દિવાળી સ્પેશીયલ
દિવાળી એટલે અંધકાર પર પ્રકાશના વિજય નું પર્વ, પ્રભુ શ્રી રામ જયારે રાવણનો વધ કરી સીતાજી અને ભાઈ લક્ષ્મણ સાથે અયોધ્યા પધારે છે ત્યારે દિવાળીનો હર્ષ છલકાય છે!! પ્રકાશના પર્વ દિવાળી પર સમગ્ર વર્ષમાં શુભ થાય અને આવક વધતી રહે સુખ શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત થાય તે માટે ગણેશજી અને માતા લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે. હજારો વર્ષની પરંપરા આપણી સંસ્કૃતિ દિવાળીના દીવડાની જેમ સમગ્ર વિશ્વમાં રોશન છે.
આ વર્ષે દિવાળી અને નૂતન વર્ષ મુહૂર્ત બાબતે અસમંજસ છે માટે અત્રે દિવાળી અને અન્ય મુહૂર્ત વિષે સંક્ષિપ્તમાં જાણવું છું. ભગવાન ધન્વતરી જયંતિ અને ધનતેરસ તારીખ ૧૦ નવેમ્બરના છે જેમાં શુભ સમય સાંજે ૫ :૨૭ થી ૭ :૨૭ સુધીનો રહેશે જેમાં ભગવાન ધન્વતરી જયંતિ અને ધનતેરસની પૂજા થઇ શકે છે ત્યારબાદ શનિવારે ૧૧ નવેમ્બર ૨૦૨૩ના હનુમાનજીની પૂજા અને રૂપ ચતુર્દશી ઉજવાશે જેરાત્રે ૧૧ :૦૫ થી ૧૧ :૫૬ માં વિશેષ સાધના કરી શકાય.
વર્ષ ૨૦૨૩માં અમાસ તિથિ તારીખ ૧૨મી નવેમ્બરે બપોરે ૦૨:૪૫ વાગ્યે શરૂ થશે અને ૧૩મી નવેમ્બરે બપોરે ૨ :૫૭ વાગ્યે સમાપ્ત થશે એટલે દિવાળી ૧૨ નવેમ્બરે ઉજવામાં આવશે. પ્રદોષકાળ અને અન્ય મુહૂર્તની બાબતને ધ્યાનમાં રાખીએ તો ૧૨ નવેમ્બરે ધન,લક્ષ્મી,ચોપડા પૂજન, શારદા પૂજનનો શ્રેષ્ઠ સમય સાંજે ૫:૩૯ થી ૮ :૧૬ રહેશે. નૂતન વર્ષ ૧૪ નવેમ્બર ૨૦૨૩ મંગળવારના થશે ૧૫ નવેમ્બર ૨૦૨૩ ના રોજ ભાઈ બહેનના પવિત્ર સંબંધની ઉજવણી એટલે કે ભાઈબીજ ઉજવવામાં આવશે .
જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