે સ્વચ્છ થઈ શક્યો નથી, મનુષ્ય સ્નાન, શું વસ્ત્ર અને સજ્જન જીવનશૈલીથી સુઘડ દેખાવા લાગ્યો છે પરંતુ મનના ભાવ વધુ સ્વસ્થ થયા નથી જ્યારે માનવી ચોખ્ખું થઈ જશે ત્યારે સમાજમાં ક્યાંય કોઈ દુઃખ નહીં રહે.