કોહલીએ ક્રિકેટરોની ફી વધારાની માગ મૂકી
ક્રિકેટ બોર્ડના ‘ગોદામ’ ભરેલા છે. ત્યારે ખેલાડીઓને માત્ર આધી મૂઠ્ઠી ‘જુવાર’ ??? કેપ્ટન વિરાટ કોહલીએ ક્રિટરોની ફી વધારાની માંગ મૂકી છે.
તેણે કહ્યું કે ટોચના ખેલાડીઓ એટલે કે ‘એ’ લીસ્ટેડ ખેલાડીઓની ફી આ વર્ષે ડબલ થવી જોઈએ જો કે કોહલીની માગ વાજબી પણ છે. કમેકે ટોચના ખેલાડીઓની બદૌલત ભારતની ક્રિકેટ ટીમ ઉપરાઉપરી જીત નોંધાવી શકે છે.
ટૂંકમાં બીસીસીઆઈ ટેલીવિઝન સાથે ડીલ કરીને કમાય છે. તો હવે સ્ટાર ક્રિકેટરો પણ પોતાની ફીની વધારાની માંગ મૂકે તો તેમાં ખોટુ શું છે?
બોર્ડના સૂત્રોએ પણ સમર્થન આપતા કહ્યું કે – હા, ખેલાડીઓએ વધારો માગ્યો છે. જો કે બોર્ડે હજુ સુધી કોઈ જ નિર્ણય લીધો નથી. કેમકે તેના નિર્ણયની અસર ઓનગોઈંગ ભારત શ્રીલંકા સીરીઝ અને અપકમિંગ ભારત-સાઉથ આફ્રિકા સીરીઝ પર કદાચ પડી શકે છે. સ્ટાર ક્રિકેટરો સા‚ એવું એન્ડોર્સમેન્ટ કરીને કમાય છે. સામા છેડે બોર્ડ પણ રાઈટસ વેંચીને અઢળક કમાય છે. ત્યારે તેમની માગ પણ કદાચ વાજબી હોઈ
શકે છે.