બાળક રડતું નહી પણ ‘હસતું’ આવે તે શાળા શ્રેષ્ઠ કહેવાય પણ આજે આવી શાળા કેટલી ? તરંગ – ઉલ્લાસમય અભ્યાસક્રમ સાથે જોયફૂલ લનીંગ જ બાળકનો સંર્વાગી વિકાસ કરે છે.
શાળાના પ્રથમ દિવસથી તેની સંભાળ સાથે તેને સાંભળીને પ્રવૃત્તિમય શિક્ષણનું જોડાણ તેની આંતરીક ખીલવણી સાથે તેની છૂપી કલાને પ્રોત્સાહિત કરે છે.
નવા સત્રના પ્રારંભે તથા વેકેશન બાદના શરૂઆતના ગાળામાં નાના બાળકોની સંભાળ – સમજ માટે શિક્ષણોની બાળ મનોવિજ્ઞાનની સજજતા અતિ જરૂરી
જુના જમાનાની કે આજની વાત બાળક શાળા પ્રવેશના પ્રથમ દિવસે રડતું આવતું હોય છે, આસમસ્યાથી બચવા તેને બાલમંદિરમાં પ્રથમ હેવાયો કરીને મા-બાપ તેને એ વાતાવરણ પુરુ પાડે છે. પણ તોય બાળક નવી શિક્ષણના પગથીયા ચડતા મમ્મી- પપ્પા કે પરિવારના સભ્યો સાથે રડતો જ આવતો જોવા મળે છે. આ પાછળ ઘણા કારણે હોય શકે પણ એકવાત નકકી છે કે બાળક શાળામાં જો હસતું આવે તો એ શાળા શ્રેષ્ઠ ગણી શકાય. બાળક તેના પરિવારના માહોલમાંથી અજાણ્યા માહોલમાં એકલું પાંચ કલાક પ્રથમવાર આવે ત્યારે સ્વભાવિક હોવા જ લાગે એ હકિકત છે પણ શિક્ષણ અને શાળા સંકુલ જો એવું વાતાવરણ નિર્માણ કરે તો જ બાળકને આવવું ગમે અને બોલવું કે રમવું ગમે છે.
નવા શૈક્ષણીક સત્રનો ઘણી પ્રાથમિક શાળા કે બાલમંદિરો આજથી ખુલ્લી ગયા ત્યારે બાળકોનું સ્વાગત સાથે મોઢું મીઠું કરીને આવકાર્યા હતા. જો કે સરકારી શાળા આવતી 13 ગુનાથી ખુલ્લી રહી છે. છેલ્લો દોઢ કલાકથી ધો.1 માં પ્રવેશ પામેલા બાળકોને વાજતે – ગાજતે ઢોલ નગારા, શરણાઇના સુરે આંગળી પકકડીને શાળા પ્રવેશ કરાય છે, કુમ કુમ તીલક કરીને બાળકોના પુજન સાથે તેને જ્ઞાન દિક્ષાનો આરંભ કરાવાય છે. જે ખુબ જ સારી બાબત છે અને તેના સારા પરિણામો પણ મળ્યા છે.
ઉનાળુ વેકેશન બાદ નવા શૈક્ષણીક સત્રનો પ્રારંભ થતો હોય તેનું મહત્વ વધારે છે. તો શિયાળું વેકેશન દિવાળીના તહેવારો બાદ ખુલ્લુ હોવાથી બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતો હોવાથી તેનું પણ મહત્વ છે. કોઇપણ માનવીના જીવનમાં શાળાનો પ્રથમ દિવસ જીવનભર યાદ રહેતો હોય છે. પ્રથમ દિવસના મળેલા અનુભવોના આધારે નાનકડું બાળક ઘણું શીખતો હોય છે. શાળા જીવન તેના જીવનમાં અતિ મહત્વનું એટલા માટે છે કે તેના કારણે જીવનનું ભાથુ, શિસ્ત, વ્યવસ્થા જેવા ઘણાં જીવન મૂલ્યોનું શિક્ષણ તેને મળતા હોય છે.
