ઋતુલ પ્રજાપતિ,અરવલ્લી: કહેવાય છે ને કે બે પગ અને કાળા માથા વાળા માનવી કરતા પ્રાણીઓ વધુ વફાદાર અને દયાળુ હોય છે. કદાચ માણસ માણસનું ઋણ ભૂલી શકે પણ જો માણસ અને પ્રાણીઓ વચ્ચેના સંબંધની વાત કરીએ તો કદાચ માનવી ભૂલ ખાઈ શકે પરંતુ પ્રાણી નહિ. પ્રાણીઓનો પ્રેમ કેટલો ઉમદા હોય છે તેનું ઉત્તમ ઉદાહરણ અમરેલીના બાયડમાં જોવા મળ્યું છે.
બાયડમાં લગભગ 17 વર્ષથીથી કપિરાજને બિસ્કીટ ખવડાવનાર સુરેશભાઈ દરજીનું મૃત્યુ નિપજતા કપિરાજનું ટોળું 7 કિલોમીટર દૂરથી સુરેશભાઈ દરજીના ઘરે આવ્યા. બાયડમાં કોરોનાથી મૃત્યુ પામેલા સુરેશભાઈ દરજી જે એસ. કુમારના હુલામણા નામથી ઓળખાતા હતા. તેઓ સારા ગાયક હસમુખ સ્વભાવના અને સેવાભાવી ભજન મંડળીમાં પણ તેઓ ઉમદા રસ દાખવતા હતા. સુરેશભાઈ છેલ્લા લગભગ 17 વર્ષથી કપિરાજને બાયડથી 7 કિલોમીટર દૂર આવેલા ભુખેલ ગામના હનુમાનજીના મંદિરે જઈ બિસ્કીટ ખવડાવતા હતા.
સુરેશભાઈ દરજીનું મૃત્યુ નિપજતા 7 કિમીઅંતર કાપી કપિરાજો મૃતક સુરેશભાઈ દરજીના ઘરે પહોંચી જતા સૌ કોઈ અચંબામાં મુકાઈ ગયા હતા. બાયડના વેપારી આગેવાન સુરેશભાઈ દરજીનું કોરોનાથી અવસાન થતા વ્યાપારીઓ માટે શોક છવાયો હતો. બીજી તરફ 17 વર્ષથી સુરેશભાઈ દરજી બાયડથી 7 કિલો મીટર દૂર આવેલા ભુખેલહનુમાનજીના મંદિરે દર શનિવારે કપિરાજને બિસ્કીટ ખવડાવવા જતા હતા.
સુરેશભાઈ દરજીના પુત્ર સચીન ભાઈના લગ્ન શનિવારના દિવસે હતા. તેમ છતા લગ્નમાં મોડા જઈ પરંતુ પહેલા કપિરાજને બિસ્કીટ ખવડાવવા ગયા હતા. કપિરાજ તથા સુરેશભાઈ દરજીનો પ્રેમ એટલી હદ સુધી હતો કે, સુરેશભાઈ દરજીનું અવસાન થતા. શનિવારે તેમને ભુખેલ મંદિરેના જોતા કપિરાજનું ટોળું 7 કિ.મી અંતર કાપી તેમના ઘર આગળ આવી બેસી ગયું હતું. સોમવારે વહેલી સવારથી જ કપિરાજનું ટોળું ઘર આગળ આવતા સૌ કોઈ આશ્ચર્યમાં પડી ગયા હતા. સુરેશભાઈ દરજીના પુત્ર સચીન ભાઈએ પણ તેમના પિતાની પરંપરા જાળવી રાખી સચીન ભાઈએ પણ ઘર આવેલ કપિરાજના ટોળાને બિસ્કીટ ખવડાવ્યા હતાં. સુરેશભાઈના પુત્ર સચિનભાઈ જણાવ્યું હતું કે, કપિરાજ મારા ઘર આગળ બેસી ગયા હતા અને કોઈને પણ હેરાન કર્યા ન હતા અને તેઓ ઘર છોડીને જતા પણ નથી આવો પ્રાણીઓ પ્રત્યે નો પ્રેમ ભાગ્ય જ જોવા મળતો હોય છે.
જુઓ વીડિયો
Youtube: