બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર ગુજરાતમાં સાર્વત્રિક સારો વરસાદ આપશે: કાલથી પાંચ દિવસ દે ધનાધન

બંગાળની ખાડીમાં લો પ્રેસર સર્જાયાના કારણે રાજયનાં આવતીકાલથી પાંચ દિવસ સાર્વત્રિક અને નોંધ પાત્ર વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. આવતીકાલે જામનગર, મોરબી અને દ્વારકામાં અને રવિવારે રાજકોટ, અમરેલી અને ભાવનગરમાં ખાબકશે, બીજી સિસ્ટમ પણ બની રહી હોય આવતા સપ્તાહે પણ વરસાદી માહોલ રહેશે.

કાલે જામનગર, મોરબી અને દ્વારકા રવિવારે રાજકોટ, અમરેલી અને ભાવનગરમાં ખાબકશે

હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાનુ સાર બંગાળની ખાડીમાં લો-પ્રેસર સર્જાયાના કારણે આવતીકાલથી વરસાદનું જોર વધશે કાલે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, આણંદ, દાહોદ, મહિસાગર, ભરૂચ, ડાંગ અને તાપી ઉપરાંત સૌરાષ્ટ્રના જામનગર, મોરબી અને દ્વારકા જીલ્લા ઉપરાંત કચ્છમાં જયારે રવિવારના રોજ ભરૂચ, સુરત, નવસાર, વલસાડ, સૌરાષ્ટ્રમાં પોરબંદર, જુનાગઢ, દ્વારકા, રાજકોટ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાંબરકાંઠામાં વરસાદ પડી શકે છે. આવતીકાલથી ચારથી પાંચ દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.