“ફોજદારે નવા જિલ્લામાં નિમણૂંક થાય ત્યારે જો તેને લાગવગ ભલામણ ન હોય તો નિમણૂંક માટે પોતાની કાબેલિયત સાબિત કરવી પડે !
માંગરોળમાં દિવાળી પોલીસને હોળી
માંગરોળના જે ત્રણ સંવેદનશીલ પ્રશ્ર્ન હતા તેમાં નો એક પ્રશ્ર્ન હતો કોમવાદનો આઝાદી પહેલા અને અંગ્રેજોએ કુટનીતિ કર્યા પહેલા હિન્દુસ્તાનમાં તમામ કોમો ભાઈચારાથી અને માનવતાથી હળી મળીને જ રહેતી હતી. પરંતુ લુચ્ચા અંગ્રેજોએ દેશને આઝાદીઆપતા પહેલા જ કોમવાદના વિષ રૂપ બીજો વાવી દીધા હતા કે હિન્દુસ્તાનની પ્રજા આઝાદી પછી સુખશાંતિથી રહી શકે નહિ અને તોફાનોને કારણે દેશની પ્રગતિ પણ થાય નહિ વળી આવા તોફાની અને અસલામતી ભર્યા સંજોગોમાં જનતા એવું વિચારે કે આ આઝાદી કરતા અંગ્રેજોનું શાસન સારૂ હતુ અને તેવી ચર્ચાઓ પણ કરે આથી દેશનીજનતા તે રીતે હંમેશા માનસીક રીતે આ અંગ્રેજોની ગુલામ જ રહે. આવા લુચ્ચા તર્કથી દેશમાં લઘુમતી બહુમતી કોમો વચ્ચે વિભાજનતો પાડયા પરંતુ દેશના પણ ભારત પાકિસ્તાન એમ બે ભાગલા કરતા ગયા. હાલની ગ્લોબલાઈઝેશન જીહાદ અને વ્યકિતગત મહાત્વાકાંક્ષા અને રાજકીય સ્વાર્થ માટે પણ આ બંને કોમો લઘુમતી અને બહુમતી કોમોમાં પણ પેટા કોમવાદ અંદરોઅંદર પણ ચાલુ થયા. શરૂઆતસ્પર્ધાથી થાય પછી ઈર્ષા અને અહમ્નો ઉમેરો થતા જ ધાર્મિક ઝનુન ને કારણે માનવતા અને નૈતિકતાને નેવે મૂકીને આવા જુથો અને લોકોલોહીયાળ સંઘર્ષો કરતા રહે છે. આથી આ સંઘર્ષની પાછળ આખો સમાજતો ઠીક પણ તમામ સરકારી તંત્રો પણ તેમના નિયત કાર્યો પડતા મૂકીને આ શાંતિ સલમાતી જાળવવાના કાર્યક્રમમાં દિન રાત મંડયા રહે છે.
અંગ્રેજોની દેન માંગરોળમાં પણ ચાલુ જ હતી. અહી તો લઘુમતીકોમમાં જ બે જુથો તબલીક અને બીન તબલીક માન્યતાથી અલગ પડતા હોય થોડા વર્ષો પહેલા માંગરોળમાં આ બંને જુથો તબલીકોઅને બીન તબલીકો વચ્ચે ઘાતક શસ્ત્રો હથીયારો સાથે સામસામે યુધ્ધ ખેલેલુ જેમાં પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે ફાયરીંગ કરતા ત્રણ ચાર જણાના મૃત્યુ થયા હતા. તેથી પોલીસે તે અંગે ખાસ તકેદારી રાખવી પડતી આમતો પોલીસે કોઈ પણ વાર તહેવાર કે ઉત્સવ ભલે તે ગમે તે કોમના હોય અને તેની રેલી, શોભાયાત્રા, વરઘોડો કે સભા સરઘસ હોય એટલે પોલીસે તો પટ્ટા ઝાટકીને બંદોબસ્ત માટે તૈયાર જ રહેવું પડે છે. ટુંકમાં પોલીસે આ વિશાલ વસ્તી ધરાવતા અને વિવિધ ધર્મોસંપ્રદાયો વાળી વસ્તી વાળા દેશમાં જે કોઈ તહેવાર કે જે હેતુ માટેમાનવભીડ એકઠી થવાની હોય ત્યાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઉપાધી કરવાની જ રહે છે. માંગરોળની બાજુમાં આવેલુ પડોશી પોલીસ સ્ટેશન વેરાવળ શહેર પણ કોમી સંવેદનશીલ જ હોય ત્યાં કાંઈ બનાવ બને તો તેના પ્રત્યાઘાતો માંગરોળમાં પડે તે પણ સહજ હતુ.
બીજી તરફ ફોજદાર જયદેવની બદલી અમરેલી જીલ્લામાંથી જૂનાગઢ જીલ્લામાં થતા અમરેલી જીલ્લાનું રાષ્ટ્રવાદી પાર્ટીનું જ એક જૂથ નારાજ થયેલું કેમકે ચૂંટણી પ્રચારમાં જાહેરસભાઓમાં પાર્ટીના નેતાઓએ જે નીતિમતા આદર્શોની વાતો કરેલી તે મુજબ જ ફોજદાર જયદેવની કાર્ય પધ્ધતિ પણ ન્યાયીક તટસ્થ અને લોકપ્રિય હતી અને જીલ્લામાં હજુ પાંચ વર્ષ પણ પૂરા થયાન હતા. ત્યાં જ તેની જીલ્લામાં જ ચાર બદલીઓ થઈચૂકી હતી. વળી આ આદર્શો વાળી પાર્ટીનાજ શાસનમાં આ તટસ્થ અને લોકપ્રિય ફોજદારની તો જીલ્લા ફેર બદલી સૌથી પહેલી જ થયેલી તેને કારણે પાર્ટીના એક જુથના ધારાસભ્ય ને કારણે અન્યાય પૂર્ણ બદલી થયાનું અન્ય નાની કોમોનું બનેલુંઆજ રાષ્ટ્રવાદી પાર્ટીનું જુથ માનતું હતુ. આથી બહુમતી કોમના જ આ જુથે ગમે તે રીતે રાજયનાં ગૃહમંત્રીને આ અમરેલી જીલ્લાની ખાસ રાજકીય પરિસ્થિતિથી માહિતગાર કરીને ફોજદાર જયદેવનો ફરીથી અમરેલી જીલ્લામાં નિમણુંક હુકમ થાય તે માટે મનાવી લીધેલા.
દરમ્યાન દિવાળીના તહેવારો આવી ગયા તહેવારોમાં તો જનતા મોજ મજાજ કરતી હોય છે.પરંતુ પોલીસને તો આનંદ ને બદલે માનસીક તણાવ સાથે વધારાની બંદોબસ્તની ફરજ નો બોજો ઉપાડવો પડે છે અને તહેવારોમાં જ કુટુંબથી જુદા રહેવું પડે તે જુદુ! ઉચ્ચ કચેરીઓ તરફથી અગાઉથી જ પોલીસ સ્ટેશનોમાં વાયર લેસથી હુકમો આવી જતા હોય છે કે તહેવારોને કારણે રજા ઉપર પ્રતિબંધ અને તહેવારો ઉપર જ ઈન્ટેલીજન્સ બ્યુરોના વિવિધ પ્રકારનાં ઈન્પુટ કાયદો અને વ્યવસ્થાના આવી જ જતા હોય છે. આમ જયદેવને પણ માંગરોળમા એકલા એજ આ તહેવારો વિશ્રામગૃહ અને પોલીસ સ્ટેશનમાં જ મનાવવાના હતા.
પરંતુ આ સમય દરમ્યાન જ માંગરોળનું ફોજદારી કવાર્ટર ખાલી થતા જયદેવે તે કવાર્ટરનું સમારકામ અને રંગરોગાન કરાવી તૈયાર કરાવી લીધું કે દિવાળીના તહેવારો પૂરા થાય એટલે તુર્તજ રહેણાંક માંગરોળમાં ફેરવી નાખી કુટુંબને લાઠીથી તેડી લાવવું.
જયદેવે દિવાળીની રાત્રીનાં કાયદો અને વ્યવસ્થા બરાબર જળવાઈરહે અને જનતા આનંદ ઉલ્લાસથી તહેવારો મનાવી શકે તે માટે સંવેદનશીલ વિસ્તારોમાં જરૂરી પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવી દીધો જયદેવ પણ જીપ લઈને અગાઉ જયાં જયાં તોફાનો થયેલા તેવા વિસ્તારોમાં પેટ્રોલીંગ ફરતો હતો અને જનતા જે આનંદથી દિવાળી મનાવતી હતી તે જોઈને તે પણ આનંદ પામતો હતો. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને સાતમ આઠમ શ્રાવણ મહિનો અને આ દિવાળીના તહેવારો ખૂબ આનંદ અને ઉત્સાહથી મનાવવામાં અને માણવામાં આવે છે. તેમાં પણ આ દિવાળીનો તહેવાર એટલે કોઈ વાત જ ન પૂછો નવા નવા વસ્ત્રો પરિધાન કરવાના નવી નવી સ્વાદિષ્ટ મીઠાઈઓ જમવાની અને સૌથી મજાની વાત ફટાકડા ફોડવાની અને આ તમામની સગવડતા અને આયોજનોતો અગાઉ જ થઈ ગયા હોય મકાનો ઉપર રોશની કરી દેવામાં આવી હોય. તેમાં પણ માંગરોળ શહેર લીલી નાંઘેરનું અને નાળીયેરીના વૃક્ષોથી ભરપૂર તેમાં લોકો ઈલેકટ્રીક સીરીજો અને લાઈટ સુશોભનને કારણે રાત્રીનાં સુંદર દ્રશ્યો સર્જાતા હતા. તેમાં પણ જયારે ફટાકડા ફોડવામાં આવે કે રોકેટ છોડવામાંવે ત્યારે તેના પ્રકાશનાં શેરડાઓ આ વૃક્ષો અને નાળીયેરીઓ ઉપર પડતા અનેરા દ્રશ્યો સર્જાતા હતા. આમ જનતા પણ પૂરા હોંશ અને ઉમંગથી આ દિવાળીનીરોશની માણતી હતી.
