વેલનાથપરામાં માતાએ પ્રેમિકા મામલે ઠપકો આપતાં યુવાને એસિડ પીધું

શહેરમા ખોખડદડ પુલ પાસે આવેલા વેલનાથપરામાં રહેતા યુવકને માતાએ પ્રેમિકાને ઘરે લાવવા બાબતે ના પાડી ઠપકો આપ્યો હતો. માતાના ઠપકાથી માઠુ લાગી આવતા પુત્રએ એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ખોખડદડ પુલ પાસે આવેલા વેલનાથપરામાં રહેતા પ્રકાશ મનસુખભાઈ ઝંઝવાડીયા નામનો ૨૧ વર્ષનો યુવાન પોતાના ઘરે સાંજના પાંચેક વાગ્યાના અરસામાં એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.આ બનાવ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી જઈ તપાસ હાથધરી હતી.

જેમાં પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ પ્રકાશ ઝંઝવાડીયા ત્રણ ભાઈમાં વચેટ અને મજૂરી કામ કરી પરિવારને આર્થિક મદદ કરે છે. પ્રકાશ ઝંઝવાડીયાને બેડી ગામે રહેતી યુવતી સાથે છેલ્લા દોઢેક વર્ષથી પ્રેમ સંબંધ હોવાથી તે તેની પ્રેમિકાને અગાઉ બે વખત ઘરે લઈ આવ્યો હતો. જે બાબતે માતાએ પ્રેમિકાને ઘરે નહીં લાવવા બાબતે ઠપકો આપતા પુત્ર પ્રકાશ ઝંઝવાડીયાને લાગી આવતા એસીડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે આજીડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ કરી છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.