ભારતમાં લોકતંત્ર ને સાત દાયકાનો સમય વીતી ચૂક્યો છેસ્વતંત્રતાના આ સમયગાળા મુજબ ભારત લોકતંત્ર હવે અવશ્યપણે પરિપકવ ગણાય પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે હજુ આપણું સંપૂર્ણસ્વનિર્ભર હજુ જોજનો દૂર હોય તેવું લાગે છે ભારતમાં બૌદ્ધિકઆત્મનિર્ભરતા માટે હજુ વિશ્વના અન્ય દેશો આપણે ઘણા પાછળ ચાલતા હોય એવું વારંવાર ઉજાગર થતી રહે છે અત્યારે વિશ્વ મંચ પર એક જમાનાના વિશ્વ ગુરુ ની આભાધરાવતાભારત પાસે આયુર્વેદિક ઔષધ વિજ્ઞાન અને ચિકિત્સા પદ્ધતિ નો ડાયરો નહીં પરંતુ સદીઓ જૂનો અનુભવ અને પરંપરાગત રીતે હસ્તગત કરેલી સ્વાસ્થ્ય જાળવણી પદ્ધતિ હોવા છતાં ભારત તેની મૂળભૂત વિરાસત જેવા એ અનુભવ અને ના ભંડારનો પોતાના નામથી ઉપયોગ કરી શકતું નથી અત્યારની જ વાત કરીએ તો કોરોના વૈશ્વિક ઉપદ્રવમાં ભારતમાં આયુર્વેદિક અને હોમિયોપથી મૂળભૂત દવાઓ અને ઉકાળા કોરોનો અક્સીર ઈલાજ તરીકે કામ આવી રહ્યા છે આ જ તત્વો દ્વારા રશિયાએ સ્પુટનિક વી રસી નું નિર્માણ કર્યું છે ત્યારે ભારતની કમનસીબી એ છે કે આપણે આપણી મૂળભૂત ઓષધીઓ અને પરંપરાઓ ના પેટન ની નોંધણી માં ખૂબ જ ઉદાસીનતા સેવી રહ્યા છીએ આપણી આવડત શોધ અને પરંપરાગતવિરસદ થી શીખેલા વિદેશ ના વૈજ્ઞાનિક પોતાના નામે ભારતની પરંપરાઓ ની પેટન નોંધ કરાવી લેશે આપણે પરોક્ષ રીતે હજુ પણ પરતંત્રતા ની માનસિકતામાંથી બહાર આવ્યા નથી આપણે ખરેખર માનસિક રીતે કરવામાં આવતી વિદેશીઓની પ્રબુદ્ધ ગુલામીમાંથી મુક્ત થવાની જરૂર છે વિશ્વના મોટાભાગના વિકસિત અને ઔદ્યોગિક સાહસિક અને વિજ્ઞાન પ્રગતિ કરનાર દેશો ભારતના બુદ્ધિધનનો ઉપયોગ કરીને નામના મેળવે છે નાસાજેવી આંતરરાષ્ટ્રીય સંસ્થા માં પણ મૂળ ભારતીયોની બુદ્ધિ પ્રતિભાનો ઉપયોગ થાય છે પરંતુ તે અમેરિકાના નામે ચાલે છે હળદર સૂંઠ થી લઈને અંક ગણિત બીજગણિત અને ગણિત વિજ્ઞાનના મૂળભૂત સિદ્ધાંતો હોઈકે ચપટી નમક અને ધુળનો ઉપયોગકેવી રીતે માનવ સમાજના વિકાસ માટે અને ઉપયોગ માટે કરી શકાય તેના પાયાના સિદ્ધાંતો ભારતની પ્રતિભા દ્વારા આપવામાં આવે છે પરંતુ તેની પેટન વિદેશીઓના નામે થાય છે અને આપણી સંશોધન કલા અને વિરાસત નો ઉપયોગ આપણે બીજાની ઉપલબ્ધિ તરીકે કરતા આવીએ છીએ ભારતની આઝાદીને સાત દાયકાનો સમય વીતી ચૂક્યો છતાં આપણે હજી માનસિક ગુલામી આ યુગમાં જીવી રહ્યા હોય તેમ ભારત ખરેખર આઝાદ ક્યારે થશે? તેવો યક્ષપ્રશ્ન ચર્ચાતો રહેશે ભારતમાં આત્મનિર્ભરતા દરેક ક્ષેત્રમાં સરળ રીતે આગળ વધી રહી છે ત્યારબૌદ્ધિક રીતે ભારત ને સાચી રીતે આત્મનિર્ભર થવાની જરૂર છે ભારત અને ભારતીય પોતાની ઉપલબ્ધિઓ ની જ્યારે સાચી સમજ અને ઉપયોગ વિશ્વને ખુલ્લેઆમ સમજાવતા થશે ત્યારે ભારત આઝાદ થયેલો ગણાશે સ્વામી વિવેકાનંદ દાયકાઓ પહેલા ભારતની ખરી ઓળખ અને તેનું સન્માન વિશ્વ સમાજ સામે મૂક્યું હતું આજે કેટલાક નિશ્ચિત સંજોગોને લઇને જાણે આપણે આપણું આ હીરભૂલીને જગતમાં વામણા થઈને રહેવા લાગ્યા છીએ તેવું ચિત્ર ઊભું થયું છે ત્યારે ભારતની મહાનતા અને તેના બુદ્ધિ પ્રતિભા વિશ્વ સારી રીતે સમજે અને ભારતની ઉપલબ્ધિ ભારતના નામે જ લખાય તે માટે આપણી જાગૃતિ અને લોકતંત્રની પરિપકવતા હવે સમયનો તકાજો બને છે
Trending
- જ્યુડીશરી સેવામાં કંઈ જ ઘટવા નહીં દેવાય: “સમરસ પેનલનો સંકલ્પ”
- પ્રોટેકશન બિલ અને સ્ટાઈપેન્ડ માટે લડત ચલાવવાનો “એક્ટિવ પેનલનો નિર્ધાર”
- વડોદરાના સોમા તળાવ પાસેના ફ્લાયઓવરની ડિઝાઈનમાં કેમ ફેરફાર કરાયો..?
- કોંગોમાં ગંભીર મેલેરિયા તરીકે જોવા મળ્યો અજાણ્યો રોગ, જાણો કેમ દેખાય છે આટલો અલગ
- સુરત : બ્રેઈન ડેડ વ્યક્તિએ સુરતમાં 7 લોકોને આપ્યું નવું જીવન
- ચીને કૈલાશ માન સરોવર, નદીઓ અને સરહદ વેપારને લઈને સંધિ સાધી!!!
- વાર્ષિક 24%ના દરે આગામી 5 વર્ષ ભારત પ્રવાસન ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરશે!!!
- બનાસકાંઠા જિલ્લાનું મસાલી દેશનું પ્રથમ સરહદી સોલાર વીલેજ બન્યું