રાત્રીના બારેક વાગ્યે આ ફટાકડા ફોડવાનાં કાર્યક્રમો હળવા થતા જયદેવ પોલીસ સ્ટેશને આવી કચેરી કંપાઉન્ડના ફળીયામાંજ ખુરશી નાખી ને બેઠો હતો તેવામાં માંગરોળના મદદનીશ પોલીસવડાનો ફોન આવ્યો કે ગામની બારોબાર આવેલા વડલા ચોકમાં કાંઈક બબાલ થયાનો ફોન આવેલ છે. ત્યાં જ પોલીસ સ્ટેશનમાં ડી સ્ટાફના કોન્સ્ટેબલ લાખાભાઈએ ઉતાવળે આવી ને કહ્યું કે સાહેબ ટીયર ગેસ અને પુરતા શસ્ત્ર સરંજામ સાથે જ જવું પડશે કેમક એવા સમાચાર છે કેમાંગરોળ બંદર ઉપરથી એક સાથે એકસો મોટર સાયકલો વડલા ચોકમાં બારોબાર આવલે છે તેથી કાંઈક કોમી બબાલ જ થઈ લાગે છે.
જયદેવે તાત્કાલીક હાજર માણસો સાથે પૂરતી તૈયારી કરીને લાઈટ વાનમાં વડલા ચોક જવા રવાના થયો. જયદેવે તમામ જવાનોને જણાવ્યું કે વડલા ચોકમાં જેવું લાઈટવાન ઉભુ રહે અને બહાર ચોકમાં એવું લાગે કે બબાલ ચાલુ છેતો પછી કોઈ આદેશ વગર, ચર્ચા કર્યા વગર લાઈટ વાનમાંથી લાઠી હથીયારો સાથે ઉતરીને જેમ સિંહ ઘેટા બકરાના ટોળામાં ત્રાટકે તે રીતે પુરી તાકાતથી અને ઈરાદાથી ત્રાટકવાનું તમામે શરૂ જ કરી દેવાનું છે. ત્યાં બીજા હુકમની રાહ જોતા નહિ.
વડલા ચોકમાં પોલીસનું લાઈટ વાન આવતા તમામે જોયું કે લોકોના ટોળે ટોળા દેકારો અને દોડાદોડી કરતા હતા આથી જેવું લાઈટ વાન ઉભુ રહ્યું કે તુરર્ત જ જયદેવ સહિત માંગરોળ પોલીસ જવાનોએ પૂરી તાકાત અને હોંસલાથી લાઠી ચાર્જ ચાલુ કર્યો. પાંચ જ મીનીટમાં ચોકમાં ફકત બુટ ચપ્પલ પથ્થર અને રોડા જ પડયા રહ્યા હતા ચોકની દુકાનો કેબીનો અર્ધી ફર્ધી બંધ થઈ ગઈ હતી તે સંપૂર્ણ રીતે બંધ થઈ ગઈ પરંતુ જયારે પોલીસનું લાઈટ વાન ચોકમાં દાખલ થયેલું ત્યારે જ તોફાની બારકસો નાસી છૂટયા હતા.
જયદેવે ત્યાં તપાસ કરી કે કોઈ ને મારામારીમાં કે પથ્થરમારામાં ઈજા થટેલ છે. કેકેમ? પરંતુ એવું કાંઈ જણાયું નહિ સરકારી હોસ્પિટલ તથા અન્ય દવાખાનામાં તપાસ કરાવી પણ કોઈ સારવારમાં આવ્યું નહતુ આમ તો લોકો થોડી ઘણી ઈજા થઈ હોય તો જાહેર પણ કરતા નથી કે ખોટુ કયાં કેસ કબાડામાં પડવું જયદેવે હવે આ દિવાળીની રાત્રી હોળીની રાત્રીમાં પરિવર્તન ન થાય તે માટે બંદોબસ્ત અને પેટ્રોલીંગ રાખવાના હતા.
