સરકારી દવાખાનામાં ડોકટર ન હોવાથી લીલાપર, કાનપર, ચિત્રાવડ, રામોદ અને પારડીમાં દર્દીઓને પારાવાર મુશ્કેલી ભોગવવી પડી રહી છે

એક તરફ સ્વાઇન ફલુના રોગે માથુ ઉચકર્યુ છે. ત્યારે લોક જાગૃતિ માટે સરકારી દવાખાનાઓમાં સ્વાઇન ફલુના ઉકાળા પીવડાવી રાહત માની લેવામાં આવે છે. પરંતુ આ દવાખાનામાં તબીબ જ ના હોય તો દર્દીઓ કયા જાય ? રાજકોટ જીલ્લામાં કુલ ૪૮ (પી.એચ.સી) સેન્ટર માંથી ૫ હેલ્થ સેન્ટરમાં તબીબોની ભરતી ન કરાતા દર્દીઓને મુશ્કેલી પડી રહી છે.રાજકોટ જીલ્લાના કુલ ૪૮ (પીએચડી) સેન્ટરના સરકારી દવાખાનામાંથી પ જેટલા દવાખાનાઓમાં છેલ્લા છ મહીનાથી તબીબોની ભરતી કરવામાં આવી નથી. હાલ ચોમાસાની ઋતુ હોઇ લોકોમાં તાવ ઉઘરસ શરદી ઝાડા ઉલ્ટી ચિકનગુનીયા, ડેન્ગ્યુ અને સ્વાઇન ફલુ જેવા ગંભીર રોગ થવાનું પ્રમાણ વઘ્યું છે. ત્યારે રાજકોટ જીલ્લાના જસદણ તાલુકામાં લીલાપર કાનપર જાકંડોરણા તાલુકાના ચીક્ષાવાડ, કોટડા સાંગાણીના રામોદ અને લોધીકાના પારડી ગામે લાંબા સમય સુધી તબીબોની ભરતી ન કરાતા દર્દીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.અને વહેલી તકે તબીબોની ભરતી કરવા લોક માંગ ઉઠી છે.જયારે જામકંડોરણા તાલુકાના ચીત્રાવાડ ગામે સરકારી દવાખાનામાં તબીબ ન હોવાથી લોકોને પારાવારમાં મુશ્કેલી પડી રહી છે જયારે અહી ઇન્ચાર્જ તરીકે સમઢીયાળા ના તબીબ કુલદીપ સાપરીયાને રાખવામાં આવ્યા છે જે અઠવાડીયામાં માત્ર ત્રણ દિવસ જ ઇન્ચાર્જ તબીબ તરીકે દવાખાનામાં ફરજ બજાવ છે.જીલ્લા પંચાયતના સદસ્ય ભાગનાબેને જણાવ્યું હતું કે ચિત્રાવાડમાં તબીબને રહેવા માટે કોઇ સુવિધા નથી તબીબના કર્વાટર જર્જરીત હાલતમાં છે અને પાણીની પણ સુવિધાઓ નથી જયારે દવાખાનામાં અવાર નવાર અસામાજીક તત્વો ધમાલ કરે છે.ત્યારે આ દવાખાનાને પુરતી સુવિધાઓ પ્રાપ્ત થાય અને લોકોને યોગ્ય  સારવાર મળી રહે તે માટે ભારે રોષ સાથે માંગ ઉઠવા પામી છે.રાજકોટ જીલ્લા આરોગ્ય વિભાગમાંથી પ્રાપ્ત વિગત અનુસાર લીલાર, કાનપર અને ચીત્રાવાડ ગામમાં છેલ્લા છ મહીનાથી તબીબ (મેડીકલ ઓફીસર) ની જગ્યા ખાલી કે જે ઉપરાંત રામોદ ગામે છેલ્લા પાંચ દિવસથી મેડીકલ ઓફીસરની જગ્યા ખાલી પડી છે. ત્યારે લોધીકાના પારડી ગામે પણ મેડીકલ ઓફીસરની નિમણુંક થઇ ગઇ હોય આથી મેડીકલ ઓફીસર સાત દિવસ સુધીમાં હાજર થઇ જશે. આરોગ્ય વિભાગના વડા પાઠકે જણાવ્યુઁ હતું કે ખાસ કરીને ભરતી કરવામાં આવતી હોય છે જેમાં તબીબો હાજર ન થતા હોય તેવી પરિસ્થિતિ વધુ થતી જોવા મળે છે.આથી આવી પરિસ્થિતિનો રીપોર્ટ ઉચ્ચ અધિકારીને ઘ્યાને દોરી દર્દીઓને પારાવાર મુશ્કેલી ન પડે તે હેતુસર અન્ય ગામના મેડીકલ ઓફીસરોને જે તે સેન્ટર નો ચાર્જ સોંપવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.