જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી ગોવિંદ દનીચાએ મુખ્યમંત્રી તથા કચ્છ જિલ્લા પ્રશાસનને કરેલી રજૂઆત
દેશ મા કોરોના ની બીજી લહેર વચ્ચે આ વર્ષે ચોમાસુ સારુ તેમજ સમયસર રહેવાનો વરતારો હવામાન વિભાગે કર્યો છે ત્યારે કચ્છ મા પ્રીમોનશુંન ની કામગીરી હજુ કાગળ પર જ દેખાઈ રહી છે ત્યારે ગયા વર્ષ ની જેમ ચોમાસાની ઋતુમાં ઊંઘતા ઝડપાઈ ના જઈએ તે માટે આગોતરા આયોજન કરવામાં આવે તેવી માંગ કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ ના મંત્રી ગોવિંદ દનીચા એ ગુજરાત સરકાર તેમજ કચ્છ જિલ્લા પ્રશાસન પાસે રજૂઆત કરી છે.
દનીચા એ જણાવ્યુ હતું કે ” હવામાન વિભાગે ચોમાસાનું સમયસર આગમન થવાની સાથે સાથે આ વર્ષે 98 ટકા જેટલુ ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. છેલ્લા બે વર્ષથી ગુજરાત માં ચોમાસુ સરેરાશ કરતાં વધુ છે આથી કોરોના કાળ મા બીજી લહેર ના પગલે આર્થિક પ્રવુતિઓ પર ગંભીર અસર થઈ છે ત્યારે સરકાર કચ્છ જિલ્લા મા આવેલ મોટા ભાગના જળાસ્યો , ચેક ડેમો, પુલિયાઓ ના અધૂરા મુકાયેલા કામો , માર્ગો પર પડેલાં ઠેર ઠેર મોટા મોટા ખાડાઓ તેમજ ઠેક ઠેકાણે આવેલા દાય વર્જન ના કારણે ચોમાસા દરમ્યાન અકસ્માતો સર્જાય તેવી ભીતી સેવાઈ રહી છે ત્યારે આવા મહત્વના કામો બાબતે ત્વરિત બેઠકો કરી અધૂરા મુકાયેલા કામોને ઝડપથી પૂરા કરાવવાની ખાસ જરૂર છે.
ગાંધીધામ સંકુલ મા દર વર્ષે ચોમાસા દરમિયાન શહેર ના આંતરિક માર્ગો પર અને ગટરોની નિયમિત સ્ફાઈ કાર્ય કરવામાં ન આવતા પાણી ભરાઈ જાય છે અને તેનો નિકાલ કરવાનો વર્ષો થી કોઈ પણ પ્રકારનું પૂરતું આયોજન ન હોવાથી લોકો ના ઘરોમા અને દુકાનો માં ફૂટ થી દોઢ ફુટ જેટલુ પાણી ભરાઈ જાય છે . છેલ્લા 25 વર્ષ થી એકધારી રીતે બીજેપી શાસન સાંભળી રહી છે તેમ છતા આ સમસ્યાઓનું સમાધાન લાવવામાં તંત્ર તદન નિષ્ફળ રહ્યું છે. થોડા દિવસો અગાઉ ગાંધીધામ સંકુલ મા બિન મોસમ એક થી દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો તેમાં પણ માર્ગો ઉપર પાણી ભરાઈ ગયા હતા ત્યારે વધુ વરસાદ ખાબક્શે ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાશે તે ચિન્તાની વિષય છે. દનીચા એ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે દર વર્ષે ચોમાસા અગાઉ ગાંધીધામ સંકુલ ના મુખ્ય નાલા સાફ કરવા માટે લાખો રૂપિયાના ટેન્ડર બહાર પાડવામાં આવે છે અને આ નાળા ઓ ની સફઈ કામગીરી કેવી થાયે છે? તે બાબતે લોકો હવે અજાણ રહ્ય નથી. ગયા વર્ષે જ આ નાળાઓ નું મરમત કાર્ય કરવા પાછળ લોકો ના ટેક્સ ના લાખો રૂપિયાનો આંધાણ કર્યા પછી પણ દર વર્ષે પુન: સફાઇ કરવા ની શી જરૂર છે ? નગર પાલિકા શહેર ની સફાઇ કરવા માટે દર મહિને લાખો રૂપિયા ખાનગી એજેન્સી ને ચૂકવે છે તો તો આ વરસાદી નાળા મા કચરો કયા થી આવે છે ? નગર પાલિકા દર વર્ષે પ્રી મોનશુન ની કામગીરી ના નામે પ્રજા ના પૈસા નું ધુમાડો કરી મોટા પાયે ભ્રષ્ટાચાર આચરી રહ્યાંની રાવ અવાર નવાર સાંભળવા મળી રહી છે ત્યારે નગર પાલિકા દ્વારા જે કંઈ કામગીરી હાથ ધરે તેમાં થર્ડ પાર્ટી ઇન્સપેક્સન નીચે જ કામ કરે તેવી લોકો ની લાગણી અને માંગણી છે તેવું દનીચા એ રજૂઆત મા જણાવ્યુ હતું.