રાત્રીનાઅઢી વાગ્યે ફરીથી માંગરોળના મદદનીશ પોલીસ અધિક્ષકનો ટેલીફોન આવ્યો કે તમે રાત્રે વડલા ચોકમા થયેલ બબાલનો પ્રશ્ર્ન સારી રીતે હલ કરી પરિસ્થિતિ સામાન્ય કરી દીધી પરંતુ વેરાવળમાં ફટાકડા ફોડવા બાબતના નાના ઝઘડામાંથી મોટા પાયે કોમી તોફાનો થયા છે. અને મારામારી તથા આગજનીના બનાવો બન્યા છે. આથી જીલ્લા પોલીસ વડાએ મને આ વેરાવળના કોમી તોફાનોના બંદોબસ્તમાં બોલાવીલીધો છે. તમે હવે આ વેરાવળનો ચેપ માંગરોળમાં ન લાગે તે માટે જરૂરીતકેદારી રાખજો જયદેવે કહ્યું લગભગ તો કોઈ પ્રશ્ન નહિ થાય છતા આતો ગુનેગારો છે કયારે શું કરે તેનું કાંઈ નકકી નહી પરંતુ તે પછી માંગરોળમાં એવો બીજો કોઈ બનાવ બન્યો જ નહિ.
વેરાવળ ખાતે માંગરોળના મદદનીશ પોલીસ વડાએ જીલ્લા પોલીસ વડાને રાત્રીનાં માંગરોળ વડલા ચોકમાં બનેલા કોમી ચમકલાની અને ફોજદાર જયદેવે કરેલ ત્વરીત પણ આક્રમક કાર્યવાહીને કારણે માંગરોળમાં મોટો ભડકો થતા પહેલા જ દબાવી દીધાની વાત કરી પ્રશંસા કરી આથી પોલીસ વડાએ કહ્યું ‘ઈસલીએ તો મૈને ઉનકો ચુન કર માંગરોળ થાને મેં રખા હૈના?’ વેરાવળના તોફાનો તો બે દિવસમાં જ થંભી ગયા પરંતુ પોલીસ બંદોબસ્તતો પંદર દિવસ સુધી ચાલુ જ હતો. દરમ્યાન રાજયનાં ગૃહવિભાગ દ્વારા ચાર મહિના બાદ ફરીથી જાહેરહીતમાં જયદેવની બદલી જૂનાગઢ જીલ્લામાંથી અમરેલી જીલ્લામાં થઈ જયદેવને આ હુકમ જરા પણ પસંદ પડયો નહિ કે તેને આનંદ પણ થયો નહિ કેમકેવળી પાછા અમરેલી જીલ્લામાં જઈ ત્યાં નવા નિમાયેલા પોલીસ વડા સમક્ષ હાજર થઈ ફરીથી પોતાની નિમણુંકની માથાકૂટ અને પોતે લાયક ફોજદાર છે. તેની વિવિધ કસોટીઓ પાર કરવાની અને ત્યાં સુધી પોતાનું કુટુંબ લાઠી ખાતે જ રહે અને પોતાને લોજ અને પરોઠા હાઉસના ટીફીન જમવા પડે તે પસંદ ન હતુ. પરંતુ છેડા વગરનાં જયદેવને તો હુકમ નો અમલ કર્યા સિવાય છૂટકો નહતો.
બદલી હુકમ થયાના સમચાર દૈનિક પત્રમાં આવી ગયા પરંતુ જૂનાગઢ જીલ્લાનાં પોલીસ વડા જયદેવનો છૂટા કરવાનો બદલી હુકમ કરતા ન હતા કેમકે એક બાજુ વેરાવળના કોમી તોફાનો ને કારણે તેના વાતાવરણ અને બીજુ એક કાર્યદક્ષ અધિકારી ગુમાવવો તેમને પસંદ નહતુ. આખરે પંદરેક દિવસ બાદ તમામ મામલા થાળે પડતા પોલીસ વડાએ જયદેવને અમરેલી જીલ્લાનો બદલી હુકમ કરી દીધો.
જયદેવ ગાયક મુકેશના પેલા હિન્દી ફિલ્મ ગીત ‘ફીર વોહી શામ… વહી…ગમ… વહી તન્હાઈ’ની જેમ મનમાં અનેક તર્ક વિર્તક અને વિચારોના વંટોળીયાની આંધી સાથે ફરીથી બેગ બીસ્તરા લઈને તે અમરેલીના પંથે પડયો.