જ્ઞાન સત્રનાં આરંભના ત્રણ ચાર દિવસના અનુભવોથી બાળકના રૂટીંગ જીવનમાં બદલાવ જોવા મળતો હોય છે. તેના જેવડા નાનકડા બાળકો મિત્ર બનતા નવા આવેલા છાત્રને સધિયારો મળતા તે થોડી શકત અનુભવે છે. આ સમયે શાળાનું વાતાવરણ, આચાર્ય, શિક્ષકોની ભૂમિકા અતિમહત્વની હોય છે. બાળકોને પડતી મુશ્કેલીમાં ત્વરીત માર્ગદર્શન મળતાં તેના માનસપટ પર વિશિષ્ટ છાપ ઉપસે છે. નાના ધોરણમાં મહિલા ટીચરો જ હોવા જોઇએ તેમ બાલ મનોવિજ્ઞાન કહે છે કારણ કે નાનકડા બાળકની વ્યથા એક સ્ત્રી જ સમજી શકે છે. નાના બાળક ને મમ્મી છુટું પડવું ગમતું ન હોવાને તે રડવા લાગે છે, આ વાત એક નાના બાળકે જ આલેખ લખનારને જણાવી છે ત્યારે શાળાનાં શિક્ષકો જ તેના મા-બાપ જેટલો પ્રેમ આપવા લાગે તો એ કયારેય રહે નહીં.
મારા તમારા કે સૌના જીવનમાં પ્રથમિક કે હાઇસ્કુલના સ્કુલ મિત્રો જીવનભર યાદ આવતાં હોય છે. શાળા જીવનનાં 10 કે 1ર વર્ષ જીવનભરનું અમુલ્ય સંભારણું છે તેથી તે ઘણા વર્ષે મળે ત્યારે આપણને સ્વર્ગ મળ્યાનો આનંદ આવતો હોય છે અને કલાકો સુધી એ જાુના સંસ્મરણો વાળો ગતા હોય છે. નાનાકડું બાળક શિક્ષણની વાત મા-બાપ કરતા વધારે માને છે કે કહે તે જ ગણિતની રીતે સાચી, મમ્મી-પપ્પા કહે તે ખોટું જ ગણે છે. શાળાની દરેક વાતો, બાળગીતો, મિત્રની વાત: મેડમની સાડી કે ડ્રેસની વાત સાથે શાળાની સારી, નરસી વાત પરિવારને કહે છે. મા-બાપે પણ માસમાં એક-બે વાર ટીચરની મુલાકાત લઇને પ્રોગ્રેસ રીપોર્ટ જાણવો જરુરી છે. જો કે આજે વાલી મીટીંગ થતી જ હોય છે તો પણ વ્યકિત રીપોર્ટ જાણવો જરુરી છે.
દરેક મા-બાપે પણ નવા પ્રવેશ પ્રારંભે એક માસ તેને પ્રેમ, હુંફ અને લાગણી આપવી જ જોઇએ જેના કારણે તેની વ્યથી કે મુશ્કેલી રજુ કરી શકી છે. નાનકડું બાળક રની રહેણી-કરણી, ભૌગોલિક વાતાવરણમાંથી ઘણું શીખીને શાળાએ આવતો હોય ત્યારે શિક્ષકે તેના પ્રારંભના દિવસે તેની ક્ષમતા, રસ, રૂચિ, વલણોનો અભ્યાસ કરીને તેનામાં પડેલી છૂપી કલાને પ્રોત્સાહન આપવું જોઇએ. આજકાલ તો પ્રોગ્રામ રિપોર્ટ કાર્ડ ભરાય છે જે વર્ષ પૂર્ણ થયે ઉપલા ધોરણના તેના નવા ટીચરને અપાતા બાળક વિશે તમામ માહીતી મળી જતી હોય છે.
