કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડક્ટિવિટી કાઉન્સીલ સૌરાષ્ટ્ર ઇન્ડસ્ટ્રીઅલ સેફટી, એન્વાર્યમેન્ટ એન્ડ ઓલકયુપેશન હેલ્થ વિષય પર રાજય કક્ષાનો સેમિનાર
કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલ રાજકોટ અને ડાયરેકટરોરેટ ઓફ ઇન્ડસ્ટ્રીઅલ સેફટી એન્ડ હેલ્થ ગુજરાત રાજય, અમદાવાદના સંયુકત ઉપક્રમે રાજકોટમાં હેમુ ગઢવી હોલ ખાતે ‘ઇન્ડસ્ટ્રીઅલ સેફટી, હેલ્થ એન્ડ એન્વાયર્નમેન્ટ’ વિષયે એક દિવસીય રાજય કક્ષાનો સફળ સેમીનાર સયોજાઇ ગયો. સેમીનાર ગુજરાતના વિવિધ ઔઘોગિક એકમોમાંથી આઠસો ડેલીગેટસ ઉ૫સ્થિત રહેલ હતા.
કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડક. કાઉન્સીલના પ્રમુખ અને મહાત્મા ગાંધી લેબલ ઇન્સ્ટીટયુટ, અમદાવાદ વાઇસ ચેરમેન હસુભાઇ દવે ના પ્રમુખ સ્થાને યોજાયેલ આ સેમીનારનું ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે દીપ પ્રાગટય કરીને ઉદઘાટન કર્યુ હતું. મુખ્ય મહેમાનપદે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર નીતીનભાઇ પેથાણી અને અતિથિ અને અતિથિ વિશેષ પદે પી.એમ. શાહ નિયામક ઇન્ડસ્ટ્રીઅલ સેફટી એન્ડ હેલ્થ, ગુજરાત રાજય ઉ૫સ્થિત રહેલ હતા.
આ સેમીનાર ઉદઘાટન સત્રમાં સ્વાગત પ્રવચન અને મહેમાનોનો પરિચય કાઉન્સીલના ગર્વનીગ બોડી મેમ્બર પ્રોફેસર જયોતિન્દ્રભાઇ જાની અને કાર્યક્રમનું સંચાલન વૈશાલીબેન પારેખ દ્વારા કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના મુખ્ય મહેમાન અને ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે તેમના પ્રાસંગીક પ્રવચનમાં જણાવેલ હતું કે સલામતિ એ ઉઘોગોની જવાબદારી છે અને તેની સાથે સાથે પર્યાવરણની સ્વચ્છતા જળવાય રહે તે ખુબ જ જરુરી છે અને તેમણે જેતપુરની નદીના પાણી પ્રદુષણની પણ જાણકારી આપી હતી વધુ જણાવ્યું હતું કે ઔઘોગિક વિકાસ એ પર્યાવરણના ભોગે કદાપી ન થવો જોઇએ અને પર્યાવરણની સ્વચ્છતા પર વધુ ભાર મુકયો હતો.
કાર્યક્રમના મુખ્ય મહેમાન અને સૌરાષ્ટ્ર યુનિ.ના વાઇસ ચાન્સલર નીતીનભાઇ પેથાણી તેમના પ્રાસંગિક પ્રવચનમાં જણાવેલ હતું કે હાલમાં ઔઘોગિક વિકાસની સાથે સાથે કામદારોની સલામતી અને સ્વાસ્થ્ય જળવાય તે માટે સમયાંતરે આ પ્રકારના સેમીનારના આયોજનથી ઔઘોગિક એકમોમાં જાગૃતિ ફેલાય છે અને પર્યાવરણ સંબંધી પ્રશ્ર્નોનો ઉકેલ આવે છે.
આ કાર્યક્રમમા કાઉન્સીલના હોદેદારો ઉપપ્રમુખ ડી.જી. પંચમીયા, માનદમંત્રી મનહરભાઇ મજીઠીયા, કોષાઘ્યક્ષ રામભાઇ બચ્છા, ચેરમેન દિપકભાઇ સચદે, ગવનીંગ બોડીના સભ્યો હીરાભાઇ માણેક, દિલીપભાઇ ઠાકર, કીરીટભાઇ વોરા, વાલ્જીભાઇ ચાવડા, મહેન્દ્રભાઇ ત્રિવેદી, ટાટા કેમીકલ્સના શુકલ, નિરમા લી.ના એસ.વી.સોનારા તેમજ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ, રાજકોટના જોઇન્ટ ડાયરેકટર એચ.એસ. પટેલ, આર.એ. પરમાર, ભારથી જે.એમ. ત્રિવેદી, એમ.સી. ઝીઝાલા, એમ.સી.બારીયા, ડી.કે.પટેલ, વાય.એમ. પટેલ વિગેરે ઉ૫સ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સફળ અને સુંદર સંચાલન કાઉન્સીલની ગવનીંગ બોડીના ખાસ નિમંત્રીત સભ્યો વૈશાલીબેન પારેખે કરેલ હતું. આભાર દર્શન કાઉન્સીલની ટ્રેનીંગ પ્રોગ્રામ કમીટીના ચેરમેન દિપકભાઇ સચદેએ કરેલ હતું. કાર્યક્રમને સફળ બનાવવા કાઉન્સીલના હોદેદારો ગવનીંગ બોડીના સભ્યો, તેમજ ડીસના અધિકારીઓ- કર્મચારીઓ એચ.જે. ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લી. રાજકોટના એડમીન એન્ડ પર્સોનલ મેનેજર જે.આર.કીકાણી, શર્મા, પ્રદીપભાઇ મહેતા, મનોજભાઇ જોબનપુત્રા, જનકભાઇ પરસાણીયા, રામમદન યાદવ, સહદેવસિંહ જાડેજા, કાઉન્સીલના મેમ્બર ડો. જયોતિન્દ્ર જાની, ગીતાંજલી કોલેજના વિઘાર્થીઓ, કાઉન્સીલના ભરત રાબા, રિઝવાન ગલીયારા, પરેશ મારુ નિકેત પોપટ, મોનીકા વેગડા તેમજ વાત્સલ્ય ટ્રસ્ટ રાજકોટના પ્રમુખ જયદીપ કાચા, શ્યામ ભોજક અને વિઘાર્થીઓ વિગેરે કાર્યશીલ રહ્યા હતા.