માત્ર એક ડોઝની રસી મોડર્ના માટે હજુ એક વર્ષ રાહ જોવી પડશે !!
ફાઇઝરના પ કરોડ ડોઝ આ વર્ષના અંત સુધીમાં ઉપલબ્ધ થઇ જાય તેવી શકયતા
કોરોના સમયાંતરે તેનો કલર બદલી રહ્યો છે… હવે કોરોના વાયરસની આગામી લહેરમાંથી બચવા રસી જ એક રામબાણ ઈલાજ સમાન મનાઈ રહી છે. હાલ વિશ્વમાં ઘણી બધી અલગ અલગ પ્રકારની રસીઓ ઉપલબ્ધ છે. પરંતુ જો કોઈ સૌથી વધુ કારગર ગણાતી હોય તો તે અમેરિકી રસી ફાઈઝર અને મોડર્ના છે. પરંતુ આ રસી ભારતમાં ક્યારે આવશે ? આ વિશે વાત કરીએ તો મોડર્ના રસીના બે બે નહિ પણ એક જ ડોઝ કોરોના સામે અસરકારક ગણાય છે. આ સિંગલ ડોઝ મોડર્નાના ડોઝ માટે હજુ આપણે 1 વર્ષ રાહ જોવી પડશે.
જ્યારે ફાઈઝર રસીના પાંચ કરોડ આ વર્ષના અંત સુધીમાં ભારતમાં ઉપલબ્ધ થઇ જાય તેવી શક્યતા છે. અધિકારીઓના જણાવ્યા મોડર્ના ઉત્પાદક કંપનીઓએ કહ્યું છે કે તેની પાસે 2021માં વધારાની રસીઓ વહેંચવાની જરૂર નથી. નજીકના ભવિષ્યમાં જોન્સન અને જોહ્ન્સનનો પણ આપવામાં આવે તેવી શકયતા છે. મોડર્ન માટે ભારતીય કંપની સિપલા સાથે હાથ મિલવાય તેવી ધારણા છે.