વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રિ વિજયભાઇ રૂપાણીને પત્ર લખી સુચન કરતા કોંગ્રેસના પ્રદેશ નેતા મેહશ રાજપૂત 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ મંત્રી મહેશભાઇ રાજપૂતે જણાવ્યું છે કે ભારત દેશની અંદર કોરોનાની ભયંકર પરિસ્થિતિ હોય અને કોરોનાની એક લહેર ચાલતી હોય અને રોજબરોજ લાખોની સંખ્યામાં લોકો સંક્રમિત થઇ રહ્યા છે. દેશમાં મૃત્યઆંક પણ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. અને આવી પરિસ્થિતિમાં ભારતના તમામ રાજયોમાં તબીબીઓ અને નસિંગ સ્ટાફની તીવ્ર અછત જોવા મળી છે. ત્યારે આ અછત દુર કરવા માટે વિદેશમાં મેડીકલ અભ્યાસ કરી અને ડોકટરી અભ્યાસ પૂર્ણ કરી આવેલા આ ડોકટરોનો ઉપયોગ કોરોના સંક્રમિત લોકોના આરોગ્થ્યના કલ્યાણાર્થે કરવો જોઇએ તેવું સુચન ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતા મહેશ રાજપૂત કર્યુ છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને લખેલા પત્રમાં મહેશ રાજપૂતે કહ્યું કે ગુજરાત જ નહીં પરંતુ દેશના ઘણા રાજયોમાં રોજેરોજ દર્દીઓની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. સરકારી તેમજ ખાનગી હોસ્પિટલો હાઉસફુલ થઇ ગયેલ છે. હોસ્પિટલોમાં બેડ ખાલી નથી અને તબીબી તથા નસિંગ સ્ટાફ અવિરત પણે દર્દીઓની સારવાર કરી રહ્યો છે.

તબીબીઓ તથા નસિંગ સ્ટાફ છેલ્લા દોઢ વર્ષથી દર્દીની સેવામાં વ્યસ્ત છે અને તેને કારણે તેઓ પણ મોટી સંખ્યામાં કોરોના સંક્રમિત થયા છે. તબીબના પરિવારજનો કોરોના પોઝિટીવ થઇ સારવાર લઇ રહ્યા છે આવી પરિિસ્થિતિમાં હોસ્પિટલોમાં તબીબીઓ અને નસિંગ સ્ટાફની પણ ખેંચ જોવા મળી રહી છે.

એકલા ગુજરાતમા જ લગભગ આશરે ર0 થી રપ હજાર જેટલા સ્ટુડન્ટો ડોકટરનો વિદેશમાં અભ્યાસ પૂર્ણ કરી આવી ગયેલ છે. દેશમાં આવા ડોકટરો જેઓ વિદેશથી ભણીને ભારત દેશમાં પરત આવી ગયા છે. દેશમાં આવા લોકોની સંખ્યા લગભગ 4.5 થી પ લાખ ડોકટરોની સંખ્યા થવા જઇ રહી છે.

જો કેન્દ્ર સરકાર આ તમામને કોરોનાની સારવાર માટે બોલાવે તો તેઓ ચોકકસપણે આવવા તૈયાર થાય સરકારે આવા લોકો માટે ખાસ પ્રકારનું પેકેજ પણ જાહેર કરવું જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.