શાળાનો પ્રથમ દિવસ બાળક માટે રૂટીંગ પ્રક્રિયામાંથી બહાર નીકળીને જવા માહોલમાં તણાવ પૂર્ણ જોવા મળે છે. તેના કારણોમાં નવી જગ્યાને નવો માહોલ એમાં પણ પરિવારના સભ્યોની ગેરહારજીથી બાળક મુંઝાય છે. કદાચ તેથી જ બાળક રડવા લાગે છે. જેમ જેમ તેને રસ પડવા લાગે છે તેમ તેમ ત પોતાનું દફકત, પુસ્તકો વિગેરે જાગૃત થતો હોય છે. એક સમય બાદ તે શિક્ષણની રૂટીંગ પ્રક્રિયામાં ગોઠવાઇ જતાં બધુ નોરમલ થઇ જાય છે. પણ શાળા સંકુલ અને શિક્ષકો તથા મા-બાપે આ સમયગાળામા તેનું જતન કરવું જરુરી નહી પણ ફરજીયાત કાર્ય મારી દ્રષ્ટિએ હોય શકે છે. તમારું બાળક શિક્ષકને સોંપો ત્યારે વર્ગ ખંડમાં પણ શિક્ષકે તેની સાથે નરમાશ ભર્યુ વલણ દાખવવું જરુરી છે.
આપણું જીવન નવીન ઘટનાઓથી ભરેલું છે. જેનો આપણે જુદો જુદો અનુભવ કરીએ છીએ ત્યારે શાળાનો પ્રથમ દિવસ જીવનનો સૌથી અગત્યનો પાર્ટ છે. સારા અનુભવો થાય તો તેના વિકાસમાં એ રીતે અને જો ખરાબ અનુભવ તેના માનસ પટ પર કોતરાય જાય તો ઘણી મુશ્કેલી પડતી જોવા મળે છે. આ સમસ્યા નિવારણ માટે દરેક શાળામાં કાઉન્સીલરની વ્યવસ્થા હોવી જરુરી છે. પ્રથમ દિવસ એટલે આનંદ ઉત્સાહ અને ઉમંગનો દિવસને જ્ઞાન સાથે ગમ્મતનો દિવસ હોય છે.
નાના બાળકો માટે આનંદમય શિક્ષણ જ તેના સંર્વાગી વિકાસ માટે શ્રેષ્ઠ છે, અહી તેને ભણાવવાની ઉતાવળ શિક્ષકે કયારેય ન કરવી કારણ કે જો તે સેટ નહી હોય તો તેને રસ નહી પડે જેથી તે અન્ય બાળક કરતાં મોડું શીખશે, તેથી અહી શિક્ષણ ની તમામ પ્રકારે કસોટી થતી હોય છે.
બાળક ઉવાચ… ‘મને સાંભળો ત ખરા’ !!
આપણી શિક્ષણ પઘ્ધતિમાં નાના ધોરણોને કયારે મહત્વ અપાતું નથી કે તેની સંભાળ લેવાતી નથી જેને કારણે તેનું પાયાનું શિક્ષણ કાચું રહેતું હોવાથી તેનું વાંચન – ગણન – લેખન નબળું જોવા મળે છે. શિક્ષકોએ બાળકોને સમજવા અને સાંભળવાની જરૂર છે. આપણે તેના સર – રૂચી – વલણોને કયારે ઘ્યાને લીધા જ નથી. આપણી પરીક્ષા પઘ્ધતિમાં પણ ઘર મૂળથી ફેરફાર કરવાની જરૂરિયાત છે. મૂલ્યાંકનનુઁ માપદંડ દરેક બાળક માટે અલગ અલગ હોય શકે તેથી તેની ક્ષમતા આધારીત કે વય – કક્ષા મુજબ મુલ્યાંકન જરુરીછે. બાળ માનસને સમજવા માટે શિક્ષણ ‘બાળ મનોવિજ્ઞાન’ની સંપૂર્ણ સમજવાળો હોવો જરુરી છે. પ્રિ-સ્કુલથી જો બાળકની સંભાળ લેવાય તો જ તેનો સંવાગી વિકાસ થઇ શકે છે.