રાજ્ય સરકાર પાંચ જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ ચાલુ કર્યા પરંતુ મોરબી જેવા ઔધોગિક જિલ્લા માં અમલવારી ના અણસાર નથી
ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ,વડોદરા,સુરત,ગાંધીનગર અને રાજકોટ શહેરમાં શ્રમયોગીઓને ૧૦ રૂપિયામાં ભોજન આપવાનો પાયલોટ પ્રોજેક્ટ શરુ કર્યા છે અને તમામ શહેરોમાં આવા અન્નપૂર્ણા કેન્દ્રોનો શ્રમિકો દ્વારા લાભ ઉઠાવવામાં આવી રહ્યો છે ત્યારે આ યોજનાનો લાભ ઔદ્યોગિક નગરી મોરબીને ક્યારે ? તેવો પ્રશ્ન ઉઠ્યો છે.
હાલમાં મોરબી જિલ્લામાં ૭૦૦ થી પણ વધુ સિરામિક એકમો,ઘડિયાળના કારખાના,લેમીનેટ્સ ઇન્ડસ્ટ્રીઝ ઉપરાંત અન્ય નાના-મોટા ઉધોગોમાં લાખો શ્રમિકો કામ કરી રહ્યા છે જેમાં મોટાભાગના પરપ્રાંતીય શ્રમિકો ની સાથે સ્થાનિક શ્રમિકોની પણ બહુ મોટી સંખ્યા છે અને તમામ ઉદ્યોગોમાં શ્રમિકો ટિફિન લઈને કામ કરવા જાય છે,આ સંજોગોમાં ગુજરાત સરકારની શ્રમયોગી માટેની સસ્તા ભોજનની સુવિધા મોરબીના શ્રમિકો માટે ખરેખર આશીર્વાદરૂપ સાબિત થાય તેમ છે.
હાલમાં ગુજરાત સરકારના શ્રમ વિભાગ દ્વારા સેવાભાવિ સંસ્થાઓના સહયોગ થી રાજકોટ,અમદાવાદ,સુરત,વડોદરા અને ગાંધીનગરમાં આ યોજના તાલે દરરોજ અન્નપૂર્ણા રથ મારફતે શ્રમિકોને ફક્ત રૂ.૧૦ માં ભોજન આપવામાં આવી રહ્યું છે અને તેનો મોટી સંખ્યામાં શ્રમિકો લાભ લઇ રહ્યા છે ત્યારે આ પ્રોજેક્ટ ને તાકીદે મોરબી જેવા ઔદ્યોગિક શહેરને પણ લાભ મેળવો જરૂરી છે.
શ્રમયોગીઓ માટે સસ્તા ભોજન ની યોજના અંગે મોરબીના શ્રમ અધિકારી સુરભીબેન ભપલ નો સંપર્ક સાધતા તેમને જણાવ્યું હતું કે સરકારશ્રી દ્વારા હાલમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે જ આ યોજના અમલમાં મૂકી છે અને મોરબી જિલ્લા માટે હાલમાં સરકારની કોઈ યોજના નથી પરંતુ આવનાર દિવસોમાં મોરબી જિલ્લામાં પણ આ યોજના અમલી બનશે તેવી આશા વ્યક્ત કરી હતી.
વધુમાં મોરબીમાં ઔધોગિક વિકાસને કારણે હાલ બાંધકામની સાઈટો પણ મોટા પ્રમાણ માં ચાલી રહી છે અને મોટા મોટા ઔદ્યોગિક બાંધકામો કારવામાંજ હજારો શ્રમિકો રોજગારી મેળવી રહ્યા છે જેથી સરકારની આ યોજના ખરા અર્થમાં મોરબીમાં સાર્થક નીવડી શકે તેમ છે. ઉલ્લેખીય છે કે આ યોજના તાલે હાલમાં સરકાર દ્વારા ફક્ત બાંધકામ ક્ષેત્ર સાથે જોડાયેલા શ્રમિકોને લાભ મળે તેવો આશય રખાયો છે ત્યારે સરકાર ફક્ત બાંધકામ ક્ષેત્ર જ નહિ તમામ ક્ષેત્રે કામ કરતા સરમિકોને આ યોજનાનો લાભ આપી મોરબીમાં સત્વરે આ યોજના અમલી બનાવે તો લાખો શ્રમિકો ને લાભ મળી શકે તેમ છે.