દ્વારકા સમાચાર
દ્વારકા ગોમતી ઘાટ ઉપર પંચકુઇ ધાર્મિક તીર્થ ક્ષેત્ર અને બીચને જોડતો સુદામા સેતુ ઓક્ટોમ્બર -2022 માં મરામત માટે બંધ કરી દીધા પછી સરકારી અધિકારીઓની ઘોર બેદરકારી અને નિષ્ફળ વહીવટના કારણે બંધ પડયો હોય જેથી દેશ – વિદેશથી આવતા પ્રવાસીઓમાં તંત્ર પ્રત્યે ખુબ જ નિંદા થર્ઇ રહી છે એટલું નહી પરંતુ સુદામા સેતુના રીઝર્વ પડેલા નાણા રીપેરીંગ પાછળ ન વપરાતા સુદામા સેતુ સોસાયટીએ રૂપિયા 11 લાખનો ઇન્કમ ટેક્સ ભરવો પડયો હતો જાણવા મળતી વિગતો મુજબ ઓક્ટોમ્બર -2022 ના રોજ સુદામા સેતુને રીપેરીંગ કરવાના બહાને બંધ કરવામાં આવ્યો હતો.
જેને આજે એક વર્ષ ઉપરનો સમય થવા આવ્યો છતાં સરકારી અધિકારીઓએ સુદામા સેતુની મરામત માટે કશી ઠોસ કાર્યવાહી કરી માત્ર રેકડ ઉપર વાર્તાઓ કરી સમય જ પસાર કરયે રાખ્યો છે. સુદામા સેતુને ફરીથી રીપેરીંગ કરી ફરીથી પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવા હાલારના સાંસદ પુનમબેન માડમ, સ્થાનિક ધારાસભ્ય પબુભા માણેક અને હોટેલ એસોસિએશન એ વારંવાર રજૂઆત કરી માંગ ઉઠાવી છે પરતું સરકારી અધિકારી આ પ્રશ્ને શા માટે જાગતા નર્થી તે એક સૂચક બાબત ગણાવાઈ રહી છે પ્રાથમિક વિગતો મુજબ સુદામા સેતુની રોજબરોજ પાંચ હજારર્થી વધુ પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે. જેનાથી સુદામા સેતુ સોસાયટીને દૈનિક રૂપિયા પચાસ હજાર જેટલી નાણાકીય આવક પણ થાય છે .અને યાત્રિકો ધામિક તીર્થો જોવા જેવું પ્રવાસનનું એક આર્કષણ નું કેન્દ્ર બિંદુ પણ છે. જો સુદામા સેતુને તાત્કાલીક અસર ર્થી મરામત કરી ફરી ર્થી શરૂ કરવામાં આવે તો પ્રવાસી ઓ પુંચકઈ બીચ અને બીચ ઉપર આવેલ ધામિક સ્થળ પુંચકઈ તીર્થ ની મુલાકાત લઇ શકે અને ચાર કલાક જેટલો સમય આ સ્થ્ળ ઉપર કાઢી શકે.