દર વર્ષે રાજ્યમાં માર્ગ અકસ્માતમાં હજારો લોકો કાળનો કોળિયો બનતા હોય છે અને મોટાભાગના અકસ્માત ટ્રાફિક નિયમ ભંગ થવાના કારણે સર્જાતા હોય છે ત્યારે લોકોમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતતા આવે તેવા ઉદેશ્ય સાથે દર વર્ષે જાન્યુઆરી માસની રોડ સેફટી અવેરનેસ માસ તરીકે ઉજવણી કરવામાં આવે છે જયારે બીજી બાજુ ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા નિયમ તોડ વાહન ચાલકોને કરોડો રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવે છે તેમ છતાં દુર્ભાગ્યવશ એવુ કહેવું પડે છે કે, હજુ પણ આપણે ટ્રાફિક નિયમો અંગે જાગૃત થતાં નથી. કમનસીબે એવુ કહેવુ પડે છે કે, આપણે તો ટ્રાફિક પોઇન્ટ એટલે કે સિગ્નલ ઉપર પણ ટ્રાફિક નિયમોનું પાલન કરવા તૈયાર નથી.
ઉપરોક્ત તસ્વીર જામ ટાવર ચોકનો છે. આ તસ્વીરના જોઈ શકાય છે કે, ટ્રાફિક પોઇન્ટ પર ડાબી બાજુ વળી જવા માંગતા વાહનો માટે ડિવાઈડર રૂપી પોલ ઉભા કરવામાં આવ્યા હતા જેથી ડાબી બાજુ વળી જવા માંગતા વાહનો સરળતાથી વળી શકે પણ વાહનોચાલકોએ આ પોલ ઉપર જ વાહન ફેરવી દેતા હાલ પોલ મરણપથારીએ છે જેના લીધે હવે આ પોલ સુવિધા નહિ પણ અડચણરૂપ બની ગયાં છે. ટ્રાફિક સમસ્યા નિવારવાની વાતો આપણે સૌ કરતા હોઈએ છીએ પણ સમસ્યાનો હલ કરવો હશે તો શરૂઆત પોતાની જાતથી કરવી જ પડશે નહીંતર ટ્રાફિક સમસ્યાનો હલ તો દૂર આપણે દરરોજ અલગ અલગ અકસ્માતના કિસ્સા જ સાંભળવા પડશે અને આપણી પાસે અકસ્માતમાં કાળનો કોળિયો બનતા લોકો માટે ફક્ત એક જ શબ્દ હશે ’ઓમ શાંતિ’.