તમે વોટ્સએપ દ્વારા ગમે ત્યાંથી LPG સિલિન્ડર બુક કરાવી શકો છો, પેમેન્ટ ઓનલાઇન કરવું પડશે.
હવે તમારે એલપીજી સિલિન્ડર બુક કરવાની ચિંતા કરવાની જરૂર નથી. તમે વોટ્સએપ દ્વારા સરળતાથી ગમે ત્યાંથી LPG સિલિન્ડર બુક કરાવી શકો છો.
કોરોના સંક્રમણના વધતાં કેસને ધ્યાને લઈને સામાજિક અંતર ધ્યાનમાં રાખીને, ઘણી કંપનીઓ તકનીકીનો ઉપયોગ વધુ અને વધુ સારી રીતે કરી રહી છે. તેને ધ્યાનમાં રાખીને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ) એ આ સુવિધા શરૂ કરી છે જેનાથી બધા ગ્રાહકોને ફાયદો થસે.
7.10 કરોડ ગ્રાહકોને લાભ થશે
દેશની બીજી સૌથી મોટી પેટ્રોલિયમ વિતરણ કંપનીને ડિસઇન્વેસ્ટમેન્ટ સૂચિમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ કંપનીના 7.10 કરોડ એલપીજી ગ્રાહકો છે. BPCLએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, “આજથી , ભારત ગેસ (બીપીસીએલનું એલપીજી બ્રાન્ડ નામ) દેશભરમાં સ્થિત ગ્રાહકો વોટસએપ દ્વારા ગમે ત્યાંથી રસોઈ ગેસ સિલિન્ડર બુક કરાવી શકે છે.”
બુકિંગ BPCL સ્માર્ટલાઇન નંબર પર કરી શકાશે
કંપનીએ કહ્યું છે કે તેણે સિલિન્ડર બુકિંગ માટે નવી વોટ્સએપ બિઝનેસ ચેનલ શરૂ કરી છે. કંપનીએ નિવેદનમાં કહ્યું છે કે, વોટ્સએપ પર આ બુકિંગ ગ્રાહકની કંપનીમાં નોંધાયેલા મોબાઈલ નંબરથી BPCL સ્માર્ટલાઇન નંબર – 1800224344 પર થઈ શકે છે.
BPCLના માર્કેટિંગ ડિરેક્ટર અરૂણસિંહે કહ્યું કે, વોટ્સએપ દ્વારા LPG બુકિંગ કરવાની આ જોગવાઈ ગ્રાહકોને વધુ સરળતા આપશે. વ્હોટ્સએપ હવે સામાન્ય લોકોમાં એકદમ સામાન્ય છે. યુવાન હોય કે વૃદ્ધ, દરેક તેનો ઉપયોગ કરે છે અને આ નવી શરૂઆત સાથે અમે અમારા ગ્રાહકોની વધુ નજીક જઈશું.
ચાલો આપણે જાણીએ કે આ માટે ચુકવણીનાં વિકલ્પો શું છે.
આ રીતે તમે ચૂકવણી કરી શકો છો
LPGના પ્રભારી, કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ટી પીઠ્ઠામરેમે જણાવ્યું હતું કે વોટ્સએપ દ્વારા બુકિંગ કરાવ્યા બાદ ગ્રાહકને બુકિંગનો મેસેજ મળશે. આ સાથે, તેને એક લિંક મળશે જેના પર તે ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ, યુપીઆઈ અને એમેઝોન જેવી અન્ય ચુકવણી એપ્લિકેશનો દ્વારા પણ ચુકવણી કરી શકે છે.
કંપની ટૂંક સમયમાં વધુ સુવિધાઓ પૂરી પાડશે
તેમણે કહ્યું કે, કંપની એલપીજી ડિલિવરી પર નજર રાખવા અને ગ્રાહકો પાસેથી તેનો પ્રતિસાદ મેળવવા જેવા નવા પગલાઓ પર પણ ધ્યાન આપી રહી છે. આગામી દિવસોમાં, કંપની ગ્રાહકોને સુરક્ષા જાગૃતિની સાથે વધુ સુવિધાઓ આપશે.